________________
૬૪૨
શારદા સરિતા જ્યારે જમાલિકુમારને તેના માતા-પિતા વિષયને અનુકૂળ એવી ઘણી ઉકિતઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ, અને વિજ્ઞપ્તિઓથી કહેવાને, જણાવવાને, સમજાવવાને, વિનવવાને સમર્થ ન બન્યા ત્યારે તેઓ વિષયને પ્રતિકૂળ અને સંયમને વિષે ભય અને ઉદ્વેગ કરનારી એવી યુકિતઓથી સમજાવવા લાગ્યા.
જે આત્માએ સંયમ લેવા તત્પર બને છે તેમની કોટી તે અવશ્ય થાય છે. દરેકના માતા-પિતા સંયમપંથે જતાં પહેલા પિતાના સંતાનની ચકાસણી કરે છે પણ સાચો દઢ વૈરાગી તેના જવાબ બરાબર આપી દે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧લ્મા અધ્યયનમાં મૃગાપુત્ર દીક્ષા લેવા નીકળ્યા ત્યારે પહેલાં તે જમાલિકુમારની જેમ એના માતા-પિતાએ પણ સંસારના પ્રભનો આપ્યા છતાં તે વૈરાગ્યમાં દઢ રહ્યા ત્યારે માતાએ કહ્યું કે હે દીકરા ! તારી ઈચ્છા છે તે દીક્ષા લે તેમાં અમારી ના નથી.
“નવરં તુ સામને સુલ નિવૃત્તિનાત્મા” સંયમ લીધા પછી દુઃખનો પ્રતિકાર કરે ખબ કષ્ટપ્રદ છે એટલે કે તને અહીં તો રહેજ માથું દુખે તે તારી સેવામાં બધા હાજર થાય છે ને વૈદે અને ડોકટરને બોલાવીએ છીએ પણ તું દીક્ષા લેશે પછી શું? આ તારી સ્ત્રીઓ કે માતા કઈ તારી સેવા નહિ કરી શકે. ખુલ્લા પગે ચાલવું પડશે. જ્ઞાનધ્યાનમાં રમણતા કરવી પડશે. એ બધું તારાથી સહન થશે? ત્યારે મૃગાપુત્રે કહ્યું કે –
“ વનમાં વિચરે જેમ મૃગલા, તેની કેણ લે છે સંભાળ,
સાંભળ હે માતા, આજ્ઞા આપો તે સંયમ આદરૂં. ' . હે માતા-પિતા !જેમ વનમાં મૃગલાઓ અને બીજા પક્ષીઓ રહે છે, તેઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે ત્યારે અને બિમાર પડે છે ત્યાં તેમને ઈલાજ કેણ કરે છે.
कोवा से ओसहं देह, कोवासे पुच्छइ सुह। कोसे भत्तं च पाणं वा, आहरित्तु पणामए ॥ ..
ઉત્ત. સૂ. અ. ૧૯, ગાથા ૭૯ - કોણ એમને ઔષધ આપે છે? કે એમને શાતા પૂછે છે? ને તેમને કોણ આહાર-પાણી લાવીને આપે છે? એ મૃગલા જંગલમાં એકલા વિચરે છે જ્યારે તે મૃગલા નિરોગી થાય છે ત્યારે આહારપાણી માટે લત્તાઓ અને સરોવર ઉપર જાય છે. વનમાં ઘાસ આદિ ખાઈને અને સરોવરનું પાણી પીને મૃગચર્યા કરતે તે પિતાના સ્થાનમાં જાય છે. મૃગ એક સ્થાનમાં રહેતો નથી. અનેક સ્થાનમાં ઘૂમે છે ને પિતાને નિર્વાહ કરે છે તેમ હું પણ એવી રીતે મૃગની વૃત્તિથી રહીશ ને સંયમ અને તપથી ધર્મનું પાલન કરીશ.