________________
શારદા સરિતા
૨૦૫ સુખ ને રંગ-રાગ હોય છે, દેવેની કેટલી અદ્ધિ હોય છે તે અને નરકના જીવોને કેવા કેવા દુઃખે પિતાના કર્મને અનુસાર ભેગવવા પડે છે, સંસારના ભોગ ભોગવવાથી પરિણામ કેવું ભયંકર આવે છે અને આ શરીર કેવું અનિત્ય ને અશુચીમય છે તેની ખૂબ સુંદર છણાવટ કરી. આ સાંભળીને પુષ્પચુલા મહારાણીના અંતરમાં વૈરાગ્યભાવ ઉત્પન થયો.
એક દિવસ રાણી રાત્રે સૂતા હતા. નિદ્રા આવતી નથી તે સમયે વિચાર કરવા લાગી અહો ! આ સંસારમાં કોના પ્રત્યે રાગ કરવા જેવો છે? ધન-વૈભવ ને વિલાસ તે નાશવંત છે. આ શરીર ગંધાતી ગટર જેવું છે. આ દેહને રાગ રાખવા જેવું નથી. એની પાસે તે બને તેટલું કામ કઢાવી લેવા જેવું છે. બાકી શરીરને સ્વભાવ કે છે -
જિસકી સંગતિસે અતિ સુંદર, મિષ્ટ સુગંધિત ભંજની,
અતિ દુર્ગધિત કૃમિસે પૂરત, હેડતા ક્ષણમેં હાય સભી ! મૂલ્યવાન કપડે ક્ષણભરમેં, તુચ્છ મલિન બન જાતે હૈ,
એસે મલિન દેહકે સુંદર, કૌન મૂઢ બતાતે હે "
બંધુઓ ! આપણું શરીર એક પ્રકારનું મશીન છે. તમે મોટા મોટા કારખાનાઓમાં ને ફેકટરીઓમાં મશીન તો જોયા હશે. ઘણુ માણસે રસ્તામાંથી કાગળના ટુકડા ફાટેલા કપડાના ચીંથરા, કાચના ટુકડા બધું વીણીને કેથળામાં ભરે છે તેને જોઈને થાય કે આ લેકે આ કચરે શા માટે ભેગો કરતા હશે? એક વખત કેઈ કારખાનાવાળાને પૂછયું ત્યારે કહે કે એ એક કથળે એવા કાગળીયા ને ચીંથરા વીણી લાવે તેને અમે એક કોથળે પાંચ રૂપિયા આપીએ. મેં પૂછ્યું કે એ કચરાને તમે શું કરે? તે કહે કે અમે એમાંથી નવું સર્જન કરીએ. કેઈ નવીન ચીજ બનાવીએ. મશીનમાં પડવાથી નકામી વસ્તુઓ સારી બની જાય છે. ત્યારે આપણું શરીરનું મશીન જુઓ. આ મશીનમાં અનેક પ્રકારની ઉત્તમ વાનગી બનાવીને નાંખો, બદામ-પીસ્તા, ચારેબી, કેશર ને ઈલાયચી નાંખી ઉકાળેલું દૂધ નાંખો પણ જ્યાં હાડીયામાંથી નીચે ઉતર્યું એટલે અશુચીમય બની જાય છે. કદાચ મીટ થાય તે પછી તેના સામું જોવું ગમે છે? કારખાનાનું મશીન ખરાબ પદાર્થોને સારા બનાવે અને આ શરીરનું મશીન એવું છે કે સારા પદાર્થોને ખરાબ બનાવી દે. સારામાં સારું કિંમતી વસ્ત્ર પણ શરીર પર પહેર્યું એટલે એની ચમક ઉડી જાય છે. આવા અશુચીમય દેહને રાગ શા માટે રાખવા
પુષ્પચુલા રાણીને આ બધે વિચાર કરતાં સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. રાજાને રાણી પ્રત્યે ખૂબ પ્રેમ હતો એટલે રાજા રજા આપતા નથી. ખૂબ કરગરે છે, ત્યારે રાજા કહે છે હું તને દીક્ષાની રજા આપું પણ એક શરતે કે તારે દીક્ષા લઈને વિહાર કરે નહિ. આ ગામમાં તું રહે તે મને રોજ