________________
શારદા સરિતા
૨૦૭ દેવાનુપ્રિયે ! ગુરૂની ભાવના પ્રમાણે ગૌચરી આવી તેથી ગુરૂને વિચાર થયે કે આજ મારા મનના ભાવ પ્રમાણે ગૌચરી આવી છે તે શું મારા શિષ્યાને કંઈ જ્ઞાન થયું છે? તેથી સંત પૂછે છે સાધ્વીજી ! મેં મનમાં એવી ભાવના કરી કે આજે આવા પ્રકારનો આહાર મળે તે મારા સંયમમાં મને શાતા રહે તો તમે એવા પ્રકારનો આહાર લાવ્યા તો આપ મારા મનમાં રહેલા ભાવ કેવી રીતે જાણી શકયા? ત્યારે કહે છે ગુરૂદેવ! આપની કૃપાના પ્રતાપે હું જાણી શકું છું. જુઓ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે છતાં કેટલે વિનય છે! એમ નથી કહેતાં કે મને કેવળજ્ઞાન થયું છે. ગુરૂ ફરીને પૂછે છે આપને જે જ્ઞાન થયું છે તે પ્રતિપાતી કે અપ્રતિપાતી? ત્યારે કહે છે અપ્રતિપાતી. તરત આચાર્ય ભગવંત ઉભા થઈ ગયા ને સાવીજીના ચરણમાં પડયા અને પશ્ચાતાપના આંસુ વહાવતાં બોલ્યા કે અડો! કેટલી ભૂલ કરી કે કેવળજ્ઞાની ભગવંત પાસે મેં સેવા કરાવી. હું કે કમભાગી! તરત ઉભા થઈ હાથ જોડી પગમાં પડીને કહે છે હે સર્વજ્ઞ ભગવંત! આપની પાસે સેવા કરવી. હું હજુ કેટલા ભવ સુધી ભટકીશ. મને કયારે કેવળજ્ઞાન થશે?
દેવાનુપ્રિય! વિચાર કરે. પુષ્પગુલારાણીને ઉપદેશ આપીને સંસારમાંથી ઉગારનાર આ ગુરૂ મહારાજ છે. ઘણું લાંબા કાળને સંયમ પાળનાર ને શાસ્ત્રના પારગામી હતાં છતાં આચાર્ય છદમસ્થ રહ્યા ને શિષ્યા પુષ્પચુલા સાધ્વીજી પામી ગયા. જૈન શાસન કેટલું વિશાળ ને નિષ્પક્ષ છે. ચાહે ગુરૂ હોય કે શિષ્ય હેય, સ્ત્રી હોય કે પુરૂષ હોય. દરેક ગુણસ્થાનકના પગથિયા ચઢી શકે છે અને ચઢતા ચઢતાં વીતરાગ દશા પ્રાપ્ત કરી શકે છે. કેવું સુંદર આશ્વાસન!
અણિકાપુત્ર આચાર્ય પૂછે છે હજુ મારે કેટલા ભવ ભમવાનું છે? ત્યારે સાધ્વીજી કહે છે તમે ચરમ શરીરી છે, આ ભવમાં મુકિત મેળવવાના છે. આચાર્ય મહારાજને આશ્ચર્ય થયું – અહે! આ ભવમાં જ મોક્ષે જઈશ? મને કયારે કેવળજ્ઞાન થશે? કેવળી ભગવંતે કહ્યું –ગંગા નદી ઉતરતાં આપને કેવળજ્ઞાન થશે. સાધ્વીજીએ કેવળજ્ઞાન દ્વારા જાણીને કહ્યું ત્યારે આચાર્ય મહારાજ કહે છે કેવળી ભગવંત સમયની મુદત આપતા નથી. એ તો એમ કહે છે કે ગંગા નદી ઉતરવાં કેવળજ્ઞાન થશે તો લાવને જલદી જાઉં. કેવળજ્ઞાન મળતું હોય તો પ્રમાદ શા માટે કરે ? આચાર્ય મહારાજમાં ચાલવાની તાકાત ન હતી પણ કેવલી ભગવંતના વચને અપૂર્વ જેમ આવ્યું. હિંમત ભેગી કરીને ઉભા થયા ને પહોંચી ગયા ગંગા કિનારે. તમને થશે કે સાધુ નદીમાં કેવી રીતે પડે? કાચા પાણુને સ્પર્શ તે કરે નહિ. જ્યારે બીજે કઈ માર્ગ ન હોય તો સાધુ નાવડીમાં બેસીને નદી પાર કરી શકે. વધુમાં વધુ ત્રણ વખત નદી ઉતરવાને ભગવાનને કાયદો છે.
આચાર્ય નૈકામાં બેઠા. નૈકા ચાલી જાય છે. મધ્ય નદીએ નૈકા પહોંચી. હોડી હાલમડેલ થવા લાગી. ડૂબવાની અણુ ઉપર આવી ગઈ ત્યારે નાવડામાં બેઠેલા