________________
૫૦૪ '
શારદા સરિતા મટતી નથી, તે રીતે મેક્ષ મેક્ષ બલવા માત્રથી મેક્ષની પ્રાપ્તિ થતી નથી પણ પુરૂષાર્થ કરવાથી મોક્ષ મળે છે.
જેણે મોક્ષ તરફને પુરૂષાર્થ આદર્યો છે તેવા જમાલિકુમાર માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. જેને હીરાની પીછાણ થાય છે તે કાચના ટુકડાનો સંગ્રહ ન કરે. કાચના ટુકડાને હીરે કેણ માને ? જેને હીરાની પીછાણ નથી તે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક ઝવેરી પહેલાં ખૂબ ધનવાન હતું. પણ જગતમાં પુણ્ય-પાપની લીલા અલૌકિક છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. આ ઝવેરી મરણ પથારીમાં સૂતે છે, ઘરમાં કોઈ રહ્યું નથી. પાછળ પત્ની અને નાના પુત્રની શું સ્થિતિ થશે તેની ચિંતા કરતો હતો. અંતિમ સમય નજીક આવ્યો જાણી એની પત્નીને કહ્યું ઘરમાં કઈ રહ્યું નથી પણ આપણી ખાલી તિજોરીમાં એક ડબ્બી છે તેમાં લાવ કાગળે વીંટેલે એક કિંમતી હીરે છે. બધું ગયું પણ એટલું બચાવી રાખ્યું છે. તમે જ્યારે ખૂબ કષ્ટમાં મૂકાઈ જાવ ત્યારે એ હીરે મારે મિત્ર ઝવેરી છે તેને ત્યાં વેચજો. શેઠને વિશ્વાસ હતો કે મારે મિત્ર સ્વાથી નથી પણ દુઃખમાં સહાય કરે તે છે. ઘરમાં ભલે ખાવાનું ન રહ્યું પણ આશાના તંતુએ માણસ જીવી શકે છે એમ વિચારી શેઠે એની પત્નીને આશ્વાસન આપ્યું અને શેઠ પરલોક પ્રયાણ કરી ગયા.
માતા લોકેના કામ કરી, દળણું દળી પિતાનું અને દીકરાનું જીવન વિતાવે છે. પણ સમય જતાં ખૂબ ભીંસમાં આવી ગયા, કારણ કે કામ કરવાની તાકાત નથી. દીકરે ભણે છે. ખર્ચ કયાંથી કાઢ? ત્યારે માતા એના દીકરાને કહે છે બેટા! આ પડીકું લઈને તારા કાકા ફલાણા શેઠ છે તેમને ત્યાં જા અને હીરે વેચીને જે આપે તે લઈ આવ. એ શેઠ ખૂબ પ્રમાણિક છે. પતિ ચાલ્યા ગયે છે પણ પત્નીને પતિના મિત્ર ઉપર વિશ્વાસ છે. શેઠ જરા પણ માયાવી ન હતા. જેવા અંદર તેવા બહારથી પવિત્ર હતા. માયા કરવાથી માણસ કેટલે નીચે ઉતરી જાય છે. ચોવીસ તીર્થકરમાં ઓગણીસમા મલ્લીનાથ ભગવાને આગળના ભાવમાં કેટલી માયા સેવી હતી? બધા મિત્રોની સાથે પૈષધ કરવાનું નકકી કર્યું. એમને વિચાર થયે કે આ ભવમાં હું બધાથી મોટે છું તે આ ભવમાં બધાથ વધુ કરણી કરૂં તે આવતા ભવમાં મેટી પદવી મળે. નહિતર સરખા થઈ જઈશું, માટે છઠ્ઠ કરી લઉં. આ કઈ સંસારની ગાઢ માયા ન હતી. એક પૌષધ કરવાને બદલે છઠ્ઠ કર્યો એટલી માયા કરી તે સ્ત્રી બનવું પડયું. પુરૂષ માયા કરે તે સ્ત્રી થાય, સ્ત્રી માયા કરે તે નપુંસક થાય. માટે માયા સર્વથા તજવા ગ્ય છે.
શેઠ ખૂબ પવિત્ર હતા. માતાની આજ્ઞાથી દીકરે શેઠની દુકાને ગયા. પડીકું આપીને કહે છે કાકા! આ કિંમતી હીરે મારા બાપુજી મૂકીને ગયા છે. હવે આપને