________________
શારદા સરિતા
મનુષ્યભવ મળે પણ ભવમણિના ફેરા ઓછા ન થાય તે આ નિષ્ફળ જશે. માટે કંઈક સમજે. સંસારનાં વૈભવ, લક્ષ્મી બધું શાશ્વત નથી. એક આત્મા શાશ્વત છે. જૈન દર્શન અનેકાંત માર્ગ બતાવે છે. બાકી બધાં દર્શને એકાંતવાદી છે. કેઈ આત્માને એકાંત નિત્ય માને છે તે કઈ એકાંત ક્ષણિક માને છે. જ્યારે જૈન દર્શન શું કહે છે -
આત્મા દ્રવ્ય નિત્ય છે, પણ પર્યાયે પલટાય,
બાળાદિક વય ત્રણનું જ્ઞાન એકને થાય.” દ્રવ્યાનુઅપેક્ષાએ આત્મા નિત્ય છે ને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આ દેહની પર્યાય પણ પલટાયા કરે છે. પહેલાં બાળક હતું, પછી યુવાન થયે, વૃદ્ધ થયે આ બધી પર્યા છે. અહીં કેઈનું મૃત્યુ થાય તે આપણે કહીએ છીએ કે મરી ગયા. પણ અહીંથી મરીને ચાર ગતિ મહેલી કઈ ગતિમાં તે ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં બીજું શરીર ધારણ કર્યું પણ આત્મા તે એને એ જ છે. માટે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આ સ્વાદુવાદ માર્ગ બતાવનારું દુનિયામાં જૈન દર્શન સિવાય બીજું કઈ દર્શન નથી. આ જૈન દર્શનના રાહે ચાલશે તે બેડો પાર થઈ જશે.
સર્વપ્રથમ જીવે જ્ઞાન મેળવવું જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે“પઢાં ના તો યો” પ્રથમ જ્ઞાન અને પછી દયા. જ્ઞાન નહિ હોય તે કોની દયા પાળશે? જૈન ધર્મ દયામય ધર્મ છે. તમે અહીં આવીને ઊભા રહેશે તે સાધુ તમને કહેશે કે દયા પળો પણ બેસે એમ નહિ કહે, કારણ કે તમે જે યત્નાપૂર્વક ન બેસો તો કઈ જીવની હિંસા થઈ જાય. જ્યાં અહિંસા છે ત્યાં ધર્મ છે. અને હિંસા છે ત્યાં અધર્મ છે. સાચે શ્રાવક ગમે તેટલો લાભ મળે, તે પણ પિતાના દયામય ધર્મને ખાતર લાભ જતે કરે, પણ પાપમય બંધ ન કરે. ધર્મની વ્યાખ્યા કરતાં જ્ઞાની શું બોલ્યા છે :
धम्मो मंगल भुक्किळं, अहिंसा संजमो तवो। देवावितं नमसंति, जस्स धम्म सया मणो ॥
* દશ. સ. અ. ૧, ગાથા. ૧ * જ્યાં અહિંસા, સંયમને તપ છે ત્યાં ધર્મ છે. આ ધર્મમાં જેનું સદા મન રહે છે તેને દેવે પણ નમસ્કાર કરે છે. યાદ રાખો જીવદયા પાળનારે જંતુનાશક દવાઓ છંટાવે નહિ. સત્ય વાત હોય, પણ જ્યાં હિંસા થવાને સંભવ હોય ત્યાં જવાબ ન આપે. સુદર્શન શેઠનો દાખલે સાંભળે છે ને? અભયારણી તેનું રૂપ જોઈને મુગ્ધ બની. પૌષધમાં તેને ઉપાડી લાવ્યાં અને પિતાની કામના પૂર્ણ કરવાની યાચના કરી, ત્યારે સુદર્શન શેઠે કહ્યું કે હું નપુંસક છું. તેની વાતને સ્વીકાર ન કર્યો ત્યારે અભયારાણીએ કેધે ભરાઈને સુદર્શન શેઠને માથે બેડું આળ ચઢાવ્યું ને શ્રેણીક રાજાને