________________
શારદા સરિતા
૫૩ માસિક પત્રમાં લખે છે કે એક વખત અમે અમારા મિત્ર રાજ્યના સૈનિકે નાઝીઓના હાથમાં પકડાઈ ગયા. અમને તેણે જુદી જુદી કેટડીમાં પૂરી દીધા. એ કેટલી એટલી બધી નાની હતી કે પરાણે બેસી શકાય, તે ઉભા થવાની કે સૂવાની તે વાત કયાં કરવી? અને હાથમાં એવી મજબૂત બેડીઓ હતી કે જાણે જકડાઈ જવાય ને ખાવા-પીવાનું તે નામ નહિ. ભૂખ્યા ને તરસ્યા નરકના દુઃખ ભોગવવા જેવી અમારી સ્થિતિ હતી.
એ નાઝી સૈનિકો અમારા લશ્કરની નવી હિલચાલ અને બાતમી અમારી પાસેથી મેળવવા અમારા ઉપર ખૂબ જુલમ ગુજારતા. રાત્રે એ સિપાઈઓ આવીને અમારામાંથી એકાદ સૈનિકને કોટડીની બહાર કાઢતાં અને પગેથી પકડી ઢેરની જેમ જમીન ઉપર ઢસડીને તેમની ખાનગી ઐફિસમાં લઈ જઈને પૂછતાં બેલે તમારા લકરની હિલચાલ શું છે? ત્યાં કેવા કાયદા છે? અમારે સૈનિક મરવાનું પસંદ કરતે પણ એના પ્રશ્નનો ઉત્તર આપતે નહિ. એટલે ખૂબ માર મારીને એની છાતીમાં ગેબી મારતા. બંદુકની ગોળીનો અવાજ સાંભળીને અમને એમ થતું કે હાશ....અમારો એક મિત્ર નરકની વેદનામાંથી છૂટ. એ રીતે મારા ઘણાં મિત્રોને મારી નાંખવામાં આવ્યા.
એક દિવસ રાત્રે મારી કેટડીનું તાળું નાઝી સિપાઈઓએ ખેલ્યું અને પશુની જેમ મને ખેંચીને બહાર કાઢ. જમીન ઉપર પથ્થરની જેમ પછાડ ને ઘસડીને ઐફિસમાં લઈ ગયા. ત્યાં એક બિહામણુ ચહેરાવાળો નાઝી અફસર બેઠો હતો. તેની સામે મને ઉભો રાખે. મિત્ર રાજ્યના લશ્કરની હિલચાલ સબંધી બાતમી મેળવવા માટે તેણે મને અનેક પ્રશ્નો પૂછ્યા. પૂછતો જાય ને વચમાં લાકડીના માર બરડામાં મારતે જાય. જેમ નરકમાં પરમાધામીઓના ત્રાસથી નારકીઓ ભયભીત બની જાય છે ત્યારે બોલે છે અમારો શું ગુન્હો છે કે અમને આટલે બધે માર મારે છો ? ત્યારે પરમાધામીએ એના આગળના ભવના ગુન્હા કહેતો જાય કે તે પરભવમાં આવું પાપ કર્યું હતું ને માર મારતો જાય. આ રીતે સૈનિકને નાઝીઅફસર પૂછો જાય ને માર મારતો જાય. ખૂબ માર્યો પણ જવાબ ન આપે ત્યારે એણે મને
ત્યારે મેં કહ્યું હતું. જર્મની તથા ફ્રાન્સની સરહદના એક નાનકડા ગામમાં મારે જન્મ થયો હતો. એ વાત કહી ત્યારે પેલા નાઝી અફસરે પૂછયું કે એ ગામ વિષે તું શું જાણે છે? ત્યારે મેં કહ્યું કે એ ગામમાં મારા વૃદ્ધ દાદીમા રહેતા હતા. તેમણે મને ઉછેરીને કર્યો હતો. મારું બાળપણ ત્યાં વીત્યું હતું. ત્યારે એ નાઝી મારા ઉપર ગુસ્સો કરીને કહેતો કે તું તે ગપ્પા હાંકે છે. તદન જૂઠું બોલે છે એમ કહી મારા બરડામાં જોરથી લાકડી મારીને કહેતો કે એ ગામમાં તું કે જાણે