________________
શારદા સરિતા
૨૭૭
એટલું જ કહ્યું હે માતા ! હું પ્રભુના દર્શન કરવા ગયા હતા ને એમની વાણી સાંભળી ત્યાં માતા હરખાઇ ગઇ ને કહેવા લાગી બેટા ! તને ધન્ય છે. તને જન્મ દેનારી એવી હું પણુ આજે કૃતાથ અની ગઈ.
બંધુએ ! જીવનમાં જે કઇંક સત્કાર્ય કરે છે તે ધન્ય બની જાય છે. જીવન સારું જીવે તે જગતમાં પૂજાય છે અને જે માનવજન્મ પામીને કંઇ કરતા નથી એ કાગડા અને કૂતરાની જેમ જન્મે છે અને મરે છે. એને જન્મતાં કોઈ જાણતુ નથી ને મરતાં પણ કોઇ જાણતુ નથી. જમતાં આનંદ કિલ્લાલ કરી છે તેા કાઇક દિવસ ભૂખ્યાની સંભાળ લેજો. એકલા પેટ ભરા ન બનશે.
ખાઇપીને પેટ પૂરણ ભર્યા, કેઇ ભૂખ્યાની સંભાળનવ લીધી, એવા ખાવા માંહી તને ધૂળ પડી ... ખાઈ પીને....
આપણે રા'નવઘણની વાત ચાલે છે. દેવાયતે રા'નવઘણને અચાવવા કેટલું કષ્ટ વેઠયું! નવઘણને હળ ચલાવતાં સાત ચરૂ નીકળ્યા. દેવાયતે વિચાર્યું. હવે આપણે પૈસાની કમીના નથી તેા દીકરી જાહલને પરણાવુ અને નવઘણુને રાજ્ય અપાવું. એટલે ઘણાં આહીરભાઈઓને હથિયાર સહિત જાહલના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું. ખૂબ ધામધૂમથી જાહેલના લગ્ન કર્યા. લગ્ન વખતે નવઘણ જાહલ બહેનને હાથગરણું આપવા આવે છે ત્યારે જાહલ કહે છે વીરા! અત્યારે મારે તારું હાથગરણું નથી જોઇતું. અત્યારે તેા તારી પાસે થાપણમાં લેણું રાખું છું. માટે જ્યારે જરૂર પડશે ત્યારે માંગી લઇશ. ત્યારે નવઘણ કહે છે ભલે બહેન! તારી મરજી હાય ત્યારે માંગી લેજે. એ જાહલના લગ્ન પછી બધા આહીરાને સાથે લઈને દેવાયતે જુનાગઢ ઉપર ચઢાઇ કરી ને જુનાગઢ જીતી લીધું અને નવઘણુને જુનાગઢના રાજા બનાવ્યા.
નવઘણુ જુનાગઢને રાજા બન્યા અને દેવાયતને મુખ્ય સલાહકાર તરીકે નીમ્યા. દેવાયત અને તેની પત્નીનું રા'નવઘણ માતા-પિતા જેટલું માન સાચવે છે. નવઘણુ રાજ્યકામાં ખૂબ હાંશિયાર બન્યા. ચારે તરફ એની કીર્તિ ફેલાઇ ગઈ. આ જોઈ આહીર માતા-પિતાને ખૂબ સતાષ અને આનંદ થયા કે આપણે કષ્ટ વેઠીને એનુ રક્ષણ કર્યું. તે સાર્થક થયું. આયુષ્ય પૂર્ણ થતાં દેવાયત અને તેની પત્ની અને પરલેાકમાં પ્રયાણ કરી ગયા. નવઘણે એના માતા-પિતાને ઉગાની ખે!ટ જરાય સાલવા દીધી ન હતી અને અહેનડી જાહલનું પણ પૂરું ધ્યાન રાખતા હતા. કેઈ રીતે એને આછું ન આવે તેમ તેની સંપૂર્ણ કાળજી રાખતા હતા.
રા'નઘવણ એને ઘણી વખત જુનાગઢ તેડાવતા પણ જાહલના મનમાં એમ થતુ કે હવે જુનાગઢ જઈને શું કામ છે? ત્યાં જાઉં પણ મારા માતા-પિતા તે સ્વગે સીધાવ્યા છે તેથી મારું મન માનતુ નથી. બહેન નહિ જવાથી વિસા જતાં નવઘણુ