________________
* વ્યાખ્યાન નં. ૨ -
“કષાયને ત્યાગ અષાડ સુદ ૧૦ ને બુધવાર
તા. ૧૧-૭–૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેનો !
શાસ્ત્રકાર ભગવંત અનંતકરૂણાના સાગર પ્રભુ બોલ્યા કે જીવાત્માઓ ! જે કર્મના બંધન તોડી ભવભ્રમણનો અંત લાવવો હોય તો તેના માટે કઈ ગ્ય જન્મ હોય તો માનવજન્મ છે. અને યોગ્ય ક્ષેત્ર હોય તો તે આર્યક્ષેત્ર છે. કારણ કે દિવ્યભૂમિમાં વસનાર દેવ કે ઈન્દ્ર ગમે તેટલે શકિતધારી હોય તો પણ તેની
કાત નથી કે તે ઘાતકર્મને ક્ષય કરી શકે અરે ! એટલી મોટી વાત કયાં કરવી ! એક નવકારશી પચ્ચખાણ ન કરી શકે. દેને જેટલા સાગરનું આયુષ્ય હોય તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. બે સાગરોપમનું આયુષ્ય હોય તે તેને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય. ત્યાં સુધી આહાર ન કરે છતાં તેને તપ કહેવાય? ના કંઈક સૂર્યવંશીઓ નવકારશી આવે ત્યાં સુધી પથારીમાંથી ઊઠયા નથી હોતા તો તેને કંઈ લાભ મળે? “ના” જે સમજણપૂર્વક સ્વેચ્છાથી ત્યાગ કરે છે. તેનું નામ તપ તેને લાભ મળે છે. અડધું અંગ રહી ગયું હોય, ઊઠવાની તાકાત નથી અને સંસારી સુખ ભેગવી શકતો નથી તો તેને શું બ્રહ્મચારી કહેવાય? પરાધિનપણે કરેલો ત્યાગ એ ત્યાગ નથી. ભગવંત કહે છે કે કર્મોનો ક્ષય કરવા માટે જીવનમાં બે વસ્તુની જરૂર છે. જુનાં કર્મોને તોડવા માટે તપ અને નવાં આવતાં કર્મોને રોકવા માટે સંયમવ્રત-પ્રત્યાખ્યાનની જરૂર છે. આ વસ્તુ કયાં બની શકે? મનુષ્યભવ સિવાય બીજે કયાંય બની શકે તેમ નથી.
મોક્ષપ્રાપ્તિના ચાર ઉપાયની વાત ચાલે છે તેમાં પહેલ વિષયોનો વિરાગ અને બીજે કષાયનો ત્યાગ. વિષયોને વિરાગ એટલે વિષય પ્રત્યે અણગમો થવો તે. પત્ની, ઘરબાર, માલ-મિલ્કત આદિ સ્થાવર અને જંગમ દરેક મિલ્કત એ બધા પરિગ્રહ છે. એ બધા પ્રત્યે વિરાગ ભાવ પેદા થાય ત્યારે આત્માને ઓર આનંદ આવે પણ પીકાર કંપનીની પાછળ જીવ પાગલ બની ગયો છે. પકાર કંપની કઈ છે? પત્ની, પિસા, પરિવાર, પદવી. અને પ્રતિષ્ઠા આ પકાર કંપની મળી ગઈ એટલે બસ, બધું મળી ગયું. પણ યાદ રાખજો કે આ પ્રકાર કંપની આત્માને પાપના પંકમાં ખેંચાવી દેનારી છે. આ પાંચ પીકારની પાછળ માનવી જુમી પાપ કરે છે. ભગવંતે બતાવેલી આત્માની પકાર કંપની તમારા જીવનમાં આવી જાય તે ભાવને બેડ પાર થઈ જાય. એ પકારની વાત પછી કરીશું. પણ અત્યારે પાપની પકાર કંપનીની વાત ચાલે છે.