________________
નવ
જૈન શાસનમાં એક જૈન સાધ્વી તરીકે રહી તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મ. અને પૂ. શ્રી ગુલાખચંદ્રજી મ. ના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદ્યાયનું સુકાન ચલાવેલ છે જે જૈન શાસનમાં વિરલ છે. એટલું જ નહિ પણ ખંભાત સપ્રશ્નાયના સંઘપતિ શ્રી કાંતિભાઇની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઇ છે. જે આજે મહાન વૈરાગી પૂ. કાંતિઋષીજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતિઋષીજી મ. ઠાણા-૯ બિરાજમાન છે, તેમાં પહેલા પાંચ સાધુજીએને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્ભૂત વાણી છે. ખંભાત સંપ્રદાયમાં નવરત્ન સમાન નવ સંતા જૈન શાસનને શેાભાવી રહ્યા છે. તે (૧) મહાન વૈરાગી પૂ. કાંતિઋષીજી મ. (ર) આ. બ્ર. પૂ. સૂર્યમુનિ મ. (૩) ખા. બ્ર. પૂ. અરવિંદ્રમુનિ મ. (૪) મા. પ્ર. નવીન ઋષિ મ. (પ) આ. બ્ર. પૂ. કમલેશમુનિ મ. (૬) ખા. બ્ર. પ્રકાશમુનિ મ. (૭) મા. પ્ર. પૂ. ચેતનમુનિ મ. (૮) ખા. બ્ર. પૂ. મહેન્દ્રમુનિ મ. (૯) નવદીક્ષિત પૂ. દર્શનમુનિ મ. ઠાણા-૯ વિદ્યમાન છે.
પૂજ્ય મહાસતીજીએ આજથી ૧૧ વર્ષ પહેલાં કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષીની વિનંતીને માન આપી સ. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડી કર્યું" હતુ. ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીએ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચાટ વ્યાખ્યાને એ જનતામાં અલૌકિક અસર કરી અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણિકભાઇ કાઠારી સહિત ૫૧ ભાઈ-મહેનેાએ એકીસાથે બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઇનગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતા. કાંદાવાડી ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લા અને ઘાટકોપર ચાતુર્માસ કર્યાં. આ ચાતુર્માસામાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસ દરમ્યાન તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથજોડ થઇ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંપ્રદ્યાયનું નામ રેશન કરી પછી ગુજરાત તરફે વિહાર કર્યાં. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ધ્રાંગધ્રા, અમદાવાદ (નગરશેઠના વડે) ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત-સૌરાષ્ટ્રમાં તપ-ત્યાગની ભરતી આવી હતી.
પૂ મહાસતીજી એક વખત તે મુખઇનગરીને પાવન કરી ચૂકયા હતા. પણ પૂ. મહાસતીજીની વાણી મુબઇની જનતામાં એવું આકર્ષણ પેદ્દા કરી ગઇ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઇની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી. એટલે કાંઢાવાડી આદ્ધિ સધાની વિનંતી અવારનવાર ચાલુ રહી હતી. તેથી મુંબઇ સંઘની આ ગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને મુંબઈ આવવાનુ મન્યુ, ને જનતાના દિલ આનંદથી ઉભરાયા. વાચ!! આપ આ ઉપરથી સમજી શકશે