________________
શારદા સરિતા
૧૬૩ જાય છે ને જન્મ-જરા ને મરણના ફેરા ટળી જાય છે. આધિ-વ્યાધિ ને ઉપાધિરૂપ મનુષ્યના ત્રિવિધના તાપ ટળી જાય છે. સુલભાધી આ વાણી સાંભળતાં પામી જાય છે. વૈશાખ માસના તાપથી તપેલી ધરતી વરસાદ પડતાં શીતળ બની જાય છે. તેમ સંસાર તાપથી આકુળ-વ્યાકુળ થયેલા છે પ્રભુની વાણી સાંભળી શીતળીભૂત બની જાય છે. સિંહ-વાઘ આદિ જંગલી પશુઓ એકબીજાના વૈરભાવને ભૂલી જાય છે. અને ત્યાં આનંદ આનંદ છવાઈ જાય છે. અહીં પ્રભુની અમૃતમય વાણીને ધોધ વરસે છે. જમાલિકુમારાદિ મેટી પ્રખદા પ્રભુની વાણીનું શ્રવણ કરી રહી છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
“ચરિત્ર:- “રાજાનું તપેવનમાં નિષ્ફળગમન”
સોમદેવ પુરોહિતે રાજાને બધી વાત કરી કે અગ્નિશમ તાપસ તમારા પર ખૂબ કે પાયમાન થયા છે. રાજાના દિલમાં દુઃખ થયું. અહે! હું કે પાપી છું? મેં ત્રણ ત્રણ વાર એ મહાતપસ્વીને કષ્ટ આપ્યું અને પારણું ન કરાવ્યું ત્યારે એમને આટલું દુઃખ થયુને? હું મોટો ગુન્હેગાર છું. એવા મહાન તપસ્વી કદી કે પાયમાન થાય નહિ અને જે થયા છે તે એ કષાયમાં હું નિમિત્ત બન્યો છું. માટે જલ્દી ત્યાં જાઉં ને પગમાં પડીને માફી માંગું. ખૂબ ચિંતાતુર બનેલો રાજા તરત પિતાના અંતઃપુરને તેમજ મુખ્ય પરિવારને લઈને તપસ્વીને ખમાવવા પગે ચાલતા તપોવનમાં ગયાં. જેમ હંસણુંએના ટેળામાં હંસ શોભે છે તેમ હંસ જેવા ઉજજવળ ગુણવાન એવા ગુણસેન રાજા પિતાની રાણી આદિ પરિવાર સાથે શોભતો તપોવનમાં પહોંચી ગયા અને મોટા કુલ- • પતિ આર્જ વકૅડિજલ્દી ઉભા થઈ રાજાની સામે ગયા. કારણ કે એ સમજતા હતા કે રાજા ખૂબ ચિંતાતુર છે અને અગ્નિશર્મા કંધથી ભભૂકી ઉઠે છે. જે સીધા એની પાસે જશે તે આવી બનશે. માટે હું તેને સમજાવું એમ વિચાર કરી ત્યાં ગયા. રાજાએ વિનયપૂર્વક વંદન કર્યા. એમના ધર્મના નિયમ પ્રજાણે કુલપતિએ રાજાને આશીર્વાદ આપીને કહ્યું આવે, આપણે હમણું આ ચંપકવૃક્ષોની શ્રેણીમાં બેસીએ. રાજા કહે છે ભલે, જેવી આપની આજ્ઞા. એમ કહી ચંપકવૃક્ષોની શ્રેણીમાં જઈને બેઠા. કુલપતિ તેમના આસને બેડા. પછી કુલપતિ કહે છે હે રાજન!. આમ પગે ચાલીને અનુચિત રીતે કેમ આવવાનું બન્યું છે? ત્યારે રાજા કહે છે ભગવંત! હું તો પાપી છું, અધમ છું. મારા જે અનુચિત કાર્ય કરનાર બીજે કણ હોય કે જે આવા મહાન તપસ્વી પુરૂષને પ્રમાદ કરીને પારણામાં અંતરાય પડાવી છે. મારી મોટી ભૂલ થઈ ગઈ છે. તેની માફી માંગવા માટે પગે ચાલીને આવ્યો છું. હું ગમે તેટલે પશ્ચાતાપ કરું પણ એનાથી શું? હવે મારે જલ્દી એ મહાન તપસ્વી અગ્નિશમ તાપસ પાસે જવું છે. ગુરૂદેવ, કહે તે ક્યાં બિરાજે છે? ત્યારે કુલપતિ કહે છે રાજન! તમારે એટલો બધો ખેદ કરવાની