________________
શારદા સરિતા
૩૫૭
પુત્ર પરના વાત્સલ્યથી છલકાતા હતાં. છતાં પૂર્વેનિયાણું કર્યું છે તેના કારણે પિતાના વચનની કુમાર ઉપર જરાય અસર ન થઈ. બાપ જેટલી ક્ષમા ધારણ કરે ગમે તેટલે તે કેધ કર ગયો. એને બાપની દયા પણ ન આવી. પિતા પ્રત્યે કસાઈ કરતા બૂરા ભાવ આવ્યા. સપને દૂધ પીવરાવે તો તેનું ઝેર બને તેમ આનંદકુમાર માટે સિંહરાજાના અમૃતવચનો ઝેર જેવા બની ગયા અને કેધથી લાલચોળ થઈને કહે છે હજુ પણ શું બકવાદ કરે છે ? એમ કહેતાની સાથે પિતા ઉપર તલવારને જોરથી ઘા કર્યો. આ સમયે તત્ત્વનું ચિંતન કરનારા સિંહ રાજાએ નમે અરિહંતાણું ... આદિ પંચપરમેષ્ટીને નમસ્કાર કર્યા. તલવારનો ઘા લાગ્યો છે છતાં પૂર્વકૃત કર્મોને દોષ આપે છે. તલવારના ઘાની અતુલ વેદના હોવા છતાં પ્રભુના નામસ્મરણ સિવાય કંઈ યાદ આવતું નથી. કેવી અદ્દભુત સમાધિ છે! હજુ રાજા શું ચિંતવશે ને કર આનંદકુમાર શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫ શ્રાવણ વદ ૧૧ ને ગુરૂવાર
- તા. ર૩-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો
અનંતકરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવંત જગતના જીવોના ઉદ્ધાર માટે કહે છે હે સાધક! કની જંજરે તોડવા માટે તારે મહાન પુરૂષાર્થ કરવો પડશે. આ પણ પરમપિતાએ કર્મની ગ્રંથીને તોડવા માટે કે પ્રબળ પુરૂષાર્થ કર્યો છે! સાડાબાર વર્ષ અને એક પખવાડીયા સુધી અઘોર તપની સાધના કરી શરીર સુકકે ભુકકે કરી નાંખ્યું. પિતે પિતાના જીવનમાં અપનાવ્યું અને પછી જગતના જીવોને બેધ કર્યો. ભગવાન કહે છે હે પ્યારા સાધક!
न वि मुण्डिएण समणो, न ओंकारेण बम्भणो। न मुणि रणवासेण, न कुसचीरेण तावसो ॥
ઉત. સૂ. અ. ૨૫, ગાથા ૩૧ મસ્તક મુંડાવીને સાધુનો વેશ પહેરી લેવાથી સાધુ નથી. કુને ના જાપ કરવાથી બ્રાહ્મણ નથી. વગડામાં વસવાથી યુનિ નથી, વલ્કલના વસ્ત્રો પહેરવાથી તાપસ નથી. પૂર્વના પુણ્યદયથી વાણીમાં વકતૃત્વ આવી જાય, કંઠ મધુર હોય, ગીત ગાવાની અને વ્યાખ્યાન વાંચવાની કળા આવડી જાય, કોને રંજન કરતાં આવડી જાય, તેથી