________________
૨૬૦
શારદા સરિતા સૂઈ જતો. એની ગદડી પાથરેલી રહેતી અને ઉપર એક ફાટલે કાળો ધાબળો ઓઢી લેતો. એક દિવસ રાતના બે વાગે ગોપાલ ઉઠ. એનું યુવાન લોહી ઉકળી ઉઠયું. અંધારી રાત હતી. બધા સૂઈ ગયા હતા. સર્વત્ર શાંતિ છવાઈ ગઈ હતી. આ સમયે ગોપાલે હાથમાં ધારીયું લઈ બધું બળ એકઠું કરી એક ઝાટકે માર્યો. ત્યાં એક કારમી ચીસ સંભળાઈ. આ તો એની માતાની ચીસ હતી. લેહીનું ખાબોચીયું ભરાઈ ગયું હતું તે વખતે એને બાપ બહારથી આવ્યું. માતા તરફડતી હતી. ગેપાલ વિચાર કરે છે કે અહે! જેને દુઃખમાંથી મુકત કરવા માટે મેં આ ક્રૂર કામ કર્યું, એ માતાને મેં કાપી નાંખી તેની આંખે અંધારા આવી ગયા. અરેરે. મેં કેધના આવેશમાં આવી આવું અકૃત્ય કર્યું ? મારાથી બાપુજીને પણ ન મરાય અને મેં માને મારી નાંખી! મારાથી આ અઘટિત કાર્ય કેમ બન્યું? એમ વિચાર કરે છે ત્યાં બધા લેકે એકત્ર થઈ ગયા. ગોપાલના હાથમાંથી લેહી ખરડાયેલું ધારીયું પડી ગયું. એને બાપ તે બરાડા પાડીને બેલવા લાગે હત્યારા. કુલાંગાર! તારી માતાનું તેં ખૂન કર્યું ! એની બહેન પણ ચોધાર આંસુએ રડવા લાગી. જોતજોતામાં એની માતાને દીપક બુઝાઈ ગયો. ખૂનને આરેપ કરી ફરીયાદી કરીને જેલમાં પૂરા પછી એને જન્મટીપની સજા થઈ.
એ જેલમાં પૂરા ત્યારથી પશ્ચાતાપની અગ્નિમાં પિતાની જાતને બાળી રહ્યા હતો અને કરેલા કર્મની સજા ભોગવી રહ્યો હતો. ગામમાં ઉડતી વાતે એના કાને આવતી હતી કે એના બાપુજી ગામ છોડીને ચાલ્યા ગયા અને એની બહેનના કંઈ સમાચાર નથી. બહેનને સુખી કરવાના એના મનોરથને માળે વીંખાઈ ગયું હતું. એ પિતાના કરેલા પાપને પશ્ચાતાપ કરતે ઉંડા વિચારમાં ડૂબી ગયો હતો. ત્યાં પેલી ધર્મની બહેને રાખડી બાંધવા આવી અને નેપાલની આંખમાંથી આંસુ પડયા. એને જોઈને પિતાની બહેન અને માતા યાદ આવી. પ્રભુને પ્રાર્થના કરવા લાગે- જે એક વખત જન્મટીપની જેલની સજામાંથી છૂટું તો ભાઈ વિનાની નિરાધાર બહેનેની અને વિધવા માતાઓની સેવા કરું. તેની શુદ્ધ ભાવનાથી અને છેવટને અંજામ કેર્ટમાં નકકી થયે કે છોકરો ખૂન કરવા માટે ખુની તરીકે ગુન્હેગાર નથી. આથી તેને છૂટે કરવામાં આવ્યો અને તેણે દુઃખી અને વિધવા માતાઓ અને બહેનોની સેવા કરીને પિતાનું જીવન સાર્થક બનાવ્યું.
દેવાનુપ્રિયો! આપણે શરૂઆતમાં વાત કરી કે પહેલા પહોરે ચા-પાણીના બદલે વીતરાગ વ ણી સાંભળો. વીતરાગ વાણી જીવને પવિત્ર બનાવે છે. સત્સંગને મહિમા અજબ છે. પાપી પણ સત્સંગના પ્રવાહમાં પુનિત બની જાય છે. એક વખતને મહાન પાપી અંગુલીમાલ જે આંગળીઓને હાર બનાવી ડેકમાં પહેરતો હતું તે એક વખત બુદ્ધને સમાગમ થતાં સુધરી ગયે. વાલીયે લૂંટારે નારદ ઋષિને સમાગમ થતા લુંટા,