________________
શારદા સરિતા
ભલે સમકિત વમી જાય, મિથ્યાત્વી બની જાય પણ એનો સંસાર અડધા પુદ્ગવ પરાવર્તનમાં આવી જાય છે. આ છે સ્વાનુભૂતિને આનંદ બોલે, સમ્યકત્વને કેટલો મહાન પ્રભાવ છે ! નિશ્ચયથી તે જીવ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં મોક્ષે જાય છે. એને માટે સર્ટીફિકેટ અપાઈ જાય છે. તમારે ત્યાં એવું નક્કી છે કે કેડાધિપતિ કે અબજોપતિ બની જાય તે દૂર્ગતિમાં નહિ જાય, તેના દીકરા દુઃખી નહિ થાય! અરે, એ સંપત્તિની આસકિત દુર્ગતિમાં લઈ જનારી છે.
આપણે જે ચરમાવર્તકાળમાં આવેલા જીવની વાત કરીએ છીએ તેમાં ખાસ કરીને જે જીવ ભવ્યત્વ પરિપાકપણાને પામેલ હોય, શરમાવર્તકાળમ આવીને પુરુષાર્થ ઉપાડે તે એક પુદ્ગવ પરાવર્તનકાળમાં મોક્ષે જાય. જીવ અને ઔદ્યારિક વર્ગણાઓના સંબંધથી આ મુદ્દગલ પરાવર્તન બને છે. જીવને ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓ ચૌદ રાજકમાં ભરેલી છે. (૧) ઔદ્યારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણ (૩) આહારક વર્ગણા (૪) તૈજસ વર્ગણ (૫) શ્વાસોચ્છવાસ વર્ગણ (૬) ભાષા વગણ (૭) મન વર્ગણ (૮) કાર્મણ વર્ગણા. આ આઠ વર્ગણાઓમાંથી ઔદ્યારિક વર્ગણાને છેડીને બાકીની સાતે ય વગણના ચૌદ રાજલેકમાં રહેલા સમસ્ત યુગલોને જીવ ગ્રહણ કરીને મૂકે ત્યારે સ્કૂલથી (બાદર) એક પુદગલ ચક્ર પૂરે થાય. આહારક વર્ગણ તે આખા ભવચક્રમાં જીવ વધુમાં વધુ ચાર વખત ગ્રહણ કરી શકે છે.
ચરમાવર્તકાળ એટલે આત્મવિકાસને સુઅવસર જે જીવ ચરમાવર્તામાં આવી ગયે તેને આરંભ-સમારંભ ને વિષયભોગે પ્રત્યે નફરત છૂટે છે. ધર્મ પ્રત્યેને ગાઢ રાગ થાય છે અને ધર્મના રાગના કારણે સંસારવર્ધક ક્રિયાઓ નિરસ લાગે છે. તમને નાણાં કમાવાને સમય સુવર્ણ અવસર લાગે છે તેમ એ જીવને સદ્દગુરુને સમાગમ, શાસ્ત્રસિદ્ધાંતનું વાચન-મનન એ બધું સુવર્ણ અવસર જેવું લાગે છે. ભવ અને ભેગ પ્રત્યે ઉદાસીનતા આવે છે અને દેવ–ગુરુ ને ધર્મ પ્રત્યે રાગ વધતો જાય છે. જન્મ–જરામરણ-રોગ-શેકાદિ દુખેથી સળગતા સંસારમાંથી છૂટવાનું મન થયા કરે છે. તેને ધર્મરૂપી ઔષધ લાગુ પડે છે. માટે હું જલ્દી ચરમાવર્તકાળમાં ક્યારે આવું અને સમકિત પામી જલ્દી ક્ષે જાઉં એવી ભાવના ભાવે, ભવ્ય આત્માને શરમાવર્ત પ્રાપ્ત થાય.
દેવાનુપ્રિય! વિચાર કરે. આ એક પુદ્ગલ પરાવર્તનકાળ આટલે લાંબે છે તે આપણાં આત્માએ તે અનંત પુદ્ગલ પરાવર્તન સુધી નરક-તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં રખડી શારીરિક કે માનસિક દુઃખ વેઠ્યાં છે. અનંતી વાર નરક નિગોદમાં, પશુપક્ષીમાં, ત્રસ અને સ્થાવરમાં, છેદન-ભેદન, માન, અપમાન, ભૂખ-તરસ અને જન્મ-મરણનાં કષ્ટ વેઠયાં છે. હવે જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા કરીને આત્મા-ધર્મના પંથે વળી જાય, વિષયોનો રાગ છોડી દે, કષાને પાતળા પાડી દે, પુત્ર-પરિવાર-પત્ની-પૈસા