________________
૫૩૭
શારદા સરિતા છે ને સમજાઈ ગયું કે આ સંસાર અલિતા પવિતા જેવો છે. જ્યાં ચારે તરફ રાગ-દ્વેષ અને મોહની આગ ફાટી નીકળી છે. જ્યારે ઘરમાં આગ લાગે છે ત્યારે માણસ શું કરે છે?
जहा गेहे पलितम्मि, तस्स गेहस्स जो पहू । सार भंडाणि नीणेइ असारं अव उज्जइ ।। एवं लो पलित्तम्मि जराए माणेण य । अप्पाणं तारइस्सामि, तुब्भेहि अणुमन्निओ ॥
ઉત્ત સૂ. અ. ૧૯, ગાથા ૨૨-૨૩ જ્યારે ઘરમાં આગ લાગે ત્યારે માણસ ભડભડતી આગમાંથી સાર વસ્તુઓ કે જેના મૂલ્ય વધારે અને વજન ઓછું હોય તેવી વસ્તુઓ ગ્રહણ કરીને બહાર નીકળી જાય છે પણ સોફા-ગાદલા-ઓશીકા કે રેડિયે બચાવવા રહેતા નથી તેમ જમાલિકુમાર તેના માતા-પિતાને કહે છે આ જરા અને મરણરૂપી આગથી બળતા આ સંસારમાં આપની આજ્ઞા લઈને હું સંયમ લઈને મારા આત્માને તારીશ.
આ સંસાર સ્વપ્નના સુખ જે છે. જેમ સ્વપ્નમાં કઈ માણસ ધનવાન બની જાય છે તે કઈ ગરીબ બની જાય છે. પણ સવાર પડતાં તે હવે તે ને તે રહે છે. યુવાની સંધ્યાના ખીલેલા રંગ જેવી છે. સંધ્યા ક્ષણવારમાં અસ્ત થઈ જાય છે તેમ યુવાની પણ ક્ષણવારમાં ચાલી જાય છે. વળી આ શરીર પણ સડણ–પડયું સ્વભાવવાળું છે. એમાં કયાં આનંદ પામવા જેવું છે ! અત્યારે આત્મસાધના કરવાને અનુકૂળ સમય છે. સમય હાથથી ચાલ્યા જશે પછી પસ્તાવાને પાર નહિ રહે. માટે જ્યારે શરીર સારું હોય, યુવાવસ્થા વતી હોય ત્યારે આત્માની આરાધના કરવી જોઈએ. પછી તે આ ઈન્દ્રિઓ શિથિલ બની જશે. તમારૂં કહ્યું નહિ કરે તે વખતે શું બની શકશે? માટે અત્યારે વિવેકદષ્ટિ વાપરી આ દેહ પાસેથી કામ કઢાવી લો, નહિ તે પાછળથી પસ્તાવું પડશે. પછી કરવાની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ બની શકતું નથી. એક ન્યાય આપીને આપને સમજાવું.
એક શેઠ ખૂબ ધનવાન હતા. એમના શેઠાણી ગુજરી ગયા પછી ફરીને શેઠે લગ્ન કર્યા. ત્યારે ન્યાતના આગેવાનોને થયું કે ચાલે, શેઠ નવા શેઠાણી પરણ્યા છે. મોટી ઉંમરે પણ સારા ઘરની કન્યા મળી છે એટલે લગ્નના આનંદમાં છે. તે લગ્નની ખુશાલીમાં ધર્મ ખાતે વાપરવા માટે સારી રકમ કઢાવીએ. આમ વિચાર કરી મહાજન શેઠના ઘેર ગયું. પોતાને ઘેર મહાજનને આવતાં જોઈ શેઠને ખૂબ આનંદ થયે ને ઉભા થઈને મહાજનને આવકાર આપતાં કહ્યું–પધારો–પધારો. મારું આંગણું પાવન થયું. એમ કહી આસન આપી મહાજનને બેસાડ્યું. ચા-પાણી-નાસ્તા કરાવીને પૂછ્યું-ફરમાવે કેમ આપનું પધારવું થયું? ત્યારે મહાજન કહે છે આજે એમ થયું કે ચાલે