________________
૩૯૪
શારદા સરિતા
ઠેકાણે આવી. પણ હવે તે એક ટંકના ખાવાના સાંસા છે. સુચનાના હાથે દળીદળીને ફેલા પડી ગયા છે. એકદમ રડવાને અવાજ સાંભળી સુચના મદન પાસે ગઈ એટલે મદને તેનું માથું સુચનાના ખોળામાં નાંખી દીધું અને રડતા રડતા બોલ્યોઃ
તારા બધા વચને સાચા સતી વિચારતા રે (૨) શરમાય છે મન મારું રે આજે મહા મુર્નાઈ મારી હવે જણાઇ રે (૨) મારી ભુલથી મેં મારા ભવને બગાડે રે (૨) ખેલક જણાયે મન મારું ખારું છે. આજે તારાએકે મારગ મને સારે નથી સૂઝત રે (૨) સતી હવે શું વિચારું રે ... આજે તારાદેલત બાયા પછી ડહાપણું આવ્યું (૨)
સળગે મન જેમ એ સંભારું રે .આજે તારા
પતિનું રૂદન અને પશ્ચાતાપ જેઈને સુલોચનાનું હૈયું હાથ ન રહ્યું. છતાં મન મકકમ કરીને પતિના આંસુ લૂછતા લુછતા મીઠા સ્વરથી આશ્વાસન આપતા કહ્યું. સ્વામીનાથી જે બનવાનું હતું તે બની ગયું. આ દાસીએ તો આપને ઘણી વાર વિનવ્યા. માતા-પિતાએ પણ તમને સમજાવવામાં બાકી નથી રાખી પણ મારા, તમારા અને માતા-પિતાના ભાગ્ય એવા હશે કે તેથી તમને તે વખતે સત્ય વાત ન સમજાઈ. જે થયું તે થયું એ બધું કર્માધીન છે. કંઈ ચિંતા ન કરે. આપ ક્ષેમ કુશળ છે તે મારે મન લાખો ને કરડેની મુડી છે. સતી સ્ત્રીની મનોદશા દુઃખમાં પણ કેવી ઉચ્ચ પ્રકારની હોય છે. કહ્યું છે કેઃ
आचदि मित्र परीक्षा, शूर परीक्षा रणांगणे भवति ।
विनये वंश परीक्षा, स्त्रियः परीक्षा तु निर्धन पुंसि ॥ સંકટમાં મિત્રની, સમરાંગણમાં શૂરાની અને નિર્ધનતામાં સ્ત્રીની પરીક્ષા થાય છે. પાસે ધન હોય ત્યારે સ્ત્રીની પરીક્ષા નથી થઈ શકતી. હે સ્વામીનાથ! ધન અને યૌવન હોય ત્યારે પ્રાણનાથ! સ્વામીનાથ! એવા પ્રેમભર્યા શબ્દો બોલવા સહેલ છે. પણ ઘરમાં ખાવા લોટ ન હોય, બીજુ કંઈ સાધન ન હોય અને દાગીના વેચવા પડે છતાં જરા પણ કચવાયા વિના પતિના દુઃખમાં દુખ અને સુખમાં સુખ માનીને કંઇ હરક્ત નહિ, આપણે સાદાઈથી જીવન જીવીશું ને આનંદ પામીશું આવું કહેનારી સ્ત્રીઓ કેઈક જ હોય છે.
સુલોચના કાળી મજૂરી કરે છે અને માંડ માંડ બંનેનું પેટ પૂરું કરે છે આ જોઈને મદનની આંખમાં આંસુ આવી જાય છે. ધૂકે ને ધ્રુસકે રડી પડે છે. ત્યારે