________________
શારદા સરિતા
૫૭૧
માટે રામચંદ્રજી અને રાવણ વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. એની પાછળ રામાયણની રચના થઈ અને જેમણે મહાસાગર ઉપર સેતુ બાંધવાનું ભગીરથ કાર્ય કર્યું હતું, લંકાને રાખમાં રેબી સીતાજીને પાછા મેળવ્યા એવા રામ કે રાવણના આજે નામનિશાન નથી દેખાતા. રાજ્યના લાભ ખાતર દુશાસન, દુર્યોધન આદિ કૌએ ધર્મરાજાને જુગાર રમાડયા. કપટથી હરાવીને વનવાસ આપે. છેવટે પાંડવો અને કૌર વચ્ચે કુરૂક્ષેત્રમાં જંગ જામ્યા ને પાંડેએ જીત મેળવી છતાં આ પૃથ્વી પર નથી તે પાંડે કે નથી તે કૈર. દુર્યોધન, દુઃશાસન યુધિષ્ઠિર ભડવીર ભીમ, વિશ્વામિત્ર કે વસિષ્ઠ કઈ નજરે પડતું નથી. આવા સત્યુગના અલંકાર જેવા એ મોટા રાજા, મહારાજાઓ ને માંધાતાએ ચાલ્યા ગયા. નથી એમના દેહ દેખાતા કે એમના દેહની રાખ પણ નથી દેખાતી. દુનિયામાં નજર કયાં નાંખવી, કેઈ દેખાતું નથી. આ બધા ચાલ્યા ગયા પણ અફસોસ! પૃથ્વી કેઈની સાથે નથી ગઈ. પણ મને એ વાતને આનંદ છે કે પૃથ્વી આપની સાથે આવશે.
મુજે ભેજને પત્ર વાંચ્યો ને તેની આંખ ખુલી ગઈ. અહો! જે પૃથ્વી કેઈની સાથે નથી ગઈ એ શું મારી સાથે આવશે? છ છ ખંડના માલિક એવા ચક્રવર્તિઓને પણ એક દિવસ છ ખંડનું રાજ્ય છોડીને જવું પડ્યું છે તો શું માળવાના રાજ્યસિંહાસન ઉપર હું થડે કાયમ માટે ટકી શકવાન છું? અરેરે આ રાજ્યના લોભ ખાતર મેં મારા ભાઈ સિંધવની આંખની રોશની બૂઝાવીને ભેજની હત્યા કરાવી. ખરેખર, મેં મહાન પાપ કર્યું છે. પવિત્ર અને નિર્દોષ બાળકની હત્યા કરાવતાં મને શરમ ન આવી! મારા જેવો ધિક્કારને પાત્ર આ જગતમાં બીજો કઈ નહિ હોય.
આમ બેલતાં એની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. હાથમાં રહેલે ભેજને પત્ર તેના આંસુથી ભીંજાઈ ગયો. એનું અંતર પિકાર કરતું હતું કે હે પાપી મુજા ભેજની હત્યા કરનાર તું હવે માળવાના સિંહાસન માટે નાલાયક છે. યાદ રાખ, લોહીની ધરતી ઉપર કદી રાજસિંહાસન ટકી શકતું નથી. તું યાદ રાખ, સિંહાસન અહીં રહી જશે ને તારે સિંહાસન મૂકીને ચાલ્યા જવું પડશે. એના અંતરમાં પશ્ચાતાપને પાવક પ્રજવલિત થશે તેમાં મુજનું પાપ ભડભડ બળી રહ્યું હતું. એ તે સમજતા હતા કે ભેજને મારી નાંખે છે એટલે હવે એ પવિત્ર ને નિર્દોષ, હસતે-રમતે, ખેલતોકૂદતે બાળક મને કયારેય પણ જોવા મળવાને છે? એને તલવારના ઝાટકા વાગ્યા હશે ત્યારે કેવું દુઃખ થયું હશે? આ વિચારે એમની આંખમાંથી બેરર જેવા આંસુ પડવા લાગ્યા. મુંજને કલ્પાંત વધવા લાગ્યો મહેલની દિવાલોમાં એને ભેજ સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
મહેલમાં આમથી તેમ આંટા મારતા મુંજ કરૂણ સ્વરે વિલાપ કરતાં બોલવા લાગ્યા-વહાલા બેટા ભોજ! મને માફ કર. મેં તને મરાવ્યો છે પણ તું જ્યાં હા