________________
300
શારદા સરિતા
સાય છે. આવે! કિંમતી સમય જાય છે તેના અફ્સાસ છે? વિચાર થાય છે કે આખા દિવસમાં સામાયિક–સ્વાધ્યાય કે નવકારમંત્રના જાપ કર્યાં હાત તે! મહાન લાભ થાત ! નદીષેણ મુનિ વેશ્યાને ઘેર આવનાર પુરૂષોને એવા સુંદર આધ આપતા ને કહેતા કે માનવજીવનના આયુષ્યની કિંમતી ક્ષારૂપી સુવર્ણરસના ટીપાને વિષયલેગની અગ્નિમાં શા માટે હામી રહ્યા છે ? આયુષ્ય ક્ષણિક છે. સ્વપ્ન સમાન છે. જોતજોતામાં પૂરું થઈ જશે. સ્વપ્ન અને આયુષ્ય અને ઈન્દ્રજાળ જેવા છે. ફરક માત્ર એટલે છે કે સ્વપ્નમાં આંખ ખુલ્યા પછી કંઇ નહિ અને જીવનમાં આંખ બંધ થયા પછી કંઈ નહિ.
સ્વપ્નની દુનિયામાં તું મ્હાલે, આંખ ખુલે તારું કાંઇ નથી, આ દુનિયા પણ ખતમ માની લે, આંખ મીંચે તારુ કાંઇ નથી. પુરાણુ પિંજર છેડીને (૨) પંખી પાંખ વિના ઉડવાનું...આ ઉડનારા...
જ્યાં સુધી જીવનદીપ બુઝાયા નથી ત્યાં સુધી માનવ આયુષ્યના સુવર્ણ રસથી મહાચારિત્રની સાધના કરી નિર્જરા રૂપી સુર્વણુ મનાવી લે. આત્મશુદ્ધિનુ સુર્વણુ સાધી લેા. નદીષેણ મુનિની આવી વૈરાગ્ય ભરી વાણી સાંભળીને વેશ્યાને ઘેર આવેલા કામાંધ મનુષ્યા, પ્રતિબેાધ પામી જતાં. આવી એમની દેશનાલબ્ધિ હતી.
જમાલિકુમારને મન જીવનની એકેક ક્ષણ સુવર્ણરસના ટીપા જેવી અમુલ્ય જાય છે. વૈરાગી આત્માઓને સંસાર કેટ્ઠખાના જેવા લાગે છે. જ્ઞાતાજી સૂત્રમાં થાવકુમારને અધિકાર આવે છે. એ થાવર્ચાકુમાર એકજ વખત તેમનાથ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્યના રંગે રંગાયા. એને બત્રીસ સ્ત્રીઓ હતી. એ પણ કેવી ? રૂપ અને ગુણમાં એકએકથી ચઢિયાતી અને અબજોપતિની દીકરીઓ હતી. એકક સ્ત્રી બત્રીસ ક્રેડ સેાનૈયા દાયજામાં લાવી હતી. તમે દીકરાની સગાઇ કરો ત્યારે પહેલાં પૂછો કે કરિયાવર કેટલા કરશે ?. આને તે કંઈ પૂછવું ન પડયું. સામેથી આટલેા કરિયાવર લાવી હતી. આવી સુખની સામગ્રી હેાવા છતાં સંસાર અસાર લાગ્યું. ઘેર આવીને માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. માતાએ ખૂબ સમજાવ્યે પણ ન માન્યા ત્યારે માતાએ દીક્ષાની આજ્ઞા આપી. માતાના મનમાં થયું મારા એકના એક લાડકવાચા દીકરો આટલું સુખ ને સ ંપતિ છેડીને દીક્ષા લે છે તે! હું કૃષ્ણ વાસુદેવનુ છત્ર અને ચામર લાવું એમ વિચારી થાવકુમારની માતા સારી ભેટ લઇને કૃષ્ણ વાસુદેવના દરખારમાં આવી. કૃષ્ણ વાસુદેવ કહે છે માતા! આજે આપનું આવવાનું કેમ બન્યું? ત્યારે માતા આંખમાંથી આંસુ સારતી કહે છે મારા એકના એક વ્હાલસાચા દીકરા સંસાર છોડીને સંયમી અને છે. મારે એના દીક્ષા મહાત્સવ ખૂબ સારી રીતે ઉજવવા છે તેથી આપનું છત્ર અને ચામર લેવા માટે આવી છું. આટલું ખેલતાં તેા માતાનું હૈયું ભરાઇ ગયું. કૃષ્ણ વાસુદેવ કહે છે માડી! તારા દીકરા શા માટે સયમ લે છે? ત્યારે કહે છે તેમનાથ પ્રભુની વાણી સાંભળી એને સંસાર અસાર