________________
દશ
કે પૂ. શારદામાઇ મહાસતીજીએ મુખઇનગરીની જનતાના ઢિલને પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે!
સંવત ૨૦૨૯માં કાંઢાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂજ્ય મહાસતીજી કાંદાવાડી ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીના પ્રવચનથી માનવના હૃદયમાં અનેખું આકર્ષણ થાય છે કે જેથી વ્યાખ્યાન હાલ હરહ ંમેશ ચિકકાર ભરાઇ જાય છે. પૂ. સતીજીના સતુના પ્રભાવે ચાતુર્માસમાં અનેરા આનંદ વર્ત્ય છે. દાન-શીયળ–તપ અને ભાવનાની ભરતી આવી હતી. આ વખતનું ચાતુર્માસ અભૂતપૂર્વ છે. આ વખતનુ વખતનું ચાતુર્માસ કાંદાવાડીના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.
પૂ. મહાસતીજીના માટુંગા ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સુધા ભાગ ૧-૨, જેની પ્રત ૮૫૦૦, દાદર ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સજીવની ભાગ ૧-૨--૩, જેની પ્રત ૬૦૦૦, ઘાટકૈાપરના વ્યાખ્યાને શારદા માધુરી ભાગ ૧-૨-૩, પ્રત ૬૦૦૦, રાજકેટ ચાતુર્માસના વ્યાખ્યાના શારદા પરિમલ ભાગ ૧-૨-૩ સંયુકત, તેની પ્રત ૨૦૦૦, અમદાવાદ ચાતુર્માસના વ્યાખ્યાને શારદા સૌરભ ભાગ ૧-૨-૩, પ્રત ૬૦૦૦, આટલા પુસ્તક પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના બહાર પડયા છે, અને તે બધા પુસ્તકા ખલાસ થઇ ગયા છે. જેમ જેમ પુસ્તકા બહાર પડતા ગયા તેમ તેમ જનતાનું આકર્ષણ વધતુ ગયું. વાંચકાને આ ઉપરથી ખ્યાલ આવતે હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાને નુ કેટલુ આકર્ષણ છે. જે પુસ્તકા ખલાસ થઈ ગયા છે તેની એટલી બધી માંગણી છે કે કદાચ ફેરીને મહાર પાડવા પડશે.
આ બધા પ્રભાવ ખા. બ્ર. વિદુષી, પ્રખર વ્યાખ્યાતા પૂ. શારઢાખા, મહાસતીજીનેા છે.
સંવત ૨૦૩૦ના વૈશાખ સુદ્ધ છઠ્ઠના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સયમી જીવનના ચેાત્રીસ (૩૪) વર્ષ પૂરા થાય છે. મા. પ્ર. વિદુષી પૂ. મહાસતીજીના સંચમ યાત્રાની આ રજત જયંતી આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહે.
પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારી કટી કોટી વદના હા.