________________
૬૨૧
શારદા સરિતા મને મૂકીને ચાલી નહિ જાય તેની શું ખાત્રી? કોણ પહેલું જશે તેની ખબર નથી તે કોના ઉપર વિશ્વાસ કરવા જેવો છે? જમાલિને જવાબ સાંભળી માતા ઠંડીગાર બની ગઈ. થોડીવાર મૌન રહી પાછી બીજી દલીલ કરે છે. तए णं तं जमालि खत्तियकुमार अम्मा पियरो एवंवयासी इमे य ते जाया ! - अजय-पज्जय पिउपज्जया गए सुबहु हिरन्ने य सुवन्ने य कंसेय दूसेय बिउलघण कणगजाव संत सारसावएज्जे अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकाम । दाउं पकामभोत्तुं परिभाएउ त अणुहोहि तावजाया ! विउले माणुस्सए इड्ढिसकार समुदएतओ पच्छा अणुहूय कल्लाणे वाड्ढय कुलवंस जाव पव्वइहिसि ।
જમાલિકુમાર માતાના મોહમાં મૂંઝાયે નહિ, પત્નીઓના પ્રેમમાં પટકાયે નહિ. માતાએ જાણ્યું કે દીકરે મકકમ છે, છતાં થાય તેટલાં પ્રયત્ન કરે છે. હવે ધનસંપત્તિનું પ્રલોભન આપતા કહે છે હે મારા વહાલસોયા દીકરા ! તું જે તો ખરે. આપણે ઘેર કેટલી કૃદ્ધિ છે. તારા પિતાના પિતા અને તેમના પિતા અને તેમનાથી પણ આગળના પૂર્વજોના વારસાથી આવેલું સોનું, ચાંદી, ઝવેરાત, તેમજ કિંમતી વસ્ત્રાભૂષણો, રોકડ ધન સેનૈયા અને બીજી પણ સારભૂત માલ-મિલ્કત યાવત્ રાજસંપત્તિ આદિ કેટલું બધું ભરચક ભરેલું છે કે સાત પેઢી સુધી ભરપૂર દેતાં, ભરપૂર વહેંચતા અને ભરપૂર ખાતાં પણ ખૂટે તેમ નથી. જંગી વ્યકદ્ધિ, સમૃદ્ધિ અને માન-સન્માન ભોગવી લે. બધાં સુખે જોગવીને પાકી ઉંમરે સંતાનપરંપરા વધારી અમારા કાળ કર્યા પછી તું દીક્ષા લેજે.
દેવાનુપ્રિયા ! વિચાર કરો. કેવી પૂર્વની પુન્નાઈ છે! આજે પણ એવા છે હશે કે જેની સાત પેઢીમાં દુઃખ જોયું નહિ હોય. પાણીના મોજાની જેમ લક્ષ્મી વધ્યા કરે, વધ્યા કરે. જમાલિકુમારને ત્યાં પણ એના પિતાના પિતા એટલે પિતામહ અને એમના પિતા એટલે પ્રપિતામહ આ ત્રણ ત્રણ પેઢીથી વિપુલ વૈભવ ચા આવે છે. આવું મોટું રાજ્ય હાય ને દ્ધિ હોય ત્યાં બીજી વસ્તુઓ પણ કેટલી બધી હોય? સોનું, ચાંદી, રૂપું, કાંસુ અને ઝવેરાતના ભંડાર ભર્યા હતા. આગળના માણસો કાંસાના વાસણમાં જમતા હતા અને તાંબા-પિત્તળના વાસણે વપરાતા હતા. જેમ તાંબુ-પિત્તળ ને કાંસુ વિગેરે ધાતુઓ છે તેમ આપણું શરીરમાં ધાતુઓ રહેલી છે. તાંબા-પિત્તળના વાસણમાં જમવાથી શરીરમાં રહેલી ધાતુઓને તત્વ મળતું, પણ આજે તે કાંસુ-તાંબુ ને પિત્તળ ગયું ને તું આવ્યું. સ્ટીલના ઉજળા લોઢાને મહી ગયા છે. ગામડાંના લોકે પણ નવા ને નવા તાંબા પિત્તળ ને કાંસાના વાસણ વેચીને સ્ટીલના વાસણ વસાવે છે. સ્ટીલ અને પ્લાસ્ટીકના વાસણોનો વપરાશ વધે ને માણસના શરીરમાં રોગ પણ વધ્યા. જમાલિકુમારના ઘેર કસુ-તાંબુ-પિત્તળ પણ ઘણું હતું.