________________
શારદા સરિતા
૩૦૧ લાગ્યો છે. અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે. મેં ખૂબ સમજાવ્યું પણ તે સમજતે નથી. ત્યારે કૃષ્ણ વાસુદેવ કહે છે માતા! તારા દીકરાને દીક્ષા મહોત્સવ હું ઉજવીશ. પણ એક વાર હું એના વૈરાગ્યની પરિક્ષા કરી લઉં..
કૃષ્ણ વાસુદેવ ખુદ થાવર્ચકુમારને ઘેર આવ્યા. ભદ્રા સાર્થવાહીએ તેમને સત્કાર કર્યો. થાવકુમારને પાસે બોલાવી માથે હાથ મૂકીને પૂછે છે બેટા! તને શું દુઃખ છે? તારે શા માટે દીક્ષા લેવી છે. ત્યારે થાવચકુમાર કહે છે દુઃખ છે માટે દીક્ષા લઉં છું. જે એ દુઃખ મટી જાય તે માટે દીક્ષા લેવાની જરૂર નથી. ત્યારે કૃષ્ણ કહે છે તારે શું દુઃખ છે? જે હોય તે કહે. હું તરત દૂર કરું છું. ત્યારે થાવર્ચા પુત્ર કહે છે હું માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી બે દુશમન મારી પાછળ પડ્યા છે. ત્યારે કૃષ્ણ કહે છે તારા દુશમન કોણ છે તે જલ્દી કહે હું તેને પકડી લઉં. ત્યારે થાવચ કુમાર કહે છે જુઓ, હું માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે ત્યારથી કાળરાજા મારી રાહ જોઈને ઉભા છે. અને બીજું જરરૂપી રાક્ષસણું પણ મારી રાહ જોઈ રહી છે કે કયારે હું એને ઝડપી લઉં. જે આ મારા બે દુશ્મનોને આપ પકડી આપે તો હું દીક્ષા લેવાની બંધ રાખું. ત્યારે કૃષ્ણ વાસુદેવ કહે છે ભાઈ ! એ બે દુશ્મનોથી બચવાની મારામાં તાકાત નથી. મારા માથે પણ કાળરાજાની તલવાર ઝુલી રહી છે અને જરાવસ્થા પણ આવવાની છે. હું તો બાહ્ય દુશમનને પકડી શકું છું. આ તો આત્યંતર દુશ્મન છે. એમાંથી બચવાની મારામાં તાકાત નથી. ત્યારે થાવકુમાર કહે છે તમે પોતે તેનાથી બચવાને સમર્થ નથી તે મને ક્યાંથી બચાવી શકશે? કૃષ્ણ મહારાજ હાથ જોડીને કહે છે દીકરા ! તારે વૈરાગ્ય સો ટચના સોના જે છે. થાવચકુમારને કૃષ્ણ વાસુદેવ દીક્ષા મહોત્સવ ઉજવે છે.
જમાલિકમારને વૈરાગ્ય પણ ખૂબ ઉત્કૃષ્ટ છે. માતા-પિતાની પાસે દીક્ષાની આજ્ઞા માંગી રહ્યા છે. અત્યાર સુધી માતા કહેતી હતી દીકરા! તને પ્રભુની વાણીને પ્રેમ જાગ્યો, ધન્ય છે તને ! હવે દીક્ષાની વાત સાંભળીને માતાની કેવી દશા થશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – દાસી પાસેથી છોકરાને લઈને રાજાએ બીજી ધાવમાતાને સે અને કહ્યું કે જે આ છોકરાને કાંઈ પણ થશે તો તેને અગ્નિદાહ કરવામાં તને લાકડા રૂપે બનાવીશ. પછી રાજાએ મંત્રીને અને રાણીને ખૂબ ઠપકો આપે. પછી છૂપી રીતે પુત્રને જન્મોત્સવ ઉજવ્યું અને તે પુત્રના જન્મથી રાજાને આનંદ થયે હતું તેથી પુત્રનું નામ આનંદ પાડયું. બાળક દિવસે દિવસે મોટે થતો જાય છે. પિતા તેની ખૂબ સંભાળ રાખે છે છતાં આનંદકુમાર એના પિતા પ્રત્યે પૂર્વકર્મના લીધે છેષ બુદ્ધિવાળો બનતે ગયે. રાજાની દરેક પ્રવૃત્તિમાં દેષ જેનારે થઈ ગયે. છતાં રાજાએ તેને યુવરાજપદે સ્થાપી દીધો.