________________
૪૨૦
શીરદા સરિતા શેઠના ઝૂરાપાને કઈ પાર નથી. શેઠાણી ખૂબ સમજાવીને પેઢી ઉપર મળે છે. શેઠ આવ્યા એટલે બધા મુનિ અને નેકરે પેઢીના ઓટલાની નીચે ઉતરી ગયા. શેઠ કહે. છે હું આવ્યું ને તમે બધા કેમ ચાલ્યા? ત્યારે બધા કહે છે શેઠ! તમારા ઉપર વીજળી પડવાની છે માટે તમે ત્યાં અમે નહિ ને અમે ત્યાં તમે નહિ. વીજળી તમારા ઉપર પડે તે ભેગા અમે મરી જઈએ. શેઠ પાછા ઘેર ગયા. શેઠ દુકાનને એટલો ઉતર્યા કે બધા પાછા હતા ત્યાં ચાલ્યા ગયા.
મરણના ભયથી માણસે ચાલ્યા ગયા ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે શેઠ ઉપર વીજળી પડવાની છે. શેરીના માણસો વિચાર કરવા લાગ્યા કે શેઠ તે બહાર જતા નથી, તે હવે વીજળી પડશે તે એમના બંગલા ઉપર પડશે તો આપણને નુકશાન થશે. તેના કરતાં આપણે માલમિલકત લઈને પાંચ-છ દિવસ સગેવહાલે જતા રહીએ. આમ મહેલાના માણસેએ નકકી કર્યું. પચાસ ઘરને મહાલે ખાલીખમ થઈ ગયો. શેરીના કૂતરા પણ ચાલ્યા ગયા. પશુઓને પણ સંજ્ઞા છે કે આ લેકે જતા રહેશે તે અમને ખાવાનું કેણું નાખશે? એટલે એ પણ ચાલ્યા ગયા. પચાસ ઘરનો મહોલ્લે ખાલી થઈ ગયે. શેઠનું એક ઘર ખુલ્લું રહ્યું. શેઠને બંગલે ભૂતિયા મહેલ જે દેખાવા લાગ્યો. એના ઝુરાપાને કઈ પાર નથી.
બંધુઓ! તમે જે સંસારને કંસાર જેવો મીઠો માની રહ્યા છે પણ જે જે તે સંસાર મીઠે છે કે કડવો? શેઠાણીના મનમાં થયું કે આટલી બધી લક્ષ્મી છે. કદાચ શેઠ ઉપર વીજળી પડે અને બધા ઝડપાઈ જઈએ તે ભેગવશે કોણ? એના કરતાં અને બાબાને લઈને હું પિયર ચાલી જાઉં. આમ વિચાર કરી શેઠ પાસે આવીને કહે છે સ્વામીનાથી આપના ઉપર વીજળી પડવાની છે. ભગવાન કરે ને ન પડે પણ મને એમ થાય છે કે હું આ બંને બાબાને લઈને આપ રજા આપે તે ચાર દિવસ મારા પિયર જાઉં. જે આપણે બધા મરી જઈશું તે લક્ષ્મી કેણુ ભગવશે? શેઠાણીના આ શબ્દ સાંભળીને શેઠને પગથી માથા સુધી ઝાળ લાગી. અહો! આ સંસારની માયા કેવી છે? અહો, હું આ શું સાંભળી રહ્યો છું? આ કેણ બોલી રહ્યું છે? શેઠાણી! કંઈક તે વિચાર કરે. ચાર ચાર દિવસથી ગૂરૂં છું. આ મહેલે ખાલી થઈ ગયા છે. આપણું ઘરમાં મારા અને તમારા સિવાય કંઈ નથી. નેકર – ચાકરે પણ આવતા નથી. આવી સ્થિતિમાં તમે જે સાથે હેતે મને હિંમત રહે. પત્ની એ તો પતિની અર્ધાગના કહેવાય. સુખમાં સાથે રહે તો દુઃખમાં પણ સાથે રહેવું જોઈએ. અને તમે કહો છો કે હું પિયર જાઉં તો પછી મારું કોણ? શેઠાણી કહે છે સૈ સારાવાના થશે. ચિંતા ન કરે. હું તે મારા બે બાબાને લઈને આ ચાલી. હવે પાંચ દિવસ પછી આવીશ એમ કહીને શેઠાણી પિયર ગયા.