________________
શારદા સરિતા
વીતરાગ વાટિકામાં વિચરણું, ઘર ઘર ગૌચરી જઈશ, સાંભી હો માતા. આજ્ઞા આપો તો સંયમ આવું.
હે માતા ! હું સમય લઈને વીતરાગના જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ રૂપી બગીચામાં વિચરીશ ને ઘરઘરમાં ગૌચરી કરી નિર્દોષ આહારની ગવેષણ કરીશ ને ગૌચરમાં જે આહાર મળશે તેવે સમભાવે આરેગીશ ને મારા આત્માનું કલ્યાણ કરીશ.
બંધુઓ ! સંયમી આત્માઓ પિતાના જીવનમાં સુધા શમાવવા માટે લૂખા-સુકકા આહાર કરે છે છતાં તેમનું તેજ કેટલું હોય છે? કારણ કે તેમનામાં બ્રહ્મચર્યના તેજ ઝળહળતા હોય છે.
દયાનંદ સરસ્વતી ટંકારામાં થઈ ગયા. કહેવાય છે કે એમનામાં ખૂબ બળ હતું. એમના રાજાને એમના બળની પરીક્ષા કરવાનું મન થયું તેથી રાજાએ બે મોટા મલેને તેમની પાસે મોકલ્યા. ખોજ કરતાં કરતાં બંને મલ્લો દયાનંદ સરસ્વતી પાસે આવ્યા. તે સમયે દયાનંદ સરસ્વતી નદી કિનારે સ્નાન કરવા ગયેલા. સ્નાન કરીને તેમનું ભગવું કપડું નીચવીને ડેલમાં મૂકેલું. મલે કહે છે આપ દયાનંદ સરસ્વતી છે? ત્યારે કહે છે હા. અમારે તમારી સાથે કુસ્તી કરી તમારા બળનું માપ કાઢવું છે. ત્યારે દયાનંદ સરસ્વતી કહે છે તમારે મારા બળનું માપ કાઢવું છે ને ? આપણે કુસ્તી કરીશું તે કાં તમારા હાડકા ખરા થશે ને કાં મારા થશે. તેના કરતાં એમ કરે કે આ મારું ધોતીયું મેં જેવું તેવું નીચવીને મૂક્યું છે તેમાંથી પાણી કાઢી આપે તે તમે મારાથી બળવાન. બંને મલ્લ સામસામી ઉભા રહી કપડાને ખૂબ વળ ચઢાવ્યા. પણ એક ટીપું પાણી ન નીકળ્યું. ત્યારે દયાનંદે ઉભા થઈને નીચેવ્યું તે તરત પાણી નીકળ્યું. આ જોઈ બંને મલ્ય સજજડ થઈ ગયા. દયાનંદ સરસ્વતીના બળનું માપ વગર કુસ્તી કરે નીકળી ગયું. માએ રાજાને વાત કરી કે તેમનું બળ અદ્દભુત છે. તે કઈ તેજસ્વી પુરૂષ છે, તેની સાથે બાથ ભીડવા જેવી નથી. બીજે દિવસે રાજા તેમને બેલાવીને પૂછે છે કે તમે શું ખાવ છો કે તમારા શરીરમાં આટલું બળ છે? ત્યારે કહે છે રાજન! આ તાકાત કે વિટામીન ખાવાથી કે મિષ્ટાન્ન ખાવાથી પ્રાપ્ત થતી નથી. મન-વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યના પાલનની આ તાકાત છે સમજાયું. બ્રહ્મચર્યમાં કેવી શક્તિ છે! જમાલિકુમારની માતા સંયમના કષ્ટની વાત કરશે ને જમાલિકુમાર કેવા ઉત્તર આપશે તે ભાવ અવસરે કહેવાશે.
ધનદેવ તામ્રલિપ્તી નગરીમાં ચરિત્ર - ધનદેવે સારા શુકન જોઈને માતા-પિતા આશીર્વાદ લઈને સુશર્મ નગરીમાંથી મોટા પરિવાર સાથે પ્રયાણ કર્યું. દરિયાની મુસાફરી તે પહેલ વહેલે કરે છે. ધનદેવ-ધનશ્રી અને નંદક ખૂબ આનંદથી રહે છે. ધનશ્રીપતિ પ્રત્યે ખૂબ પ્રેમ બતાવતી