________________
શારદા સરિતા
૧૬૫ , પાછા આવ્યા અને રાજાને કહ્યું. અત્યારે તમારે ત્યાં જવા જેવું નથી. એ એવા ધ્યાનમાં મગ્ન છે કે તમારી સામું જોશે નહિ. એમ કહી રાજાને જેમ તેમ સમજાવ્યા. ત્યારે રાજા કહે છે ભલે ફરીને હું આવીશ.
અગ્નિશર્માએ પિતાનો ફોધ છેડે નહિ. એના કુલપતિને ખૂબ દુઃખ થયું પણ શું કરે? રાજા ગુરૂને વંદન કરીને પાછા ફર્યા. પાછળથી બે તાપસ કુમારોએ થેડે દૂર જઈને રાજાને કહ્યું હે રાજન! અગ્નિશર્મા આપના ઉપર ખૂબ કે પાયમાન થયા છે, એ તમારું મુખ જોવા માંગતા નથી અને એમણે તે જાવજીવ આહાર પાણીને ત્યાગ કર્યો છે. રાજાના મનમાં ખૂબ દુખ થયું ને મનમાં વિચાર કર્યો કે હવે ફરીને મારે આ તપવનમાં શા માટે આવવું જોઈએ. અને મારા કારણે કુલપતિને પણ મુશ્કેલીમાં મૂકાવું પડે. માટે હવે મારે આ નગરમાં રહેવું નથી. અહીં રહીશ તે મને વધુ દુખ થશે. મારા આત્માને શાંતિ નહિ મળે. તેના કરતાં હવે આ વસંતપુર નગર છોડીને ચા જાઉં, એમ વિચાર કરે છે. હવે ગુણસેન રાજા વસંતપુર નગર છોડીને જવાને વિચાર કરે છે. ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
(આજે ખંભાત સંપ્રદાયના પૂજ્ય જશુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હતી એટલે પૂ. મહાસતીજીએ તેમના જીવનમાં રહેલા ગુણોનું સુંદર રીતે વર્ણન કર્યું હતું અને શ્રોતાજનોએ સારા વ્રત–પ્રત્યાખ્યાન કરી ભાવભીની અંજલી આપી હતી)
વ્યાખ્યાન નં. ૨૪ શ્રાવણ સુદ ૪ને ગુરૂવાર
તા. ૨-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને
અનંતજ્ઞાની ભગવતે જગતના જીવ ઉપર મહાન અનુકંપાને ધધ વહાવી સિદ્ધાંતરૂપ વાણની પ્રરૂપણ કરી. જ્ઞાની પુરુષે કહે છે, હે માનવ! તારી એકેક ક્ષણ લાખેણી જાય છે. જે ક્ષણ જીવનમાંથી જાય છે તે ફરીને પાછી મેળવી શકાતી નથી. આચારંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે “વાં નાનrદ પંડિ” જે ક્ષણને જાણે છે તે સાચે પંડિત છે. કણબીને મન કણની કિંમત છે. વહેપારીને મન મણની કિંમત છે અને જ્ઞાની પુરુષોને મન ક્ષણની કિંમત છે. જ્ઞાની પંડિત પુરુષે એમના જીવનની એકેક ક્ષણ નકામી જવા દેતા નથી. આપણી ક્ષણો કેટલી પ્રમાદમાં વિતે છે! સંસારના સુખ મેળવવામાં કેટલો સમય વીતે છે ને ધર્મ કરવામાં કેટલો સમય વીતે છે તેને કઈ દિવસ વિચાર કર્યો છે? જ્ઞાનીઓને મન સંસાર ભંગાર જેવું લાગે છે.