________________
૨૯૦
શારદા સરિતા
એમના માટે પાણીને લેટો ભરી લાવ. છોકરે પાણીને લેટે ભરીને લઈ આવ્યા. શેઠને પાણી પાયું ને શેઠને ઓળખી ગયો કે અહા! આ તે રક્ષણદાતા મારે બાપ છે. એમને મારા ઉપર મહાન ઉપકાર છે. જુઓ, એની દષ્ટિ કેવી નિર્મળ છે! એણે શેઠના ઉપકારને યાદ કર્યા પણ એવો વિચાર ન કર્યો કે એ મને મરાવનાર છે. મનમાં શેઠ પ્રત્યે જરા પણ કષાય ન આવી. હું પાંચ વર્ષનો હતો ને પાળીને મને અઢાર વર્ષને કર્યો. એમના ઉપકારને બદલે હું કયારે વાલીશ?
શેઠની વૃત્તિમાં ઈર્ષાની આગ - જુઓ, હવે શેઠની વૃત્તિ કેવી છે ! છોકરાને જોઈને મનમાં થયું કે આ તે મારા ઘેર રહેતું હતું તે કરે છે. વળી પાછું મનમાં થયું કે એને તે મેં મરાવી નંખાવ્યો છે. એ અહીં ક્યાંથી હોય? એના જે બીજે કઈ છોકરે હશે. બપોરે શેઠ જમીને કુંભારની ઓસરીમાં સૂતા છે તે સમયે આ છોકરે શેઠના પગ દાબવા આવ્યો. એણે પગ દાખ્યા ત્યારે લાગ્યું કે મારે ઘેર રહેતે હતો તે છેકરે આવી રીતે મારા પગ દબાવતો હતો. એનું બોલવું-ચાલવું, વિનયવિવેક એના જેવા છે. તો શું એ તો નહિ હોય ને? એમ વિચાર કરી કુંભારને કહે છે તારે દીકરે ન હતું ને આ દીકરો કોનો છે? કુંભાર કહે છે શેઠ! મારા ઘેર દીકરો તે પણ મને ભગવાને આપે છે. શું આ છેકરાની બુદ્ધિ છે, વિનય-વિવેક છે. મારા કુળમાં દીપક છે. કુંભારે ખૂબ વખાણ કર્યા એટલે શેઠની શંકા સાચી ઠરી અને નિર્ણય કર્યો કે ગમે તે પ્રકારે એને મરાવી નંખાવું. શેઠ ગમે તેવા ધમ હોવા છતાં અંદરની આસુરી પ્રકૃતિએ જોર કર્યું. બસ, એને જીવંત રાખું તે મારે જમાઈ થાય ને? કુંભારને કહે છે ભાઈ ! મારે અહીં બે દિવસ રોકાઈને આગળ જવું છે પણ મારે અગત્યના સમાચાર ઘેર પહોંચાડવા છે. શેઠ! એમાં શું? તમારે ઘેર સમાચાર પહોંચાડવા હોય તે હું જાતે જઈને પહોંચાડી દઉં. ત્યારે કહે છે બીજો કોઈ માણસ નથી? કુંભાર કહે હું ને મારે દીકરો બે છીએ. પણ દીકરાએ તમારું ઘર જોયું નથી માટે હું જઈશ. કુંભાર જવા તૈયાર થયો છે. છોકરો કહે છે બાપુજી! હું બેઠે હેલું ને આપને જવા દઉં? આપ રહેવા દે. હું જલ્દી જઈશ. જલદી જવાનું છે. આપ નહિ પહોંચી શકે. શેઠને એટલું જોઈતું હતું. શેઠે ચિઠ્ઠી લખીને કવરમાં બીડીને છોકરાને આપી. ચાલતો ચાલતો શેઠના ગામમાં આવી પહોંચે. રાત પડી ગઈ હતી. એટલે છોકરાના મનમાં થયું કે અત્યારે બધા સૂઈ ગયા હશે. મારે કયાં જગાડવા...સવારમાં જઈશ. એટલે શેઠના બંગલા પાછળ એક સૂકાઈ ગયેલે નાને પણ સુંદર બગીચો હતો. તેમાં બાંકડા ઉપર જઈને સૂઈ ગયો. એ સૂતો ને સૂકો બગીચે લીલુંછમ થઈ ગયે. બગીચામાંથી ઠંડી હવા ને પુષ્પોની સુગંધી આવવા લાગી. શેઠની દીકરી જાગતી હતી. એણે બારીએથી જોયું તે વર્ષોથી