SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ શારદા સરિતા કંઈ કલ્યાણ નહિ થાય. આવું સાધુપણું ઘણીવાર પાળ્યું પણ કલ્યાણ ન થયું. શા માટે? વેશ પહેર્યા પણ વર્તન નથી બદલ્યું. જેને સંયમ લઈને કર્મની ગ્રંથી તોડવી. હોય તે પરની પંચાત ન કરે. એનું તે એકજ લક્ષ હોય કે મારું વહેલામાં વહેલી તકે કલ્યાણ કેમ થાય? માથે ઉપસર્ગના પહાડ તૂટી પડે તે પણ સમતાભાવ હેય. समयाए समणो' होइ, बंभचेरणे बम्भणो। नाणेण य मणी होइ, तवेण होइ तावसो ॥ ઉત્ત સૂ. અ. ૨૫, ગાથા ૩૨ જેનામાં ભારોભાર સમતા ભરી હોય તે સાચે સાધક છે. મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા બ્રાહ્મણ છે. તત્ત્વજ્ઞાનથી મુનિ થાય છે અને તપ કરવાથી તાપસ થવાય છે. આપણા પ્રભુએ જીવનમાં અપનાવીને વાત કરી છે અને જગતના જીને મેહ નિદ્રામાંથી જગાડવા માટે કહે છે હે માનવ ! ઉઠ, જાગ, હવે ક્યાં સુધી ઉંઘવું છે? આ તારી અવસ્થા પાગલદશા છે, જરા સ્વસ્થ બન, તારી અજ્ઞાનતાને ખ્યાલ કર, અંજલીમાં ભરેલું જળ જેમ પળેપળે ઘટતું જાય તેમ તારું આયુષ્ય ક્ષણે ક્ષણે એ છું થતું જાય છે “નાતવ ધ્રુવં મૃત્યુ:” આ જગતમાં જે જ તે અવશ્ય મરવાને છે. આ વાત મેહમાં આસકત બનેલો માનવ ભૂલી જાય છે અને હું મરવાને નથી એમ માનીને મોહનિદ્રામાં ઉંઘતો હોય છે. ઈન્દ્રિઓના સંસર્ગમાં રમતા આત્મા પિતાનું સ્વરૂપ શું છે, પિતાનું સામર્થ્ય, પિતાને ચિરસ્થાયી પ્રકાશ અને પિતે અનંત ગુણને ખજાને છે આ બધું ભૂલી ગયા છે અને ઈન્દ્રઓના સુખમાં આસક્ત બની, વિષયના સુખમાં આસકત બની, વિષયની પાછળ પરવશ બનીને સૂતે છે એને જગાડો. | માટે જ્ઞાનીઓ જગતના જીવોને સંબોધીને કહે છે કે જાગો અને જુઓ. તમે કેણ છે? તમારું સ્વરૂપ શું છે? તમારામાં કેવી અનંત ને અખૂટ શકિત છુપાયેલી છે. તમે ધારે તે કરી શકે છે. દુનિયામાં જે મહાન પુરૂ થઈ ગયા તે તમારા જેવા હતા. ભગવાન નેમનાથને શ્રીકૃષ્ણ પૂછ્યું ત્યારે અને પ્રભુ મહાવીરને શ્રેણીક રાજાએ પૂછયું ત્યારે આ જવાબ આપ્યું હતું. તમારે આત્મા પણ મારા જે છે અને તમને પણ મારા જેવું સ્થાન મળવાનું છે, એટલે કે તમે પણ આવતી ચોવીસમાં તીર્થકર પદને પામવાના છે. આજ તમારે આત્મા કમાંધીન છે. એટલી ભિન્નતા છે. કર્મને ક્ષય થયા પછી તે આપણે સમાન છીએ. માટે તમે તમારા સ્વરૂપને સમજો. તમારી ઈન્દ્રિઓ મન, બુદ્ધિ અને શકિતને ઉપયોગ આત્માને જાગૃત રાખવામાં કરે અને સંસારસાગરને તરવાને પુરૂષાર્થ કરે. એક કવિએ કહ્યું છે કે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy