________________
શારદા સરિતા
૨૭૯ છે પહેલા સોરઠથી સમાચાર મંગાવીએ કે ત્યાં સુકાળ થયે છે કે નહીં? પછી જઈએ. એટલે થોડા દિવસ ત્યાં રોકાઈ ગયા.
જાહલને માથે આત? હવે જાહલના મનમાં આનંદ છે કે થોડા દિવસમાં આપણે સોરઠમાં જઈશું પણ કુદરત કહે છે કે તું ધારે છે કંઈ ને થાય છે કંઈ.
માણસ મનની માંય, સદાય ચાહે સુખને
ધાર્યું ધણુનું થાય, કામ ન આવે કેઈનું
જ્યારે માણસના માથે વિપત્તિના વાદળે ઉતરવાના હોય ત્યારે ગમે તે ડાહ્યા હોય તે પણ એની મતિ મૂંઝાઈ જાય છે. જાહલે દેશમાં જવાનું કહ્યું પણ કોઈ જવા તૈયાર ન થયું. સને એમ થયું કે સેરઠથી ખબર આવે પછી જઈએ. હવે અહીં શું બન્યું કે જાહલ એક દિવસ કપડા ધેવા તળાવે ગઈ. પેઈને તળાવમાં સ્નાન કરી રહી છે. વાળ છૂટા હતા. નાહીને તે બહાર નીકળે છે તે વખતે કપડાં સેંસરું તેનું રૂપ ઝગારા મારી રહ્યું હતું. આ સમયે હમીર સુમરે ઘેડે બેસીને ફરવા નીકળ્યો હતો. ફરતો ફરતો ત્યાં આવ્યા ને જાહલના સૌંદર્યમાં મુગ્ધ બની ગયો. એણે નિશ્ચય કર્યો કે આ સ્ત્રી તો મારા જનાનખાનામાં શેભે. આને મારી બેગમ બનાવું તે મારૂં જનાનખાનું શેભે. જાહલની દષ્ટિ હમીર સુમરા પર પડી. એ ભયભીત બનીને જલ્દી પિતાનાનેસડામાં ચાલી ગઈ. હમીર સુમરે પણ એની પાછળ ગયે. જાહલ સમજી ગઈ કે નક્કી મારું રૂપ જોઈને આની કુદષ્ટિ થઈ છે. એ મારું શીયળ લૂંટશે. મારું શું થશે? થરથર ધ્રુજવા લાગી.
હમીર સુમરાને ત્યાં આવેલો જોઈ બધા આહીરે ભેગા થયાં ને પૂછવા લાગ્યા. સાહેબ! આજે આપને અહીં કેમ આવવું પડયું? ત્યારે હમીર કહે છે આ બાઈ કપડા જોઈને ગઈ તે કેણ છે? ત્યારે કહે છે એ તે અમારા આહીર રાજાની રાણી છે. હમીર પૂછે છે તમે બધા કયા દેશના છે અને અહીં કેમ આવ્યા છે? ત્યારે બધા આહીરે કહે છે અમે સેરઠ દેશના છીએ ત્યાં ભીષણ દુષ્કાળ પડયે હતું તેથી આ સિંધમાં રે ચરાવવા આવ્યા છીએ. હમીર કહે છે મારા સિંધ દેશમાં તે સુકાળ છે ને? તમે બધા અહીં આવીને સુખી થયા છે ને? આહીરે કહે છે અહીં તે અમે આપના પ્રતાપે સુખી છીએ. ત્યારે હમીર સુમરે કહે છે મારા દેશમાં આવીને તમે સુખી થયા તો તમારે મને કંઈક ભેટ આપવી જોઈએ ને? બેલે આપશેને? આહીરો કહે અમારી શકિત પ્રમાણે જરૂર આપીશું. હમીર કહે છે મારે બીજું કાંઈ નથી જોઈતું પણ આ સ્ત્રી અંદર ગઈ તે મને આપે. આહીરે કહે છે સાહેબ. રાજા તો પ્રજાના પિતા કહેવાય. પ્રજાના રક્ષણહાર હોય તેને બદલે રક્ષણ કરનારે જે ભક્ષણ કરશે તે પ્રજા કેની પાસે ફરીયાદ કરશે.
આ સમયે હમીર સુમરે કહે છે મારે તમારું કંઈ સાંભળવું નથી. તમે હા કહેશે કે ના કહેશે પણ એ સ્ત્રીને હું લઈ જઈશ અને મારી બેગમ બનાવીશ. હમીર