________________
શારદા સરિતા
૫૦૫ વેચાતો રાખજે હોય તે વેચાતે રાખી લે અને ગીરવી રાખો તો મને બદલામાં પૈસા અપાતા હોય તે આપ. શેઠ ચતુર ઝવેરી હતા. પડીકું ઉઘાડતાં પારખી લીધું કે આ હીરે નથી, કાચને ટુકડે છે. પણ મારા મિત્રે આ મા-દીકરાના આશ્વાસન ખાતર આમ કર્યું લાગે છે.
શેઠ કહે છે બેટા ! આ બહુ મૂલ્યવાન હીરો છે. હમણાં એના ભાવ જેટલા જોઈએ તેટલા ઉ૫જશે નહિ. તું એમ કર. આ હીરે હમણું તારા ઘેર મૂકી રાખ અને તું મારી દુકાને કામ કરવા બેસી જા. તમારે ખર્ચ માટે જે પૈસા જોઈએ તે હું આપીશ. હું તને ઝવેરાતને ધંધે શીખવાડી દઉં. છોકરે રાજી રાજી થઈ ગયો. હીરે પોતાની માતાને આપી દીધે ને પિોતે શેઠની દુકાને કામ કરવા બેસી ગયો. એક વર્ષમાં તે છોકરો ઝવેરી બની ગયો. ઝવેરાત પારખવાની લાયકાત આવી ગઈ. એટલે શેઠ કહે બેટા ! હવે પેલો હીરે લઈ આવ. આપણે તેના મૂલ્ય આંકીએ. છોકરો ઘેર ગયો. કબાટમાંથી હીરે કાઢ. હવે એ ઝવેરી બની ગયું હતું. કાકા પાસે લઈ જવા જેટલી ધીરજ ખમી શકો નહિ. મારા કાકા એનું મૂલ્ય કરશે પણ એ પહેલાં હું એના મૂલ્ય આંકી લઉં. પડીકું ખોલ્યું. જોયું તે કાચને ટુકડો છે. હવે એ લઈ જાય ખરો? અગર તિજોરીમાં મૂકે ખરો?
બહેનો જેમ ઘઉંમાંથી કાંકરા વીણીને ફેંકી દે તેમ છોકરાએ કાચનો ટુકડો ફેંકી દીધે. માતા કહે છે બેટા ! તું શું કરે છે? કિંમતી હીરાને આમ ફેંકી દેવાય? ત્યારે દીકરો કહે છે માતા ! એ હીરે નથી પણ કાચને ટુકડે છે. અજ્ઞાનપણે મેં કાચના ટુકડાને હીરે માને. પણ હવે મને હીરા અને કાંકરા પારખવાનું જ્ઞાન થઈ ગયું માટે હવે કાચના ટુકડાને સંગ્રહ નહિ કરું.
દેવાનુપ્રિયે ! એ છોકરે તે એક વર્ષમાં હીર પારખવામાં જાણકાર બની ગયો પણ તમે કેટલા વર્ષોથી આ વીતરાગ પ્રભુની પાઠશાળામાં આવે છે? હજુ તમને પિછાણ થઈ છે સાચું શું અને ખોટું શું છે? કઈ માણસ કાંકરાને તિજોરીમાં ભારતે હોય તે તમે કહી દેશે કે આ તો એક નંબરનો મૂર્ખ છે. બેવકૂફને કંઈ ખબર નથી પડતી કે તિજોરીમાં શું ભરાય? રત્ન કે કાંકરા? તમે પણ વર્ષોથી અહીં આવીને સપત્તિ, વૈભવવિલાસ અને વિષના કાકા તમારી જીવનતિજોરીમાં ભરતા હો તે મારે તમને કેવા કહેવા? (હસાહસ) અમૃતના કટોરા છેડીને વિષના કટોરા પીવા જાય, હીરા છોડીને કાંકરાને સંગ્રહ કરે, હાથીની અંબાડી છોડીને ગધેડાની અંબાડી પર બેસવા જાય તે ડાહ્યો કહેવાય કે મુખે કહેવાય? તમે આવા તો નથી ને? જીવ સમજણના ઘરમાં ન આવ્યો હોય ત્યાં સુધી પેટે બેજે ખેંચ્યા કરે છે. ગધેડાની જેમ છાલકા ઉપાડી જાણે છે. પણ આ છાલકામાં શું છે તેની ગધેડાને ખબર હોતી નથી.