________________
શારદા સરિતા લઈશ તે મારો રોગ મટશે. તેમ સર્વજ્ઞ પ્રભુના વચન ઉપર એટલી તે તમને અવશ્ય શ્રદ્ધા થવી જોઈએ કે પાપથી પાછા વળીશ અને ધર્મ કરીશ તે મારે પરભવ જરૂર સુધરશે.
, ભવ્ય જીવની ભવ્યતાના જોરે પ્રભુના મુખમાંથી શાસ્ત્રની સરવાણી છૂટી છે. એમને કંઈ જ સ્વાર્થ કે મોહ ન હતું. ચડકૌશીક જેવા ભયંકર ઝેરી નાગની ભવિતવ્યતાના જોરથી પ્રભુ ભયંકર જંગલમાં ગયા. અને મુખમાંથી શબ્દો સરી પડયા. બુઝ, બુઝ ચંડકોશીયા! અને ચંડકૌશીક ઉધાર થયે. આવા ને ઉધાર થયે તે મારો કેમ ન થાય એમ સમજીને પ્રભુના વચન ઉપર શ્રધ્ધા કરે, તમારે ઉધાર કેમ ન થાય! આજે વિજ્ઞાન ઉપર જેટલી શ્રદ્ધા છે, તેટલી વીતરાગ ઉપર નથી, ટેલીવીઝન આવ્યાં એટલે પ્રતિકમણ કરનારાની સંખ્યા ઓછી થઈ અને બાળકે જૈન શાળામાં જતા ઓછા થઈ ગયા. કારણ કે ટેલીવીઝન ઉપર પિકચર બતાવે છે. પ્રતિક્રમણ કરવા જાય તે જોવાનું - જતું રહે. એ એક પ્રકારનો મોહ છે ને? મેક્ષપ્રાપ્તિને બીજો ઉપાય કષાયોનો ત્યાગ ચાલે છે. કષાય એ મોહનીય કર્મને ભેદ છે. કષાય તે માનવીના અંતરમાં તાણવાણાની જેમ વણાઈ ગઈ છે. સંજવલન કષાય હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહિ. જીવને વિચાર આવે છે કે હે જીવ! તારી જિંદગી કેટલી બાકી છે ! સુખ મેળવવા માટે કષાયનું પિષણ કરું છું. આ જિંદગીને ભરોસો નથી; પલકારામાં ચાલ્યો જઈશ. તમે પિપર રેજ વાંચે છે ત્યારે પહેલા શું વાં? “જૈન મરણ” કેનું મરણ થયું છે ને કેની સાદડીમાં જવાનું છે. મરણ વાંચીને ચમકી ઊઠે છે કે એ ભાઈને તે કાલે જોયા હતા, ઉપાશ્રયમાં મળ્યા હતા અને આજે શું થઈ ગયું? આ ક્ષણભંગુર દેહને ભરેસ કરવા જેવો નથી. તારી કાચી કાચી કાયાને તું શાને કરે છે ગુમાન,
ભજી લે મહાવીર નામ. કાયા તારી કાચી છે, માન શિખામણ સાચી છે, ચાર દિવસની છે જિંદગાની, ચાર દિવસના ખેલ. એ ધન દેલત કંઈ કામ ન આવે, તું શાને કરે છે ગુમાન ભજી લે.
ભગવાન કહે છે આ કાયા કાચી માટીના કુંભ જેવી છે, આયુષ્ય ક્ષણિક છે. કાલે શું થવાનું છે તેની ખબર નથી અને એક દિવસ બધું છોડીને મારે અવશ્ય જવાનું છે. માટે બને તેટલી ધર્મની આરાધના કરું. હું ન કરી શકું તે જે કરે છે તેને અનુમોદના તો આપું. બને તેટલો વિષયે ઉપરથી વિરાગ લાવી, કષાયેને ત્યાગ કરીને મારું જીવન પવિત્ર બનાવું. હવે મોક્ષપ્રાપ્તિના ઉપાયના બે બોલ બાકી છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે.