________________
શારદા સરિતા
-
૯
ચાલ્યું નહિ. આગળના સમયમાં દરેક ક્ષેત્રમાં આવી મર્યાદા હતી અને તેનું પાલન પણ બરાબર થતું હતું. તેથી ઘણાં અનર્થો થતા અટકી જતા. અત્યારે પણ જ્યાં મર્યાદાઓનું પાલન બરાબર થાય છે ત્યાં બધું કામ વ્યવસ્થિત રીતે ચાલે છે. મર્યાદા એ સજજને માટે અંકુશ સમાન છે.
આજે જે જૈનકુળની મર્યાદા બરાબર જળવાઈ હતી તે જૈનકુળ જગતમાં ગૌરવવંતાં બનત. જેનકુળની મર્યાદા એટલે અન્યાય, અનીતિ અને અધર્મનું આચરણ ન કરાય, રાત્રી જન ન કરાય, પરસ્ત્રી સામે કુદૃષ્ટિ ન કરાય, વિશ્વાસઘાત ન કરાય, કંદમૂળ ન ખવાય, અભક્ષ્યનું ભોજન ન કરાય, સાત વ્યસને માંહેલાં એક પણ વ્યસનનું સેવન ન કરાય. યથાશકિત સદ્દગુરુઓ અને સ્વધર્મબંધુઓની ભક્તિ કરવી અને જીવનમાં સત્ય-નીતિ-અને સદાચાર અપનાવવાં. આ છે જેનકુળની મર્યાદા. પણ આજે તો આ મર્યાદાઓ માંદી પડી ગઈ છે. જે માત્મા આવી મર્યાદાનું પાલન કરે છે તેની આજને સુધરેલો માનવી મઝાક ઉડાવે છે પણ એ સમજદાર વ્યક્તિની દષ્ટિએ દયાને પાત્ર છે.
વિશાખાનંદી ત્યાંથી નીકળી પિતાની માતાના મહેલે ગયો. માતાના ખેાળામાં માથું મૂકી રડી પડયે. જે જે રાગની હોળી કેવી સળગે છે. માતા પૂછે છે બેટા શું છે?” પુત્ર કહે છે “હે માતા ! તું રાજરાણી, મારા પિતાનું રાજ્ય ચાલતું હોય અને મને બગીચામાં જવા ન મળે? અહંભાવને ઉછાળો આવ્યો. હુંકાર આત્માને પટકાવે છે. શનિ-મંગળ-રાહુ વિગેરે નુકશાન નથી કરતા તેથી અધિક અહંકાર નુકશાન કરે છે. પુત્રની વાત સાંભળી માતાને ઘણું દુઃખ થયું અને ગુસ્સો આવ્યું. જે માતામાં મોહનું જેર ન હોત તે કહિ દેત કે “બેટા! એ તે આપણી પ્રણાલિકા છે. આ જગ્યાએ તું પહેલાં બગીચામાં દાખલ થયેલે હેત તે વિશ્વભૂતિ પ્રવેશ ન કરી શક્ત. માટે એમાં દુખ કરવા જેવું શું છે ?” એમ કહી પુત્રને શિખામણ આપત અને બધી વાત પતી જાત. પણ મેહનું જોર આવું કરવા દે નહિ. રાણી રાગની ભરેલી હતી.
કેપથી ધમધમતાં મહારાણી કપઘરમાં ચાલ્યાં ગયાં. મહારાજાને ખબર પડી કે મહારાણી રિસાઈને કેપઘરમાં ગયા છે. રાજા મહેલમાં આવીને પૂછે છે કે તમને શું થયું છે?. તમારું કેઈએ અપમાન કર્યું છે? તમારું મન કેઈએ દુભાવ્યું છે? શા માટે આ કેપ છે? રાણી કહે છે મારું અપમાન નથી થયું પણ મારા લાડકવાયા પુત્રનું હડહડતું અપમાન થયું છે. તમે રાજા હોવા છતાં મારો પુત્ર બગીચામાં ક્રિડા કરવા જઈ શકે નહિ, ગયેલો પાછો ફર્યો એ કેટલું ઘોર અપમાન કહેવાય! જ્યાં સુધી મારો પુત્ર બગીચામાં ક્રિડા કરવા ન જાય ત્યાં સુધી મારે અન્નપાણી હરામ છે. રાજા કહે છે એ તે આપણુ કુળની મર્યાદા છે. એમાં અપમાન શેનું? ખૂબ સમજાવી