________________
શારદા સરિતા
છે ત્યાં કષાય-કલેશ અને ઝઘડા છે. બાહુબલીએ અહં ઓગાળે તે કેવળજ્ઞાન પામી ગયા. આપણે કેવળજ્ઞાન પામવું છે તે શું કરવું જોઇશે. કષાયને અને અહંને છોડવા જોઈશે. વ્યાખ્યાન તે સાંભળો છે પણ ગ્રહણ કરતા શીખે.
એક ભાઈ દરરોજ ઉપાશ્રયમાં આવતા, ધર્મક્રિયાઓ ખૂબ કરતા, ત્યારે એને કેઈએ પૂછયું કે ભાઈ! તમે રોજ ઉપાશ્રયે જાય છે ને આટલી બધી ધર્મક્રિયા કરે છો તે મને એટલું સમજાવશે કે ધર્મ એટલે શું? ત્યારે એ ભાઈ માથું ખણવા લાગ્યા. એ જવાબ આપી શક્યા નહિ. કેવી શરમજનક વાત છે! માટે અમે તમને કહીએ છીએ તે દેવાનુપ્રિયે ! તમે વ્યવહારનું જ્ઞાન તો ઘણું મેળવ્યું પણ આત્માનું જ્ઞાન મેળવો. ધર્મ કેને કહેવાય? ધર્મનું સ્વરૂપ શું છે? એ તમે નહિ સમજ્યા છે તે કે તમને આવું પૂછશે તે હાંસીને પાત્ર બનવું પડશે. સમજ્યા વિનાની ધર્મક્રિયાઓથી નિર્જરા થતી નથી. ધર્મ એ કઈ બહારની વસ્તુ નથી. ધર્મ આત્મામાં છે. મહાત્મા આનંદઘનજી પણ બોલ્યા છે કે –
ધરમ ધરમ કર તે સહુ જગ ફિરે, ધર્મને મર્મ ન જાણે કે, ધરમ જિનેશ્વર ચરણ રહ્યા પછી કર્મ ન બાંધે કઈ "
આજે માનવી ધર્મ ધર્મની બાગે પિકારે છે પણ ધર્મના મર્મને સમજતો નથી. ધર્મ કેને કહેવાય?
धम्मो मंगल मुकिटं अहिंसा संजमो तवो ભગવાને અહિંસા-સંયમ અને તારૂપી ઉત્કૃષ્ટ ધર્મ બતાવ્યું છે. પણ આજે તે અહિંસાને બદલે હિંસા વધી રહી છે. સંયમને બદલે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને તપને બદલે ખાનપાનના સ્વાદ વધી રહ્યા છે ને ચારે તરફ પાપ વધી રહ્યું છે. આવું વિતરાગ શાસન મળ્યા પછી જે જીવ કર્મ બાંધવાના કાર્યો કરતો હોય તો તે સાચે જૈન નથી. તમે ધર્મના સ્વરૂપને સમજ્યા હો તે કર્મના બંધન કેમ ઓછા થાય તેને ઉપયોગ રાખે. ધર્મનું સ્વરૂપ સમજવા માટે તેને સમાગમ કરો.
મહાન પુરૂ કહે છે કે “વહુ સહા ધમે વસ્તુનો સ્વભાવ તેનું નામ ધર્મ. જેમ કે સાકરમાં ગળપણુ, મરચામાં તીખાશ, ફટકડીમાં તરાશ, લીંબડામાં કડવાશ, મીઠામાં ખારાશ, એળિયામાં કડવાશ, પાણીમાં શીતળતા અને અગ્નિમાં ઉષ્ણતા એ એના ધર્મો છે કે ગુણ છે. સાકરમાં મીઠાશ બહારથી લાવવી પડતી નથી પણ મીઠાશ એ સાકરના ઘરની વસ્તુ છે. દૂધને ગળ્યું કરવા માટે તેમાં સાકર નાંખવી પડે છે. પણ સાકરને ગળી કરવા તેમાં બીજી સાકર નાખવાની જરૂર પડતી નથી. પાણીમાં શીતળતાને ગુણ છે. તેને ગમે તેટલું ઉકાળ છતાં તેને અગ્નિ ઉપર નાંખશે તે અગ્નિને ઠારી દેશે. કહેવાનો આશય એ છે કે જે વસ્તુને જે સ્વભાવ હોય છે તે સ્વભાવ તે વસ્તુમાં હોય