________________
શારદા સરિતા મહારાજા જોગીદાસ મહારાજ મનુષ્ય ન હતા ત્યારે રાજાએ ગુસ્સે થઈને કહ્યું-એ કેણ હતા ને કેવા હતા? પંડિતજીએ કહ્યું-રાજા સાહેબ તેમને ચાર પગ હતા. મેટું લાંબુ હતું ને પેટ મોટું હતું. પણ ગધેડે હતો તેમ કહેવું તે પાપ છે એમ પંડિતજી માનતા હતા. ત્યારે રાજા કહે છે તમે કહો તેવા જોગીદાસ મહારાજ હોય તે શું તે ગધેડે હતે? પંડિતજીએ કહ્યું-હા, મહારાજા. પણ આવા પવિત્ર આત્માને ગધેડે કહે તે મહાન પાપ છે. રાજાએ પ્રધાન સામે જોઈને કહ્યું–બધા તો મૂખ ભેગાં થયા છે પણ પ્રધાનજી ભેગા તમે પણ મૂર્ખના સરદાર બન્યાને ? તમારે તે કંઇક વિચાર કરવો હતો ને? આખી સભા ખડખડાટ હસી પડી. તમને પણ ખૂબ હસવું આવે છે. પણ મારા બંધુઓ ! તમે વિચાર કરજે. આ દષ્ટાંતમાંથી આપણે એ સાર લેવાનો છે કે તમે અનુકરણ કરો તો સારાનું કરજે, પણ આવું અંધ અનુકરણ ન કરશે.
દેવાનુપ્રિયે! તમે અનુકરણ કેનું કરો ? જુઓ, આ તમારી સામે ૪૫ ઉપવાસની તપશ્ચર્યા કરનાર તપસ્વી પરસોતમભાઈ બેઠા છે. આ બે નાના સતીજી બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે ૧૯ મે ને બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને આજે ૧૪ મો ઉપવાસ છે. પ્રતાપભાઈ રતનબહેનને આજે ૨૯મે ઉપવાસ છે. તે સિવાય બીજા ત સ્વીઓ ઘણું છે. તેમને જોઈને તપ કરવાનું અનુકરણ કરે. બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લે. કર્મની ભેખડે તેડવા માટે તપની અવશ્ય જરૂર છે. ભગવાને કહ્યું છે કે :
अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दन्तो मुही होइ, अस्सिं लोए परत्थ य ॥
ઉત્ત. સૂ. અ. ૧, ગાથા ૧૫ આત્મા દમન કરવા યોગ્ય છે. આત્માને ખૂબ કષ્ટથી દમી શકાય છે. જે આત્માને દમે છે તે આલેક ને પરલેકમાં સુખી થાય છે. પણ આત્માને શેનાથી દમ જોઈએ?
वरं मे अप्पा दन्तो संजमेण तवेण य । - પાદું ઘહિં તો, વં િવરિ.
ઉત્ત. સૂ. અ. ૧, ગાથા ૧૬ સંયમ અને તપથી આત્માનું દમન સ્વેચ્છાથી કરશે તે આત્મા કર્મથી મુક્ત બની જશે, નહિતર કર્મ અનુસાર બીજ ગતિમાં વધ અને બંધનથી આત્માને દમાવું પડશે.
આત્મા તે અરૂપી છે છતાં તેનું દમન કઈ રીતે કરી શકાય છે? આત્માની બે દશા હોય છે. એક સ્વભાવદશા અને બીજી વિભાવદશા. સિદ્ધ ભગવાનને આત્મા સ્વભાવદશાવાળ છે ને આપણે આત્મા વિભાવદશાવાળો છે. જે આત્માની સાથે આઠ કર્મોમાંથી કઈ પણ કર્મની પ્રકૃતિ કામ કરતી હોય ત્યારે તે આત્મા વિભાવ આત્મા