________________
૬૧૬
શારદા સરિતા લાગે છે. પાયખાનું ગમે તેટલું સુંદર હોય, છતાં તેમાં કામ પત્યા પછી એક ક્ષણ પણ બેસવું ગમતું નથી, તેમ મને આ કામગના સામું જોવું પણ ગમતું નથી. ત્યારે મારી માતા મને એવી રમણીઓની સાથે ભેગ ભેગવવા માટે લલચાવે છે, પણ વીર પ્રભુના વચનામૃતથી જેની દષ્ટિ ખુલી ગઈ છે એવા જમાલિકુમાર વિચાર કરે છે જડ રૂપરંગ વિગેરે વિષયે હળાહળ ઝેર કરતાં પણ ભયંકર છે. વિષપાન કરવાથી તે એક વાર મૃત્યુ આવે છે, તે પણ વિષ ખાય તે મૃત્યુ થાય ત્યારે ઈન્દ્રિઓના વિષયે તે અનેકવાર જન્મ-મરણ કરાવે છે. અરે, એને ભેગવે પણ નહિ, માત્ર એનું સ્મરણ કરે તે પણ મારનારા છે. અનંતીવાર આવા વિષયભેગે મળ્યા છતાં વિષયની ભૂખ મટી નહિ. વિષયનું સુખ અલ્પ છે ને ઝેર જેવું છે. પરિણામમાં દુઃખ મહાન સાગર જેટલું છે એમ વિચારી માતાને કહે છે. | હે માતા મરી યુગના યુગ વિત્યા પછી હલકી ૨નીઓમાંથી માંડમાંડ બહાર નીકળી પ્રાપ્ત થયેલા આ મનુષ્યભવની માટી કરાવનાર આ વિષયે છે. વીતરાગ પ્રભુની મમતા તેડાવી તેની આજ્ઞાને ભંગ કરનારા આ વિષયે છે, તે આ દેહને વિષેની માટીમાં રગદેળવા કરતાં પ્રભુના ચરણની સેવામાં અર્પણ કરી દેવામાં શ્રેયસ્કર છે.
જમાલિકુમારની વિચારધારા કેટલી સુંદર છે, તેની સ્ત્રીઓ પણ કેવી અનુકૂળ છે, જમાલિકુમાર આઠ આઠ રમણીઓને મોહ છોડવા તૈયાર થયા છે. તમારે કેટલી સ્ત્રીઓ છે? (સભા –એક) એક છે તે પણ મોહ કયાં છુટે છે. જમાલિકુમારની આઠ આઠ સ્ત્રીઓ હતી. તેમાં બધી સવાંગસુંદર, કેઈ જાતની છેડખાંપણ નહિ, સ્વભાવને અનુકૂળ રહેનારી અને પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેનારી હતી ને તમારી શ્રીદેવી તે સોમવારે સાજા ને મંગળવારે માંદા હેય અને ઘણી વખત જોવામાં આવે છે કે પતિ પત્નીના સ્વભાવમાં પણ કેટલી વિચિત્રતા હોય છે. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે પનીઓ પણ સારી મળે છે.
દેવાનુ પ્રિયે! આ માનવજીવનમાં અમૃત પણ ઘૂંટી શકાય છે. હું અને મારું જે અંતરમાં ઘુંટાયા કરતું હોય કે મારે આટલા બંગલા છે, આટલી જમીન છે, આટલી સંપત્તિ છે, આટલા દીકરા છે, આટલી મોટર છે, મારા જે ગામમાં કેઇ નામાંક્તિ નથી, મારા જે વૈભવશાળી અને સત્તાધીશ કેઈ નથી, મારા જે કઈ સુખી નથી. આવું સંવેદન અંતરમાં ચાલ્યા કરતું હોય તે સમજવું કે જીવનમાં એકલું ઝેર ઘંટાય છે અને હું જ્ઞાન-દર્શનયુક્ત શુદ્ધ સ્વરૂપી અવિનાશી, નિર્મળ અને અરૂપી આત્મા છું. એ સિવાય પરદ્રમાંથી એક પરમાણુ પણ મારી માલિકને નથી, તેમજ
“ એ સારો મા, ના તળ સંગો સેલા વાહિમાવા, લવ સંનો સ્ત્રાવળT ”