________________
૨૦૮
શારદા સરિતા મુસાફરે કહે છે આ જગટે આવીને બેઠે છે એના પાપે આમ બન્યું છે. એને ઉંચકીને નદીમાં ફેંકી દો. નહિતર આપણે ડૂબી જઈશું એટલે બધા મુસાફરોએ ઉંચકીને મુનિને નદીમાં ફેંકયા ત્યાં પૂર્વના વૈરી દેવતાએ ભાલાની અણી ઉપર એમને ઝીલી લીધા. ભાલાની અણી એમના પેટમાં ભેંકાઈ ગઈ. જેમ બહેનો તેલમાં વડા તળે છે ત્યારે ત્રાપામાં વડાને ભરાવીને બહાર કાઢે છે. વડુ વચમાંથી વીંધાઈ જાય છે એવી આ મુનિની સ્થિતિ હતી. પિટમાંથી લોહી નીકળીને નદીમાં પડવા લાગ્યું.
1 અહીં આચાર્યની કસોટીને સમય આવ્યો. મુનિ એમ નથી વિચાર કરતા કે મને કેવળી ભગવાને અહીં કેવળજ્ઞાન મેળવવા મોકલ્યું કે ભાલાથી વધાવા? મનમાં એક શ્રદ્ધા છે કે ભગવાનના વચન ત્રણ કાળમાં ખોટા પડે નહિ. પેટમાં ભાલાની અણી પેસી ગઈ છે, ને લોહીના ટીપા નદીમાં પડે છે. આ સમયે પિતાના પેટની પીડાની પરવા નથી કરતા, પિતાને નાવડીમાંથી ઉંચકીને બહાર ફેંકનારા ઉપર ક્રોધ નથી કરતા કે કેવલી ભગવંતને દોષ નથી આપતા. પોતાને ભાલાની અણુ ઉપર ઝીલનાર વૈરી દેવ ઉપર છેષ પણ નથી લાવતા. ફકત એમના દિલમાં એક દુઃખ થાય છે. ભાલાથી વીંધાયા પછી લેહીનાં ટીપાં નીચે પાણીમાં પડતા જોઈ પાણીના જીવો ઉપર અનુકંપા આવે છે. હે પ્રભુ! પાણીમાં રહેલા અસંખ્ય છે મારા શરીરમાંથી પડતા લોહીથી મરી રહ્યા છે. કેવું મારું પાપી શરીર ને મારું લેહી પણ કેવું ઝેરી કે અસંખ્ય અને સંહાર કરી રહ્યું છે. ધિકાર છે મારા શરીરને!
પિતાને આટલી અતૂલ પિડા હોવા છતાં પિતાના પ્રાણની પરવા કરતા નથી. પોતાના પ્રાણના ભોગે બીજાની રક્ષા કરે છે. જૈન મુનિ કેવા હોય!
ના પંખે વીઝે ગરમીમાં ના ઠંડીમાં કદી તાપે ના કાચા જળને સ્પર્શ કરે, ના લીલેતરીને ચાંપે નાનામાં નાના જીવતણું એ સંરક્ષણ કરનારા આ છે અણગાર અમારા
ગમે તેટલી ગરમી લાગે, બફાઈ જવાય પણ જૈન મુનિ પંખાની હવા ન ખાય કે જાતે પંખે વીંઝે નહિ. શિયાળાના દિવસોમાં ઠંડી લાગે, ગમે તેવા હમ પડે, કાયા થરથર ધ્રુજે તે તાપણી કરીને તાપે નહિં. તરસ્યા મરી જાય પણ કદી કાચા પાણીને અડે નહિ. રસ્તામાં ચાલ્યા જતા હોય, લીલોતરીનું એક પાંદડું પડ્યું હોય તો પણ તેને અડે નહિ. પગ નીચે લીલેતરી ન આવે તે રીતે સાવધાનીપૂર્વક ચાલે. આવા નાનામાં નાના જવાનું રક્ષણ કરનારા જૈનના અણગાર હોય છે.
આ આચાર્ય મહારાજ પિતાના દેહની પરવા નથી કરતા. પિતાના દેહનો રાગ છૂટી ગયું છે. અહો પ્રભુ! હું નથી વીંધાનો, મારા કર્મો વીંધાઈ રહ્યા છે. એમને દેહને રાગ છૂટી ગયું છે અને સંયમ અહિંસા ને જીવેની દયા પ્રત્યેને રાગ ઉછળે