________________
૩૫૪
શારદા સરિતા
તેથી તેના ખાલ ઝીલી શકી નહિ. પુત્રના ખાલ સાંભળતાં માતાના રામામમાંથી પરસેવે છૂટી ગયે. શરીર ઠંડું પડી ગયું અને શેાકસાગરમાં ડૂખી ગઇ. એના અંગેઅંગ ધ્રુજવા લાગ્યા, તેજ ઉડી ગયું ને દીનહીન અની ગઇ. જેમ કમળની માળા હથેળીમાં ચેાળાઇ જાય અને શેાભા રહિત બની જાય એની મા નિસ્તેજ બની ગઇ ને ફિકી પડી ગઈ. ચૈતન્ય તદન મૂર્છિત થઈ જાય એટલી હદ સુધી તેના હૈયે આઘાત લાગ્યા. એના વખરાયેલા સુકોમળ વાળ હાથથી પકડાઈ ગયા. એના આભૂષણા દ્વીતા થઇ ગયા. તેના હાથમાં પહેરેલા રત્નાના કડા નીચે પડી ગયા, તેનુ ઉપરનું વસ્ત્ર સરી પડયુ અને એકદમ મૂર્છિત થઇને ધરતી ઉપર ઢળી પડી.
બંધુએ ! જમાલિકુમારની વાત સાંભળતા માતા મૂર્છા ખાઈ ગઈ. કારણ કે તેને ખાત્રી છે કે આ છોકરા જે ખેલે છે તેમાં હવે ફરશે નહિ પણ કાચ તમે ઘેર જઈને વાત કરો તેા તમારી માતા મુઈ નહુ ખાય. કારણ કે માતા અને પત્ની જાણે છે કે ખેલે છે ખરા પણુ પતંગીયા રંગ છે. વધુ શું કહું? તમારા વૈરાગ્ય એ ખીચડીયા વૈરાગ્ય જેવા છે. ખીચડીયા વૈરાગ્ય કાને કહેવય ? સાંભળે.
એક વખત એક ભાઈએ એક મહાન પ્રખર સતનું વ્યાખ્યાન સાંભળ્યું અને મનમાં એમ થયું કે ખસ, આ સંસાર ખાટા છે. સંસારમાં રહેવા જેવુ નથી. સંસારમાં કાણ કાનું છે? મારે હવે દીક્ષા લેવી છે એમ મનમાં વિચાર કરીને ઘેર આવ્યા અને પત્નીને કહે છે. લે આ તિજોરીની ચાવી. આ દુકાન અને આ ચેપડા. આની પાસે આટ માંગતા લેણાં છે ને આટલા દેણાં છે. ખધા વહીવટ તુ સંભાળજે. એમ કહી બધી ચાવીઓ સોંપી દીધી. પત્ની કહે છે પણ આટલું બધુ શું છે? શા માટે મને આટલું બધુ સાંપા છે ? ત્યારે કહે છે હું આજે મહારાજના વ્યાખ્યાનમાં ગયા હતા. એવુ સુંદર પ્રવચન મહારાજે કયું" કે તે સાંભળીને મારે દીક્ષા લેવી છે. પત્ની સમજી ગઇ કે આ કેવા વૈશગ્ય છે! એના પતિને કહે છે તમારે દીક્ષા લેવી હાય તે! લેજો. મારી ના નથી. પણ મે રસાઇ બનાવી છે તે તમે જમી લેા. પછી જાવ. ત્યારે કહે ભલે. પત્નીએ ઉની ઉની શીરા જેવી ખીચડી અને ટેસ્ટદ્વાર કઢી બનાવી હતી. ભાઈને જમવા એસાડયા. ખીચડીમાં ભરાભાર ઘી નાંખ્યું. ભાઈ જમે તે પત્ની પંખા વીંઝવા લાગી. પેલે। વૈરાગી ખીચડી ખાય ને ભેગે! કઢીને! સબડકા લેતેા જાય. એની પત્નીને કહે છે આ....હા....શું તે મઝાની ખીચડી ને કઢી બનાવી છે! આવી તે કોઇ દિવસ મનાવી નથી. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ ! આપ દીક્ષા લેવા તૈયાર થયા છે ત્યાં તમને આવી ગરમાગરમ ખીચડી ને કઢી નહિ મળે, ત્યાં તે ઉત્તું મળશે ને ઠંડુ પણ મળશે ને કાઈવાર ખાવાનુ નહિ મળે ને પાણી પણ નહિ મળે. અહીં તે પાણી માંગતાં દૂધ આપુ છું અને ત્યાં તે તમારે વડીલેાને વિનય કરવા પડશે. આ બધુ તમારાથી બનશે? પતિ