________________
૨૫
શારદા સરિતા પછાડે છે. અગ્યારમાં ગુણઠાણે શખમાં ભાળેલા અગ્નિ જેવી કષાય છે. વર્ષો સુધી સંયમની સાધના કરે, તપશ્ચર્યા કરે પણ કષાયો પર વિજય નહિ મળે ત્યાં સુધી બધી સાધના નિષ્ફળ બને છે. હજારો મણ રૂની ગંજીમાં અગ્નિની એક ચિનગારી પડે તે રૂને ઢગલે બાળીને ભસ્મ કરી નાંખે છે તેમ એક કષાયનો કણી વર્ષોની સાધનાને બાળીને ભરમ કરી નાખે છે.
ત્રીજો ઉપાય છે ગુણાનુરાગ. ભગવાન કહે છે કે હે જીવ! તું જ્યાં જ્યાં દષ્ટિ કરે ત્યાં ત્યાં ગુણને જેજે. કેઈના દેષ ના જોઇશ. હંસની સામે દૂધ ને પાણી ભેગાં કરીને મૂકવામાં આવે તો તે દૂધને ગ્રહણ કરે છે ને પાણીને છોડી દે છે. હંસ એમ નથી કહે કે દૂધમાં પાણી કેમ આવ્યું? એ તે એમ સમજે છે કે મારે દૂધની સાથે નિસ્બત છે. તે રીતે ગુણાનુરાગી આત્મા હજારો અવગુણમાં પણ ગુણની સામે દૃષ્ટિ કરે, અવગુણને છોડી દે છે. ચોથે ઉપાય છે ધર્મકરણીમાં અપ્રમતભાવ. મોક્ષની ઈચ્છાવાળે આત્મા મેક્ષના આ ચાર ઉપાયને જાણીને આદરે છે. પણ જ્યાં સુધી જીવ ચરમાવર્તકાળમાં આવ્યું નથી હોતે ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિના આ ચાર ઉપાય પ્રત્યે તેને પ્રેમ જાગતું નથી. ભવ પ્રત્યેને નિર્વેદ, કષાયને ત્યાગ, વિષયનો વિરાગ, ગુણાનુરાગ. આ બધે વૈભવ અચરમાવત જીવના જીવનમાં ન હોય. અચરમાવતી જીવ કદાચ સાધુપણું લઈ લે, ઉગ્ર સંયમ પાળે, પણ અંદરથી કેરે ને કેરો હોય છે. અચરમાવતી જીવમાં કર્મમલનું એટલું બધું જોર હોય છે કે તેને સત્ય વસ્તુ સમજાતી નથી. બાહ્ય દષ્ટિથી, ભૌતિક સુખની ઈચ્છાથી ધર્મકરણ કરે પણ અંદરમાં મેક્ષની રૂચી જાગતી નથી. ફકત મોહના ઉદયથી થતી હોવાથી ભવટ્ટી થવાને બદલે ભાવવૃદ્ધિ થાય છે.
બંધુઓ ! તમને થશે કે ચરમાવર્ત એટલે શું? આપણા આત્માએ ચાર ગતિ, ચોવીસ દંડ અને ચેરાશી લાખ છવાયેનિમાં ભમીને અનંતા પુગલ પરાવર્તે વીતાવ્યા છે. જીવને મોક્ષે જવા માટે છેલ્લે એક પુદ્ગલ પરાવર્ત બાકી રહે છે તેને શરમાવાર્ત કહે છે. આ એક પુદગલ પરાવર્તકાળ એ કંઈ નાનોસૂને કાળ નથી. પણ પૂર્વે આ જીવે અનંત પુદ્ગવ પરાવર્ત કર્યા છે તેની અપેક્ષાએ નાનો છે. છતાં ઘણો લાંબો કાળ છે. દશ કેડાડી સાગરોપમના છ આરા તેમાં છ આરા ઉત્સર્પિણ કાળના અને છ આરા અવસર્પિણીકાળના. એમ વીસ કેડીકેડી સાગરોપમનું એક કાળચક્ર બને છે. એવા અનંતા કાળચક્રે વીતી જાય ત્યારે એક પુદગલ પરાવર્તકાળ થાય છે. દશ કેડાડી પોપમ જાય ત્યારે એક સાગર બને છે. એક પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષે ચાલ્યા જાય છે. એટલે આપણા જેવી માનવભવની તે કેડો ને અબજે જિંદગીઓ વ્યતિત થઈ જાય છે. ત્યારે પાપમન કાળ થાય તે ચરમાવર્તન સમય કેટલે મોટે? એક ગાયના શીંગડા ઉપર સરસવને દાણ જેટલી વાર ટકે એટલી વાર સમ્યકત્વને સ્પર્શ થઈ જાય, પછી