________________
૫૩૮
શારદા સરિતા શેઠને મળી આવીએ. અને શેઠના લગ્ન થયા છે તે અભિનંદન આપી આવીએ અને...એમ કહેતાં અટકી ગયા. ત્યારે શેઠ કહે છે બેલે.બેલે એમ કહેતાં કેમ અટકી ગયા ? ત્યારે કહે છે બીજું તે કાંઈ નહિ પણ આપના પુણ્યનો ઉદય છે! લીલાલહેર છે. આપની પાસે પિસો સારો છે તો આપણું ન્યાતની ધર્મશાળા જીર્ણ થઈ ગઈ છે અને પાંજરાપોળ તરફ પણ લક્ષ આપવા જેવું છે. એ માટે આપનું ધ્યાન દેરવા માટે અમે આવ્યા છીએ. એટલે શેઠ સમજી ગયા કે આ લેકે મારી પાસે પૈસા કઢાવવા આવ્યા છે. તેથી શેઠ કહે છે તમારી વાત સાચી છે. ધર્મના ખાતામાં આપવું જોઈએ. પણ આ નવા શેઠાણું સોળમી સદીના આવ્યા છે. એ આવ્યા ત્યારથી મને કહ્યા કરે છે કે મારે તે ઉભું રસોડું જોઈશે. ચૂલા અને સગડી મારાથી નહિ સળગાવાય. મારે તે ગ્લાસ જોઈશે. મારે એરકંડીશન રૂમ જોઈશે. એટલે જુઓને આ બધું ઘર રીપેરીંગ કરાવવામાં મારે ખર્ચ ઘણે થઈ ગયું છે ને લગ્નમાં પણ સારો ખર્ચ થયો છે. વળી જુના શેઠાણીને મંદવાડ લાંબો ચાલ્યા એટલે તેમની દવામાં પણ ઘણું ખર્ચ થયો છે. બોલો, હવે પૈસા ધર્માદામાં ક્યાંથી આપું? ત્યારે મહાજન કહે છે શેઠ! આટલે બધે ખર્ચો તો કને તે લાખ લેગ સવા લાખ જેવું છે. ઘાણ ભેગો ઘસરકો. ત્યારે શેઠ કહે છે તમે કહો છો તે બધું સાચું છે પણ ધાર્યા કરતાં ખર્ચ વધું થઈ ગયું છે એટલે હાલ પૈસા આપી શકું તેમ નથી.
ત્યારે મહાજન કહે છે શું બને એમ નથી? હમણ કઈ સંસારને ખર્ચ આવે અગર નવા શેઠાણી કહે કે મારે આવી સાડી જોઈએ, અગર અમુક દાગીના જોઈએ તે શું નહિ કરી શકે? એ નવી શેઠાણી કહે તેટલો ખર્ચ હોંશે હોંશે થાય પણ ધર્મના કાર્યમાં વાપરતા હોંશ ન થાય તેનું કારણ શું? સ્ત્રી પ્રત્યે જેટલે રાગ છે તેટલે ધર્મ ઉપર કયાં છે? ધર્મ ઉપર રાગ હોય તે આનાકાની કરે નહિ. મહાજન ધર્મશાળાના આદિ શુભ કાર્યમાં પૈસા લખાવવા માટે સામા પગલે ચાલીને આવ્યા છતાં શેઠે ચોખ્ખી ના પાડી દીધી. મહાજનને થયું કે હવે કંઈ વળે તેમ નથી એટલે નિરાશ થઈને ચાલ્યા ગયા.
દેવાનુપ્રિય! સંસારમાં હાય પત્ની ને હાય પિસા કરે છે પણ જે જે આ સ્વાર્થની માયા કેવી છે? શેઠે મહાજનને રાતી પાઈ પણ આપી નહીં. અહીં શેઠાણી વખત જતાં જ નવી નવી ચીજો માંગે છે અને શેઠને મોહવશ થઈને બધું લાવી આપવું પડે છે એના રંગ-ઢંગ કંઈ ઓર છે. દાગીના, કપડા અને પૈસા. બધું શેડાણી એના પિયર ભેગું કરે છે ને ઉપરથી શેઠને દબડાવતી જાય છે, ને બીજી બાજુ મીઠું મીઠું બેલતી જાય છે. ત્યારે શેઠને થયું કે અહે! જેના મેહમાં ફસાયે તે સ્ત્રી કેવી સ્વાથ છે એને કંઈક જોઈએ ત્યારે મારી પાસે કેવી નમ્રતા બતાવે છે ને જોઈતું