________________
૧૦
શારદા સરિતા પણ રાણીએ હઠ ન છોડી. અને મારી આગળ નાથ ઢીલો પડી ગયો દૂધ બગડે તે દિવસ બગડે, અથાણું બગડે તે વર્ષ બગડે, પણ શ્રીમતી બગડે તે? જિંદગી બગડે. (હસાહસ). પત્ની પાસે પતિ ઢલે કેમ પડી જાય છે? બ્રહ્મચર્ય પાળવાની તાકાત નથી. વિષયાધીન પુરુષ સ્ત્રીના ગુલામ બની જાય છે. તેમાં કંઈ આશ્ચર્ય નથી. કણકે સ્ત્રીને આધીન થઈને ચેડા રાજા સાથે એક હાર અને હાથી માટે ખૂનખાર યુદ્ધ ખેલ્યું. તેમાં એક કરોડને એંશી લાખ માનવીને સંહાર થઈ ગયા. રાજા ખૂબ ન્યાયી હોવા છતાં સ્ત્રીના રાગમાં રંગાઈ જવાથી મુંઝાયા. કંઈ સૂઝ પડતી નથી શું કરવું ? એ પ્રશ્ન ઊભે થયો. પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રધાનને બોલાવ્યા અને બધી વાત કરી. શું કરવું? એ રસ્તો કાઢો કે સાપ મરે નહિ ને લાઠી ભાંગે નહિ. મંત્રીએ એક કીમિયો શોધી કાઢયો. પણ એમાં કેટલું કપટ છે !
બંધુઓ ! જે જે હવે આ વિષયસુખને રાગ કેવું નાટક ભજવે છે. રાણી પ્રત્યે રાજાને રાગ છે. એ સુખને રાગે છળકપટ કરાવ્યું. મંત્રીની સુચના મુજબ રાજાએ લડાઈની તૈયારી કરાવી. લડાઈની ભેરી વાગવા માંડી. અને જાહેરાત કરાવી કે સરહદ ઉપર એક રાજા મારી આજ્ઞા માનતો નથી. તેને મનાવવા માટે રાજા યુધ્ધ કરવા જાય છે. આ સમાચાર વિવભૂતિને મળ્યા કે તરત દોડતા પિતાના મોટા કાકા પાસે હાજર થયા. કાકાના ચરણમાં પડીને નમ્રતાપૂર્વક કહ્યું કે અમારા બેઠાં આપે લડાઈમાં જવાય નહિ. અમે અહીં બેઠાં લીલાલહેર કરીએ અને આપ લડાઈમાં જાવ તે અમારા માટે કલંકરૂપ છે. વડીલ પ્રત્યેને કેટલો વિનય ! આજે તો વિનય વગડામાં ચાલ્યા ગયા છે. રાજાને તે એટલું જોઈતું હતું. તેને દાવ સફળ થયે. સૈન્ય લઈ વિશ્વભૂતિસરહદ ઉપર ગયા ત્યાં જઈને રાજાને કહેવડાવી દીધું કે કાં તું મારા કાકાની આજ્ઞા શીરે માન્ય કર, કાં તે લડાઈ કરવા તૈયાર થઈ જા. પેલો રાજા તે આવીને ચરણમાં પડી ગયો ને કહ્યું સાહેબ ! હું તો આપનો સેવક છું. મારે રાજાની આજ્ઞા શીમાન્ય . મારે આપની સાથે લડાઈની વાત કેવી ! તરત ત્યાંથી વિભૂતિ સૈન્ય લઈને પાછા ફર્યા. આ તરફ વિશ્વભૂતિ લડાઈ કરવા ગયા અને તરત વિશાખાનંદી બગીચામાં દાખલ થઈ ગયા. વિશ્વભૂતિ કાકાને મળ્યા. પિતાનું કાર્ય પૂર્ણ કરી બગીચામાં દાખલ થવા જાય ત્યાં પહેરેગીર કહે ખડે રહો, અંદર વિશાખાનંદી છે. આ સાંભળીને વિવભૂતિ સમજી ગયા કે મને બગીચાની બહાર કાઢવા માટે આ લડાઈની ખોટી બનાવટ કરી: લાગે છે. જે કાકા પ્રત્યે હું આટલે પૂજ્યભાવ રાખું છું તે કાકાએ પણ આવું માયાકપટ કર્યું? આ વિશ્વાસઘાત કરનાર કાકાને તેનાં કડવાં ફળ ચખાડી દઉં. એમ નિર્ણય કરીને એવી જોરથી મુકી કેઠાના ઝાડને મારી તેના બધા ફળ ધરતી ઉપર પાડી નાંખ્યાં ને કહ્યું કે આ કેઠાના ફળની જેમ તમારા બધાનાં માથા શરીરથી જુદાં કરી શકું તેમ છું પણ મને તમારી દયા આવે છે. વિશ્વભૂતિના અંતરમાં કષાયને