SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૫ જમાલિકુમારને ઘણી ઋદ્ધિ હતી. માતા-પિતાની શીતળ છાયા હતી. બધા સંચાગા સાનુકૂળ હતા. એના ભૌતિક સુખમાં જશ પણ ખામી ન હતી. આજે તા આપના જીવનમાં કાંઈ ને કાંઇ તેા ઉપાધિ હશે. જમાલિકુમારને એ બધી સંપતિ તણુખલાતુલ્ય લાગી. કારણ કે પ્રભુની વાણી સાંભળી એના અંતરચક્ષુ ખુલી ગયા હતા. સમ્યગ્દર્શન પ્રગટી ચૂકયું હતું. ખંધુઓ! આટલા પ્રલેાભના આપવા છતાં જમાલિકુમાર લલચાતા નથી. એનું કારણુ સમ્યગ્-દર્શનની લહેજત છે. સભ્યષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિમાં આસમાન જમીન જેટલુ અંતર છે. સમ્યષ્ટિ આત્માને મહેલ જેલ જેવા લાગે. ધન એ રાડા અને ફૂકા જેવું લાગે અને ગમેતેટલા દુ. 1માં પણ સુખનુ દન કરે અને એ આત્મા કર્મોને ચેલેન્જ આપે કે તમારે જે રીતે આવવું હાય તે રીતે આવી જાવ. અત્યારે મારામાં સમજણ છે, જ્ઞાન છે. અજ્ઞાન અવસ્થામાં મે દુઃખેા ઘણાં સહન કર્યો પણ આટલા લાભ ન થયા. હવે હું રાજાનેા પણુ રાજા છું. હવે મને અપુદ્દગલ પરાવર્તીન કાળથી વધારે કાળ દુ:ખી કરવાની તમારામાં તાકાત નથી. પરમાત્મપદને પામી જઈશ પછી તમારૂં જોર નહિ ચાલે. સભ્યષ્ટિ આત્માઓને આનંદ અનેાખા હોય છે. એને તા એમ થાય છે કે અનંતભવ ભમ્યા. હાશ....હવે મારે। છૂટકારા થશે. આ માનવજન્મ મારે। સફ્ળ થયા. સમકિતની પ્રાપ્તિ થઇ એટલે જાણે મને બધું મળી ગયું. એક વખતના પરદેશી રાજા મહાન પાપી હતા. પણ કેશીસ્વામીને ભેટો થતાં પવિત્ર બની ગયા. ધર્મીમય જીવન બનાવી દીધું. છેલ્લે સૂશ્ચિંતા રાણીએ ઝે આપ્યું છતાં ઝેર આપનાર સૂરિકતા રાણી પ્રત્યે જરા પણ રાષ ન આવ્યા અને શુભ ભાવનામાં સમાધિપૂર્વક કાળધર્મ પામીને પહેલા દેવાકમાં સુર્યાલ વિમાનના માલિક સુર્યાલ નામના મહર્ષિ ક દેવ થયા. એક વખત ભગવાન મહાવીરસ્વામી આમલકમ્પા નામની નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે તે વખતે સુર્યાભદેવ એક મેટા વિમાનમાં બેસીને પાતાના વિશાળ પરિવાર સાથે ભગવાનને વદન કરવા માટે આવે છે. દેવલાકની ધામ સાહ્યબીમાં વસનાર દેવ પણુ દેવલેાકના નાટક જોવાના પડના મૂકીને પ્રભુની પાસે આવ્યેા. એને આત્માની કેવી લગની હશે! ખૂબ ભાવપૂર્વક પ્રભુને વંદન કરીને પૂછે છે હે પ્રભુ! હું લવી છું કે અભવી છું? ત્યારે ભગવત કહે છે હે સૂર્યાલ! તુ ભવી છે, અલવી નથી. હે નાથ! હું સમકિતી છું કે મિથ્યાત્વી? ત્યારે ભગવત કહે છે કે સૂર્યાલ! તુ સમકિતી છે મિથ્યાત્વી નથી. હે ભગવંત! હું પરિત્ત સંસારી છું કે અપત્તિ સંસારી? હૈ સુર્યાભ! તુ પરિત સંસારી છે અપરિત્ત સંસારી નથી. હું ભગવત! હું આરાધક છું, કે વિરાધક છું...? ત્યારે ભગવત કહે છે તું આરાધક છે, વિરાધક નથી. મુખેથી આવા સુંદર:જવાબ સાંભળીને સુર્યાભદેવને આન થયા. હૈયું હર્ષોંથી નાચી ઉઠયું.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy