________________
શારદા સરિતા
૩૩૩ તમને કેટલે આનંદ થાય છે. તેના માટે તમે કેટલી તૈયારી કરે છે? ઈન્દીરા ગાંધી પધારવાના હોય તો તમે તેના આવતા પહેલા અઠવાડિયાથી બધી સગવડ કરવા માંડે છે. તે પ્રધાનને પ્રધાન અને રાજાને પણ રાજા આવતું હોય તેને માટે તમારી કેટલી તૈયારી છે? આપણે ત્યાં તપના માંડવડા નંખાઈ ગયા છે માટે આરાધનામાં જોડાશે.
જમાલિકુમાર તેમની માતાને કહે છે હે માતા! હવે તું મને દીક્ષાની આજ્ઞા આપ. મને પ્રભુ જેવા પ્રભુ મળ્યા. મારું જીવન ધન્ય બની ગયું છે. મારે જલદી પ્રભુના ચરણમાં જીવનનાવ સમર્પણ કરવી છે માટે તું મને જલ્દી આજ્ઞા આપ. માતાને દીકરાને મહ છે. પુત્રના વચન સાંભળીને માતાને ધાકે પડે. હવે માતા શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૪૨ શ્રાવણ વદ ૮ ને સોમવાર ' '
તા. ૨૦-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન !
અનંતકરૂણાના સાગર પ્રભુ જગતના જીવોને અમુલ્ય બોધ આપતાં કહે છે હે જીવાત્માઓ ! અનંતકાળ પ્રમાદની પથારીમાં આળસનું ઓશીકું ને સુસ્તીની સોડ તાણીને સૂતા, હવે તો જાગો. હવે પ્રમાદ છોડી પુરૂષાર્થની પથારી, આગમનું ઓશીકું ને શ્રદ્ધાની સોડ તાણે તે આત્મકલ્યાણ થશે. આ સંસાર એક પલંગ છે. પલંગના ચાર પાયા મિથ્યાત્વ-અવિરતી, કષાય અને અશુભગ એ પાયાને હચમચાવી નાંખવાના છે. સૌથી મજબૂત પાયે હોય તે તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જીવને સાચું સમજવા દેતું નથી. જીવનું મિથ્યાત્વ ટળી જાય છે ત્યારે ગમે તેવી સાધના કરે તો તે મોક્ષને લક્ષીને કરે. એને સંસારના ભૌતિક સુખ હેય લાગે. એનું એક જ લક્ષ હોય કે અવિરતીના બંધન તેડી કયારે સર્વવિરતી બનું અને કર્મની ભેખડો તોડીને મોક્ષ મેળવું. આ સમકિતી આત્મા ધર્મકરણ કરે પણ એની ભાવના એવી ન હોય કે ધર્મ કર્યું તે પરભવમાં સુખી થાઉં. દાન દઉં તો આવતા ભવમાં ધન મળે. એવી સંસારસુખની જરાય આકાંક્ષા ન હોય. પણ સહેજે પુણ્ય બંધાઈ જાય. એ પુણ્ય પણ કેવું હોય? ગમે તેટલી અઢળક સંપત્તિનો સ્વામી હોય ને સુખ ભોગવત હય, પણ ત્યાં એને ધર્મના સાધનો મળે અને એ પુણ્ય મેક્ષમાં લઈ જવામાં સહાયક બને.
જમાલિકુમારની કેટલી પુનાઈ છે. રાજસાહ્યબીમાં રહેવા છતાં મહાવીર પ્રભુને