SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૫૫ કહે છે બીજું બધું તો ઠીક પણ આવી ખીચડી ને કઢી જમતો હોઉં, તું પંખે વીંઝતી હોય, આ બધું ત્યાં નહિ મળે. ત્યારે સ્ત્રી કહે છે બોલો-હવે દીક્ષા લેવી છે? પતિ કહે છે ના. હવે મારે દીક્ષા લેવી નથી. ખીચડી અને કઢીને સબડકે ગળે ઉતરતાં વૈરાગ્ય ઓગળી ગયે. (હસાહસ). આનુ નામ ખીચડીયે વૈરાગ્ય. જમાલિકુમારને વૈરાગ્ય આવે ખીચડી ન હતો. મજીઠીયો હતો. એના એક એક શબ્દમાં વૈરાગ્ય ભારોભાર નીતરતો હતો એટલે માતાને ખાત્રી થઈ ગઈ કે મારે દીકરો જરૂર દીક્ષા લેશે. તેથી પુત્રને શબ્દો સાંભળી કેઈએ છાતીમાં ગોળી મારી હોય તે તેને આઘાત લાગ્યા. પરસેવાના છેદ છે વળી ગયા અને મુછિત થઈને ધરતી ઉપર ઢળી પડી. જમાલિકુમાર તટસ્થભાવે બધું જોયા કરે છે અને વિચારે છે કે અહાહા.. મેહ તારા રાજ્યમાં તું શું નથી કરત? મારી માતા મારા પ્રત્યેના રાગને કારણે રૂદન કરે છે. એ રાગ અને મહિને વશ થઈને આટલી બધી ઝરે છે પણ એક દિવસ રાગ તો છેડવાનો છે તો પહેલેથી શા માટે ન છોડ? જમાલિકુમારના અંતરમાં વીતરાગ વાણીને પાવર આવ્યા છે, અજ્ઞાનના અંધારા ઉલેચાઈ ગયા છે, અંતરમાં જ્ઞાનની રોશની ઝગમગી રહી છે. સદ્દગુરૂરૂપી પાવર હાઉસ સાથે આત્માનું કનેકશન જડે. બંધુઓ! તમે પણ વીતરાગ વાણી ઘણી સાંભળી પણ હજુ આવો પાવર તમારામાં નથી આવ્યું. જે એ પાવર આવે તો તે ઉભા થઈ જાવ. પાવરહાઉસની બાજુમાં એક ગરીબ ડેશાની ઝુંપડી હતી. એક મુસાફીર ફરતો ફરતો રાત્રીના સમયે ત્યાં આવે છે ને કહે છે બાપાજી! મને એક રાત્રી તમારી ઝૂંપડીમાં રહેવા દે. બાપા કહે ભલે રહો. પેલે મુસાફીર કહે છે બાપા! તમે તે પાવર હાઉસની બાજુમાં રહે છે ને ઝુંપડીમાં અંધારા કેમ છે? ત્યારે કહે છે ભાઈ! હું પાવર હાઉસની બાજુમાં વસુ છું પણ પાવર હાઉસ સાથે કનેકશન જોયું નથી એટલે અંધારું જ રહે ને? આ રીતે તમે પણ સદ્દગુરૂ રૂપી પાવર હાઉસની બાજુમાં વસો છે પણ અંતરનું કનેકશન પરમાત્મા સાથે જોયું નથી એટલે અજ્ઞાનના અંધકાર ક્યાંથી હટે? બહાર ગમે તેવી સર્ચ લાઇટ ને ટયુબ લાઈટે પ્રગટાવે એનાથી અજ્ઞાન–અંધારા નહિ હઠે. અંતરના અંધારા હઠાવવા વીતરાગ વાણીને પ્રકાશ જોઇશે. જમાલિકુમારના અંતરમાં વીતરાગ વાણીનો પ્રકાશ પ્રગટયા છે. માતાને ખૂબ આઘાત લાગે છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ સિંહરાજાએ કુસુમાવલિ આદિ રાણીઓને સમજાવીને વૈરાગ પમાડે. ને દીક્ષા લેવાની રજા આપી. અહાહા... રાજાની કેવી દીર્ધદષ્ટિ અને કેવી સમજણ! પોતે કેદખાનામાં મહાન ક વેઠે છે છતાં રાણીઓને દીક્ષાની રજા આપી દીધી. જે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy