SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫ શારદા સરિતા થશે, ન તે ધર્મની આરાધના થશે. જે લોકો પોતાનો ઉત્કર્ષ કરતા જાય છે તે લોકો દુનિયામાં ધર્મની સ્થાપના કરવા સમર્થ બને છે. પિતાને ઉત્કર્ષ કર્યા વિના કોઈ પણ માણસ દુનિયાનો ઉદ્ધાર કરી શકવાને નથી. આ માટે જ્ઞાની પુરૂષાએ ફરમાવ્યું કે આપણામાં એક જાતનો અભિલાષ જાગવો જોઈએ કે મારે મુક્ત બનવું છે ને બંધનમાંથી છૂટીને બહાર આવવું છે. જમાલિકુમારે એક વખત ભગવાનની વાણી સાંભળી અને તેને પણ વિચાર આવ્યું કે બસ, મારે પણ પ્રભુની જેમ સંસારના બંધન તોડી આત્મિક સુખ પ્રાપ્ત કરવું છે. મારે હવે આ સંસારનું બંધન ન જોઈએ. મારે મારા આત્માને ઉંચે લઈ જવો છે. તેથી કહે છે હે માતા! મને દીક્ષાની આજ્ઞા આપ. હવે મને ક્ષણવાર સંસારમાં ગમતું નથી. ત્યારે તેની માતાએ પત્નીના વૈભવના ઘણાં પ્રલોભને આપ્યા છતાં જમાલિકુમાર દઢ રહ્યા ને કહ્યું કે માતા ! આ સંસારની લક્ષ્મી તે નાશવંત છે. હું એનાથી પણ ઉતમ દેવલેકની શાશ્વતી ત્રાધિ અનંતીવાર ભેગવી આવ્યો છું. હવે મને એને મોહ નથી. જમાલિકુમારની માતા મિથ્યાત્વી ન હતી. તે જૈન શાસનની અનુરાગી હતી. પ્રભુના વચન ઉપર શ્રદ્ધા કરનારી હતી, વિવેકી હતી, એ તે પિતાના દીકરાની પરીક્ષા કરતી હતી. તેણે આગળ વધીને કહ્યું“માતા કહે છે કે દીકરા વીતરાગમા ઘણે ઉત્તમ છે અને તેટલે કઠણ છે एवं खलु जाया। निग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवले जहा आवस्सए जाव सव्वं दुक्खाण अंतं करेति अहीव एगंत चिट्ठीए। હે પુત્રી નિગ્રંથ પ્રવચન તને જે રૂટ્યું છે, ગમ્યું છે ને હૈયામાં ઉતરી ગયું છે તે સત્ય છે, ઉતમ છે. નિગ્રંથ પ્રશ્ચન ટંકશાળી સત્ય છે. જેમ રાણીગરે ચાંદીનો રૂપિયે ગમે ત્યાં લઈ જાવ તો પણ તે રણકાર કરે છે. સાચા રૂપિયાને રણકાર જુદે હોય છે, તેમ નિગ્રંથ પ્રવચન એ જેવી તેવી વસ્તુ નથી. ટંકશાળી સત્ય છે, સર્વશ્રેષ્ઠ છે. સર્વજ્ઞ ભગવંતનું કહેલું છે, પરિપૂર્ણ છે, ન્યામાર્ગને અનુસરનારૂં છે, વિશુદ્ધ છે, પાપના શાને છેદી નાંખનારૂં છે, અનંત સુખ અને સિદ્ધિને માર્ગ છે, સર્વ કર્મથી મુકિત પામવાને ઉપાય છે, ભવસાગર તરવા માટેનું જહાજ છે, અનંત શાંતિ પામવાનું સચેટ સાધન છે, સર્વ દુઃખોનો અંત કરનારું છે. આવું નિગ્રંથપણું હે દીકરા! શું તું એમ સમજે જે છે અને 2 છે. વરતાભ” ને કોઇ વાત તે ભરી જજે. ર્વ થી ઇન કરાવનારા ચરિત્ર - અw . wછે, 1 જ, જવિમાની માતા છે. જવ 1 2 - મા કેર અડીન છે તેનું નામ છે જે મહિમા હતા છતાં આત્મસાધના આગળ તેને તુચછ વાગ્યા રે ભગવાન મહાવીરનું શમન પિગ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy