________________
શારદા સરિતા
૪૨૧ શેઠ વિચાર કરે છે અહો! હું માનતે હતું કે મારી પત્ની એટલે પત્ની. એને મારા ઉપર કેટલે પ્રેમ છે. જેના માટે કાળાબજાર કરીને લાખ રૂપિયા ભેગા કર્યા, જેને મારું સર્વસ્વ માન્યું છે તે મને દુખના સમયે એક મૂકીને ચાલી ગઈ. આ સંસારમાં કઈ કેઈનું નથી. શેઠ એકલા પડી ગયા. વિચાર કર્યો કે મુનિમજીને બેલાવું. મુનિને બોલાવ્યા અને કહ્યું કે તમે ચાર મુનિમમાંથી જે ચાર દિવસ મારી પાસે રહેશે તેને હું રેજના એક લાખ રૂપિયા આપીશ. મુનિ કહે છે પચ્ચીસ લાખ આપ તેપણ અમારે રહેવું નથી. છેવટે નેકરને પૂછે છે તે નેકરે પણ ચેપ્પી ના પાડે છે. તમારા શ્રીમતીજી તમને મૂકીને ચાલ્યા ગયા તે અમે શા માટે આવીએ? તમારી પાસે રહેવા આવીએ તે વીજળી પડે એટલે તમારા ભેગા મરી જઈએ. પછી લાખે રૂપિયા શું કરવાના?
નોકરો ને મુનિએ કઈ શેઠ પાસે એક રાત પણ રહેવા આવવા તૈયાર ન થયાં. શેઠ ખૂબ મૂંઝાયા. રડ્યા. અહો ! સંસાર કે વિચિત્ર છે. અને સ્વાર્થ ભરેલો છે. હું માનતો હતું કે આ બધા મારા છે. પણ હવે મને સંતના વચન સમજાય છે કે આ સંસારમાં– કેઈ કેઈનું નથી રે (૨) નાહકના મરીએ બધા મથી મથી રેકેઈ
- આ મારો દીકરા ને આ મારો બાપ છે,
આ મારી પત્ની ને આ મારી માત છે, સ્વાર્થ વિના પ્રિીત કેઈ કરતું નથી રે. કેઈ કેઈનું નથી રે...
શેઠના ઝૂરાપાને પાર નથી. આંખમાંથી શ્રાવણ-ભાદરે વહે છે. શું કરવું તેની ખબર પડતી નથી.
પર ઉપકારી મિત્ર" -ગામમાં શેઠને એક જુહાર મિત્ર રહેતો હતો. તે શેઠને એની સાથે બીજે કંઈ સબંધ ન હતો. ફકત સામા મળે ત્યારે બંને સામસામાં જુહાર કરે. હાથ જોડે. જુહાર મિત્રને ખબર પડી કે મારા મિત્ર એવા શેઠની આ દશા છે. જુહાર મિત્ર ધનવાન ન હતો. ખૂબ ગરીબ હતો પણ ધર્મના સ્વરૂપને સમજે હતે. સુખમાં અટુડાપટુડા કરે ને દુઃખમાં સામું ન જુવે તે સ્વાર્થી મિત્ર ન હતે. તેને થયું કે શેઠ આટલા કષ્ટમાં છે તે મારે જવું જોઈએ. એટલે એની પત્નીની રજા માંગે છે. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! એ શેઠની પત્ની તે પિયર ચાલી ગઈ અને તમે મને રંડાપો અપાવવા શા માટે જાય છે? જુહાર મિત્ર કહે છે માનવ માનવને દુઃખમાં સહાય ન કરે તે બીજુ કોણ કરશે? કંઈ થવાનું નથી. એમ કહી શેઠના ઘેર આવવા નીકળે છે. રસ્તામાં બધા એને કહે છે ભાઈ ! તું શા માટે જાય છે? શેઠ તારા મિત્ર છે તે તને આટલા વખતમાં રાતી પાઈ પણ આપી છે? તું ન જઈશ. જેમ