________________
શારદા સરિતા
૫૦૧ આકાંક્ષાહિત બનીને શ્રમણ ભગવંત મહાવીર પ્રભુ પાસે દીક્ષા લેજે. એ વાત સત્ય છે, પણ આપણે બંનેમાંથી કેણું પહેલું જશે તેની ખબર છે? કાચા સુતરના તાર જેવા આયુષ્યને શું ભરોસો છે? આયુષ્ય ક્ષણેક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે. હું તારા ગર્ભમાં હતા ત્યારથી મારી સામે બે દુશ્મન મેં ફાડીને બેઠા છે. કારણ કે જીવ ગર્ભમાં આવે છે ત્યારથી તેનું આયુષ્ય ભોગવાય છે. ગર્ભ માં આવીને ઉત્પન્ન થતાં પહેલાં પૂર્વભવનું શરીર જીવે છેડયું અને વાટે વહેતાં એક-બે-ત્રણ જેટલા સમય ગયા તે આ ભવના આયુષ્યમાંથી ઓછા થાય છે. જીવ અહીંથી મરતા પહેલાં આયુષ્યના ત્રીજા ભાગે બંધ પાડે છે. આવતા ભવનું આયુષ્ય બાંધે છે. એ આયુષ્ય બંધાયા પછી સત્તામાં બે આયુષ્ય રહે છે પણ ભગવાય છે એક. જ્યારે પૂર્વને દેહ છોડીને વાટે વહેતે થાય છે ત્યારથી નવું આયુષ્ય ભોગવે છે. દીકરે વર્ષનું થાય ત્યારે વર્ષગાંઠ ઉજવે છે. પણ ભગવાન કહે છે તારી ગાંઠમાંથી એક વર્ષ ઓછું થયું. તેની ચિંતા થવી જોઈએ. જમાલિકુમાર એની માતાને કહે છે હે માતા ! આયુષ્યને શું ભરસો છે?
આવશે એ કાળ કયારે કંઈએ કહેવાય ના, દીપક બુઝાશે જ્યારે સમજી શકાય ના. જીદગીને મહેલ માની રચે પચ્ચે મહીં,
પાનાનો મહેલ છે એ મને ખબર પડી નહીં, ખબર નહિ (૨) એ મહેલના નહીં કરવા ભારેસા (૨) .... આવશે
વરસાદ પડે અને રેતી પલળે ત્યારે બાળકે પગ ઉપર રેતી ચઢાવીને કૂબા બનાવે છે કે આ મારું ઘર એમ કહી આનંદ માને છે. પણ એના બંગલાને કઈ પણ હાથ અડાડે તે ભાંગીને ભૂક્કો થઈ જાય છે. આજે બહેને ઘણી હોંશિયાર બની ગઈ છે. દવાની નાની નાની એકસરખી બાટલીઓને તાજમહેલ જે બંગલો બનાવીને શૈકેસના કબાટમાં મૂકે છે. પણ એને સહેજ ઠોકર વાગે તે ભાંગીને ભૂક્કો થઈ જાય છે. એ ગંજીપાના મહેલ જેવી માનવની જિંદગી છે. એનો વિશ્વાસ કરવા જેવો નથી. હજુ પણ જમાલિકુમાર તેની માતાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ન ચરિત્ર – કર્મને વિપાક કે ભયંકર છે. જાલિનીએ પુત્રને જન્મ આપ્યો. જ્યારે શિખીકુમારને જીવ ગર્ભમાં હતો ત્યારથી માતાને સારા દેહદ ઉત્પન્ન થયા હતા છતાં તેને એમ ન થયું કે આ ઉત્તમ જીવ છે અને જન્મ પછી તેને મારવા તૈયાર થઈ.
માતાને દીકરો શ્વાસપ્રાણુ વહાલો હોય તેના બદલે આ માતા કેવું કરવા ઉઠી છે! દીકરે તે દાસીએ રાજાને સેંપી દીધું. રાજાએ તેને કેઈના ઘેર પત્ની ન જાણે તે રીતે ઉછેરવાની બધી વ્યવસ્થા કરી. પ્રધાનની પત્નીને મરેલો પુત્ર જન્મે છે તેવું જાહેર કર્યું, શિખીકુમાર ધીમે ધીમે મોટે થાય છે. એને ખબર પડે છે કે મારી માતાને