________________
શારદા સરિતા
૩૭૯ થઈ શકતું નથી. આ ઉત્તમ જન્મ પામીને ધર્મારાધના કરવી જોઈએ. ધર્મથી મનુષ્યની વિશેષતા છે. દાન-શિયળ-તપ અને ભાવ એ ચાર મોક્ષમાં જવાના ભવ્ય દરવાજા છે. પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે દાન છે. મૈથુન સંજ્ઞાને તેડવા માટે શીયળ છે અને આહાર સંજ્ઞાને તોડવા અને અનાહારક દશાને પ્રાપ્ત કરવા માટે તપની આવશ્યકતા છે. કર્મોની નિર્જરા કરવા માટે અમેઘ ઔષધ હોય તે તપ છે. આવા પર્યુષણ પર્વના મહાન દિવસોમાં તપને પ્રવાહ આવે છે. આજના દિવસે સૈને ઈચ્છા થાય છે કે મારે તપ કરે છે. તપ કરવાનું પ્રયોજન શું છે? લોકેમાં વાહવાહ થાય તે માટે નહિ, પણ આપણુ અનાદિના કર્મોને તેડવા માટે તપ કરવાનું છે.
આત્માને સ્વભાવ અણહારક છે. જ્યાં સુધી આ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી આત્મા સર્વ કર્મોથી મુકત બની શકે નહિ. સમ્યગ્રતા આત્માના અણહારીક સ્વભાવને પ્રગટ કરે છે. ભગવાને કહ્યું છે કે મવ વોડી સંવિર્ય મં તવસ નિર્ગોરિન્ગ કેડે ભવમાં બાંધેલા કર્મો ત૫ વડે ક્ષય થાય છે. તપ કોને કયેવાય? જે કર્મને તપાવે તે તપ.
શાસ્ત્રકાર ભગવતે તપની વ્યાખ્યા કરતાં કહે છે જે ક્રિયા કરવાથી શરીરના રસ, રૂધિર વિગેરે સાત ધાતુઓ અથવા કર્મરૂપી મળ તપીને શેષાઈ જાય તેનું નામ તપ. જેમ સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ જુદે પાડે છે. હંસ દૂધમાં રહેલા પાણીને જુદું પાડે છે તેમ આત્મામાં રહેલા કર્મરૂપી મેલને તપ જુદો પાડે છે. મનુષ્યને દેહ ક્ષણભંગુર છે. વિનાશ પામવાના સ્વભાવવાળે છે. માટે સકામ નિર્જરા કરાવનાર તપ મહાન પુરૂએ કર્યો છે અને આપણે પણ કર્મોને ક્ષય કરે છે માટે તપ કરવો જોઈએ. ભગવતે અનેક પ્રકારને તપ બતાવ્યો છે. શામાટે? ઈન્દ્રિઓના ઘડા બેફામ બનીને દેડે છે ત્યારે માનવજીવનનું પતન થવાનો સંભવ રહે છે. એ ઈન્દ્રિઓની આસકિતને જીતવા માટે તપ છે. તેને “ઈન્દ્રિય જય” તપ કહે છે. તેવી રીતે ભાવવૃદ્ધિના હેતુરૂપ કષાને
જ્ય કરવા માટે જે તપ છે તેને “કષાય જય” તપ કહે છે. પન્નવણ સૂત્રમાં ભગવતે કહ્યું છે કે –
"कलुसन्ति जं च जीवम् तेज कसाइ त्ति वुच्चन्ति ।"
જીવના શુદ્ધ સ્વભાવને જે કલુષિત કરે છે તેને કષાય કહેવાય છે. કષનો બીજો અર્થ છે સંસાર. જેનાથી સંસારને આય એટલે લાભ થાય તે કષાય. જેનાથી ભવભ્રમણ વધે તે કષાય છે. આ કષા ઉપર વિજય મેળવવાથી માનવજીવન સાર્થક થશે.
- જૈન શાસનમાં આત્મ આરાધનાના અનેક ભેદ બતાવ્યા છે. તેમાં તપ એ આરાધનાનું એક વિશિષ્ટ અંગ છે. કારણ કે તપ વડે અનંતકાળના ગાઢ કર્મોને ક્ષય થાય છે. તપ વડે બાહ્ય અને આત્યંતર રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અનેક સિદ્ધિઓ