________________
૬૦૨
શારદા સરિતા
છે પણ તે વસ્તુની બહાર રહેતા નથી. કરીયાતુ કડવું હોય છે પણ તાવવાળો માણસ એ કડવું કરીયાતું પી ન શકે તો તેમાં સહેજ સાકર નાંખવામાં આવે તે કરીયાતું સહેજ ગળ્યું લાગે. સાકરનું મિશ્રણ થયું તેથી કરિયાતામાં મીઠાશ આવી પણ કરિયાતું તે કડવું છે એટલે વસ્તુને સ્વભાવ તે એને ધર્મ.
આત્માના સ્વભાવની પણ આવી વાત છે. અહીં ધર્મ શબ્દથી આત્માને સ્વભાવ લેવાને છે. આત્માને જે સ્વભાવ છે એનું નામ ધર્મ. એ વાતને સમજવા માટે જુદા જુદા પદાર્થોના દાખલા આપ્યા. તેમ આત્માને પણ સ્વભાવ છે. જીવ જ્યારે કષાયમાં જોડાય છે ત્યારે પિતાને સ્વભાવ ભૂલી જાય છે અને તેના કારણે તેને તેજ ઢંકાઈ જાય છે ને અનાદિ અનંત સંસારમાં ભટકે છે. અત્યારે આપણે આત્મા જે સ્વભાવમાં છે તે સ્વભાવ એને પિતાનું નથી. એ સ્વભાવ વિકારજન્ય છે. આ જીવને કયારેક કઈ વ્યક્તિ પ્રત્યે રાગ થાય છે ને ક્યારેક દ્વેષ થાય છે. સુંદર પદાર્થો અને મનગમતાં વિષયે મળતાં આત્માને રાગ ઉત્પન્ન થાય છે. ને અનિષ્ટ વસ્તુને સંગ થતાં આત્માને શ્રેષ ઉત્પન્ન થાય છે. આ પરસ્વભાવને લઈને આત્મા પોતાની ખરાબી કરી રહ્યો છે. માટે જ્ઞાની
અન્ય સાગી જહાં લગી આત્મા રે સંસારી કહેવાય.
જ્યાં સુધી આત્મા સાથે કર્મને સંગ છે ત્યાં સુધી સંસાર છે. કર્મ એટલે પરભાવ. પરભાવમાં જવાથી આત્મા અનાદિકાળથી આથડી રહ્યા છે. નરકની તીવ્ર વેદનાઓને ભેગ બન્યો છે. અનંતકાળથી આપણે જન્મ-મરણ કરીએ છીએ તેનું જે કઈ મુખ્ય કારણ હોય તો આત્માની પર સ્વભાવમાં રમણતા અને જડ પુદ્ગલમાં આસકિત છે.
બંધુઓ! આત્મવરૂપની પિછાણ કરવી એ રહેલ વાત નથી. કારણ કે આપણે આત્મા અનેક સ્વભાવથી ઘેરાયેલો છે. તેમાંથી આ મારો સ્વભાવ છે એ જાણવું મુશ્કેલ છે, છતાં સાંભળતાં સાંભળતાં ને વિચારતાં વિચારતાં જરૂર આપણું સ્વભાવને પિછાણી શકાય છે. તત્વજ્ઞાનની ઝીણી વાતે એક દિવસમાં કંઈ ન સમજી શકાય. એને માટે ઉપરછલ્લું જ્ઞાન કામ નહિ આવે. પણ અંતરના ઉંડાણથી અભ્યાસ કરવાની જરૂર છે જેમ સમુદ્રમાંથી રત્ન મેળવવા માટે અગાધ ઉંડાણમાં ઉતરવું પડે છે. મરજી બનીને ડૂબકી લગાવે તે રત્ન મેળવી શકે છે પણ ઉપરથી તે શંખલા અને છીપલા મળે છે. આ રીતે આત્માને વિષય ખૂબ ગહન છે. તે સમજવા ઉંડાણમાં ઉતરવું પડશે તે વાસ્તવિક તત્ત્વનું જ્ઞાન થશે.
આત્મસ્વરૂપની એક વાર પિછાણું થઈ જાય તો આત્મામાં ધર્મ વસે અને કર્મો ઓસે. જે ધર્મ હૈયામાં વચ્ચે તો સમજી લેજો કે કર્મરૂપી કટ્ટા દુશ્મનોને ભાગે છૂટકે છે. જેમ સૂર્યને ઉદય થતાં અંધકારને ભાગવું પડે છે તેમ ધર્મરૂપી સૂર્યને