________________
શારદા સરિતા
૨૮૯ એની વૃત્તિ ચંડાળની નથી. તે એ ભાવ ચંડાળ નથી પણ જાતિ ચંડાળ છે. પણ જે ઉચ્ચ કુળમાં જન્મીને ચંડાળના કામ કરે છે તે કર્મચંડાળ છે. એ કદી સુધરે નહિ. આ માણસ જાતિને ચંડાળ હતો છતાં એનું હૃદય પીગળી ગયું ને કહ્યું છોકરા! આ જંગલમાં કયાંક ચાલ્યો જા. ફરીને કદી આ ગામમાં ન આવત. છેકરે કહે બાપુજી! નહિ આવું. આપે મને જીવનદાન દીધું છે. આપને ઉપકાર કદી નહિ ભૂલું. એમ કહી પગે લાગીને છેક ચાલ્યા ગયા. ચંડાળ પણ ગામમાં ગયે. શેઠને મળે. શેઠ કહે કેમ બધું પતી ગયું ને? ચંડાળ કહે હા. કોઈ ન જાણે તેમ એને વધ કર્યો છે. શેઠ ખુશ થયા. બસ, હવે સાધુના વચન કયાંથી સાચા પડવાના છે?
છોકરે પણ ચંડાળ પાસેથી છૂટીને એ દોડશે. નવકારમંત્રનું સ્મરણ કરતે દોડે જાય છે. એમ કરતાં ઘણે દૂર ચાલ્યા ગયે ત્યાં એક ગામ આવ્યું. ગામની બહાર એક ઝાડ નીચે બેઠે છે. ખૂબ થાકી ગયેલ છે. નિરાશ થઈને લમણે હાથ દઈને બેઠે છે. હવે ક્યાં જાઉં? કેઈને ઓળખતે નથી એમ વિચારતો મનમાં નવકારમંત્રનું
સ્મરણ કરતો બેઠે છે. ત્યાં એક કુંભાર માટી ખોદવા આવ્યા. આ છોકરે ઉઠીને કુંભાર પાસે આવ્યો ને કહ્યું બાપુજી! તમે આ શું કરે છે? લાવ હું માટી દવા લાગું. વિનય વૈરીને વશ કરે છે. વૈરીને વશ કરવાનું વશીકરણ વિનય છે. એક વખત સત્યભામાં દ્રૌપદીની પાસે આવીને કહે છે હે દ્રૌપદીજી! આપ તો પાંચ પતિના એક પત્ની છે તે આપ પાંચ પતિને કેવી રીતે વશ કરી શકે છે. અમે તો એક કૃષ્ણ વાસુદેવને બત્રીસ હજાર રાણીઓ છીએ પણ વશ કરી શકતા નથી તે આપની પાસે એવું શું વશીકરણ છે? હોય તો અમને બતાવજે. દ્રૌપદી કહે છે બહેન! મંત્ર કહે કે વશીકરણ કહો. પતિની પ્રકૃતિને પારખી લેવી એમને શું ગમે છે? એ ઉપર લક્ષ આપીને વિનયપૂર્વક એમની આજ્ઞાનું પાલન કરવું એ વશીકરણ છે.
કુંભાર છોકરાનું બોલવું ચાલવું ને વિનયવિવેક જોઈને ખુશ થઈ ગયો અને એનું રૂપ જોઈને અંજાઈ ગયે. શું એનું રૂપ છે? કુંભાર કહે દીકરા! તું કેણ છે? અહીં કેમ આવ્યું ? ત્યારે કહ્યું હું ફરતે ફરતે આવ્યો છું. મારું કેઈ સગુંવહાલું નથી. કુંભાર કહે છે તે ચાલ મારે ઘેર. મારે દીકરે નથી. તેને મારો દીકરો બનાવીશ. ચાલ આપણે ઘેર જઈએ. કુંભાર એને ઘેર લઈ આવ્યું. એને નવડાવી, કપડા પહેરાવી જમાડે. છોકરે શેઠના ઘેર વહેપાર કરવા બેસતે અને અહીં કુંભારની સાથે બેસીને માટલા બનાવતા શીખે. માટી લેવા જવું બધું કામ પતે કરતે. કુંભારને આ દીકરો ખૂબ વહાલો હતો. બંને માણસ પેટના દીકરાની જેમ સાચવતા. આમ કરતા એક વર્ષ પૂરું થયું. પેલા શેઠ ઉઘરાણી માટે ફરતાં ફરતાં કુંભારને ઘેર આવ્યા. કુંભારે ઓસરીમાં ખાટલો ઢાળી શેઠને બેસાડ્યા ને છોકરાને કહ્યું બેટા! આપણું ઘેર શેઠ આવ્યા છે તું