________________
૨૮૦
શારદા સરિતા તેનો નિશ્ચય નહિ છેડે એમ જાણી એક આહીર જાહલ પાસે ગયો ને બધી વાત કરી ત્યારે જાહલે વિચાર કર્યો કે ગમે તે થાય પણ મારે મારું ચારિત્ર વેચીને જીવવું નથી. પણ હવે કળથી કામ લેવું પડશે. મારા ચારિત્રના રક્ષણ માટે અસત્ય બોલવું પડશે તે વાંધો નથી એમ વિચારી હમીરને પિતાની પાસે મોકલવા કહ્યું. એની રગેરગમાં જાહલ રમી રહી હતી. હવે એ પિતાને બોલાવે છે તે જાણીને ખૂબ આનંદ થયે અને હર્ષઘેલો બનીને ત્યાં આવ્યું. જાહલના મનમાં કેધ હતો પણ અત્યારે ક્રોધને શમાવી મનને દઢ કરીને હમીરને કહ્યું કે મેં જ્યારથી તમને જોયા ત્યારથી મારું મન તમારામાં છે. આ ઝૂંપડામાં રહેવું ગમતું નથી. પણ મેં ગઈ કાલે છ મહિનાનું બ્રહ્મચર્ય વ્રત લીધું છે તેમાં પુરૂષના કપડાને સ્પર્શ પણ મારાથી કરાય નહિ. જે આપને મારા પ્રત્યે પ્રેમ હોય તે મારું છ મહિનાનું વ્રત પૂરું કરવા દે. જે મારા વ્રતને ભંગ કરશે તે હું જીભ કરડીને મરી જઈશ.
જાહલ ગમે તેમ તોય પિતાના પતિમાં સંતોષ માનનારી સતી છે અને ચારિત્રનું રક્ષણ કરવા આવા વચન બોલી છે એટલે તેના વચનની હમીર સુમરા પર સારી અસર થઈ. એના મનમાં થયું કે છ મહિના તે કાલે પૂરા થઈ જશે. એને મારા પ્રત્યે પૂરે પ્રેમ છે. હવે એ કયાં જવાની છે? એમ વિચારી સુમરાએ જાહલને છ માસની મુદત આપી અને જાહલના ઘરને ફરતે સખ્ત ચોકી પહેરેગોઠવી દીધે જેથી જાહલ નાસી ન જાય. જાહલને પતિ સંસતી અને બધા આહીરે મૂંઝવણમાં પડ્યા. હવે શું કરીશું? આના કરતાં જાહલે કહ્યું ત્યારે રવાના થઈ ગયા હોત તે સારું હતું. આ તો સપડાઈ ગયા. પાછળને પસ્તા શા કામને જાહલે બધાને ધીરજ આપતાં કહ્યું કે છ મહિનાની મુદત છે. ગભરાવ નહિ. હું ચિઠ્ઠી લખી આપું છું તે લઈને તમે જુનાગઢ જાવ. અને મારા ભાઈ રા'નવઘણને લઈ આવે તે આપણે વિજય થશે. સંસતી. જુનાગઢ જવા તૈયાર થયે એટલે તેણે ભાઈને ચિઠ્ઠી લખી આપી. એણે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું.
હે....સિંધમાં રેકી અમરે, વહારે ધા ને નવઘણ વીર હે....જાહલ તુજ પર મીટ માંડી રહી, મને હાલવા દે ના હમીર
મારા ધર્મવીરા! હું તને રાખડી બાંધતી ત્યારે તું મને પસલી માંગવાનું કહેતે. મારા લગ્ન વખતે તું કન્યાદાન દેવા આવ્યા ત્યારે પણ મેં તારી પાસે કંઈ માંગ્યું નથી. એ કર મેં બાકી રાખે છે. તે દિ ગામ ગરાસ મેં તેને લીધે ત્યારે ભીડ પડયાને મેં કેલી દીધે, મારા માંડવા હેઠળ બેલ દી (૨).
એ મારા માંડવા હેઠળ બોલ દીધે.