________________
૪૨૩
શારદા સરિતા સવાર પડતાં બધાં શેઠના મકાનમાં દેડીને આવે છે ને જુવે છે તે બંને પ્રભુભકિતમાં લીન છે. શું બન્યું એની ખબર નથી. શેઠ જાગૃત થયા. આપત્તિ આવી પણ બચી ગયા. શેઠ કહે છે મિત્ર! ખરેખર તેજ મને આપત્તિમાંથી ઉગાર્યો છે. ચાર-ચાર દિવસ ખાધું પીધું નહિ અને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કર્યું. પણ તારા આવ્યા પછી ત્રણ દિવસ કયાં પસાર થઈ ગયા તેની ખબર પડી નહિ. હવે મને સમજાઈ ગયું કે આ સંસાર કે છે!
શેઠની આંખ ખુલી ગઈ. હવે કેડધિપતિ બનવાની મમતા ઉતરી ગઈ. બસ હવે તે જે ધન છે તે શુભ કાર્યોમાં વાપરી નાંખ્યું અને હવે મારે સંસારમાં રહેવું નથી. પાંચ લાખ માનવ રાહતમાં, પાંચ લાખ કેળવણું ખાતામાં, પાંચ લાખ ગરીબોની સેવામાં આદિ જુદા જુદા ખાતામાં થઈ રૂપિયા પચ્ચાસ લાખ ધમાંદામાં વાપરી નાંખ્યા અને મિત્રને કહે છે ખરે વખતે તેં મને સહાય કરી છે મને બચાવ્યા છે માટે તું આ પચ્ચીસ લાખ રૂપિયા લઈ જા. મિત્ર કહે છે ભાઈ ! મેં કાંઈ વિશેષ કયું નથી. મારી ફરજ બજાવી છે. મારે રાતી પાઈ પણ જોઈતી નથી.
- શેઠાણીનું પિયર બહુ દૂર ન હતું. ખબર પડી કે વિજળી પડી ગઈ અને શેઠ બચી ગયાં અને રૂપિયા પચાસ લાખનું દાન થઈ ગયું એટલે શેઠાણ દોડતા આવ્યા ને કહેવા લાગ્યા - સ્વામીનાથ ! હું નાની બાળ છું. બે બાળક નાના છે અને તમે આટલા બધા પૈસા દાનમાં કેમ વાપરી નાંખ્યા? તમે બચી ગયા એ તો મારી બધાએ ફળી. મેં અંબાજી માની બાધા રાખી, મીઠાઈની, ઘી, તેલ ને ગેળની મારે બાધા છે. સ્વામીનાથ ! તમને ઉને વાય ન વાશે. (હસાહસ).
શેઠ કહે છે શેઠાણી ! મેં તમને રઝળતા નથી કર્યા. આ બાકીના ૪૯ લાખ રૂપિયા છે તે તમે વાપરજો ને ઘર સંભાળી લેજે. હવે મને સમજાઈ ગયું કે સંસારમાં કઈ કેઈનું નથી. શેઠાણી કહે છે સ્વામીનાથ! તમારા વિના હું નહિ જીવી શકું! શેઠ કહે છે તમને મારા પ્રત્યે કેટલે રાગ છે તે સમજાઈ ગયું છે. મારા પ્રત્યે પ્રેમ હિત તે મને મૂકીને તમે જાત નહિ. તમે સ્વાર્થના સગા છે. હવે તમારા મેહમાં ફસાઉં તેમ નથી. એમ કહીને શેઠ ગુરૂ પાસે જઈ સાધુ બની ગયા.
દેવાનુપ્રિયે! શેઠ સમજી ગયા અને જીવનમાં પ્રગતિ સાધી લીધી. સંતને સમાગમ થયો તે પ્રગતિના પંથે પ્રયાણ થયું. તેમાં તમે પણ તમારા જીવનમાં વિશેષ પ્રગતિ સાધે. કંઇક આત્માઓએ સંતને સમાગમ કરી જીવનને પ્રગતિના પંથે વાળ્યું છે. જીવનમાંથી વિષય ને વિકારના વિષ ઉતરે, બ્રહ્મચર્યનું પાલન થાય, સત્ય-નીતિ ને સદાચાર જીવનમાં આવે, તપ કરવાનું મન થાય અને એમ લાગે કે હવે જલ્દી કર્મોની જંજીરાને તેડીને મેક્ષમાં જવું છે તે પ્રગતિના પંથે જઈ શકાશે. સમય ખૂબ થઈ ગયે છે. વધુ ભાવ અવસરે કહેવાશે.