________________
૪૨૪
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૫૧ વિષયઃ જીવનમાં સત્યની જરૂરિયાત તેમ જ મહાવીર જયંતી ભાદરવા સુદ ૨ ને બુધવાર
તા. ૨૯-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
- મહાન મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વને મંગલકારી પાંચ દિવસ આજે આવી ગયે. પવિત્ર દિવસેને જતા વાર લાગતી નથી. આ દિવસે આત્માનું સુખ મેળવવાના છે. આત્માનું સુખ એ સ્વાભાવિક સુખ છે. એ કંઈ બહાર લેવા જવું પડતું નથી. આ સંસારમાં કોઈ પણ જીવે એવા નહિ હોય કે જે સુખની અભિલાષા ન રાખતા હોય. કીડીથી માંડીને કુંજર સુધીના દરેક જીવાત્માએ સુખના અભિલાષી છે. કારણ કે સુખ એ આત્માને સ્વભાવ છે તેથી મેક્ષમાં સાથે રહે છે. દેહ અને આત્મા એ બંનેના ધર્મો અલગ અલગ છે.
જ્ઞાની ભાગવતે કહે છે સુખ બે પ્રકારના છે. એક અંતરાત્માનું સુખ અને. બીજું પુણ્યથી મળતું સુખ. અંતરાત્માનું સુખ એવા પ્રકારનું છે કે જેને મેળવવા માટે આત્માને જમ્બર પુરુષાર્થ કરવો પડે છે, તે સુખ એક વાર મળ્યા પછી ક્યારેય જતું નથી. પુણ્યથી મળતું સુખ એવા પ્રકારનું છે કે જે થોડી મહેનતે મળે છે. એને મેળવવા માટે વધુ પુરુષાર્થની જરૂર પડતી નથી. પણ એ સુખ ક્યારે ચાલ્યું જશે તેને ભરોસો નથી. એ સુખ આવે છે ત્યારે જીવન ખુશ બનાવે છે અને ચાલ્યું જાય છે ત્યારે દુઃખી દુઃખી કરી મૂકે છે. બંધુઓ ! આજે તમે જે ભૌતિક સુખ ભોગવી રહ્યા છે તે પુણ્યના ફળ છે. પુણ્ય આપણને જે સુખ આપે છે તે કહીને આપે છે કે સુખ લઈ જાઓ પણ ક્યારે પાછું લઈ લઈશ તે નકકી નહિ જેમ કોઈ માણસને તમારા પ્રત્યે પ્રેમ હોય તે સારા દાગીના અને કપડા પહેરવા તમને આપે પણ કહે કે આટલા કલાકમાં પાછા આપી જજે. બોલે હવે તમે તે દાગીના લેવામાં વિચાર કરો ખરા કે નહિ? માની લે કે તમારે ઘેર લગ્નનો પ્રસંગ છે. આ દાગીના અને કપડા દીકરાને પહેરાવીને વેવાઈને ઘેર પરણાવવા માટે ગયા. તે સમયે ઘણાં માણસની વચમાં આવીને એ નેહીજન કહે કે આ કપડા અને દાગીને મારા છે, મને પાછા આપી દે. તે તે વખતે તમારી આબરૂ શી? જે આવો લાંબે વિચાર આવે તે કપડા અને દાગીના લેવાની ઈચ્છા નહિ કરે. એ જ રીતે જ્ઞાની કહે છે કે પુણ્યના ઉદયથી મનગમતું સુખ તો મળે છે. પણ એની શરત એ છે કે શ્રીમંત બને, સત્તાધીશ બને કે બળવાન બને, પણ શ્રીમંતાઈ, સત્તા, અને બળ કયા દિવસે ને કઈ તારીખે ગમે ત્યારે, ગમે તે સંયોગોમાં છીનવી લઉં. આ શરતે તમને લેવું ગમશે ખરું? બોલે, વિચાર કરે કે પુણ્યના સુખ છેવટે આવા છે.