________________
શારદા સરિતા
૧૬૨ હતા ત્યાં આવ્યા. આવીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ ત્રિવિધ પર્યું પાસનાથી ઉપાસે છે.
અહો નાથ ! તારા શાસનની બલિહારી છે. તારા હું શું ગુણ ગાઉં ? પ્રભુને જોઈને ઠરી ગયા. આવી રીતે જ્યારે તેમનાથ ભગવાન દ્વારકાનગરીમાં પધાર્યા ત્યારે કૃષ્ણ વાસુદેવ મોટા સમુહ સાથે વંદન કરવા ગયા. પ્રભુને ખૂબ ભાવથી વંદન કર્યા. પ્રભુની દેશના સાંભળીને કંઇક એવો વૈરાગ્ય પામી દીક્ષા લઈ લેતા. કંઈક બાર વ્રતધારી શ્રાવક બની જતા. આ જોઈ કૃષ્ણવાસુદેવ રડી પડતા. અહે પ્રભુ! તારી વાણું સાંભળીને કેવા બુઝી જાય છે ! કંઈક ને કંઈક લઈને જાય છે ને હું કે કમભાગી ! એક નાનકડું પ્રત્યાખ્યાન પણ લઈ શકતો નથી. અવિરતીનું જબ્બર જેર હતું. કરવાની ઈચ્છા હોવા છતાં એ નહોતા કરી શકતા તે આંખમાં આંસુ આવી જતા. ત્રણ ખંડન અધિપતિ વાસુદેવ નાના બાળકની જેમ રડે, પિતાના પાપકર્મને પશ્ચાતાપ કરે પણ તમને આ પશ્ચાતાપ થાય છે ? સાચું બોલજે, થાય છે – ના, તમે ભલે ન કરી શકે પણ પશ્ચાતાપ તે થે જોઈએ. પશ્ચાતાપ એ પાપને પ્રજાળવાની ભઠ્ઠી છે. લોખંડ પર ગમે તેટલે કાટ ચઢી ગયું હોય પણ એને અગ્નિમાં નાખવામાં આવે તે કાટ બળી જાય છે તેમ અંતરના કાટ કાઢવા માટે તપશ્ચર્યાની ભઠ્ઠી જલા.
જમાલિકુમારે તિખુન પાઠભણ વંદન કર્યા. ધર્મસ્થાનકમાં જઈએ ને અક્કડપણું ન છૂટે તે એ ઉપદેશની અસર ન થાય. પરદેશી રાજા કેશી સ્વામીની સભામાં ગયા. શંકાઓનું સમાધાન કરવું હતું પણ વંદન કર્યા વિના બેસી ગયા. એટલે કેશી સ્વામીએ કહ્યું કે પરદેશી! તું જે ભૂમિમાં બેઠે છે એ ભૂમિને તું દ્રવ્યથી ભલે માલિક હોય, તું મોટે રાજા હોય પણ જેની સભામાં બેસે છે તેને કર
ચૂકવ્યા વિના ન બેસાય કર ચૂકવ્યા વિના બેસે તે ચોર છે. તું અહીં કંઈક લેવાની ઈચ્છાથી આવ્યા છે માટે કર ચૂકવીને બેસ. તરત પરદેશી રાજા સમજી ગયા ને વંદન કરીને બેઠા. પછી કેશી સ્વામીની દેશના સાંભળી એકેક પ્રશ્ન પૂછ્યા ને તેનું કેશી સ્વામીએ સમાધાન કર્યું. તે પરદેશી રાજાના હૃદયમાં સચોટ વાત સમજાઈ ગઈ અને એ પરદેશી પરદેશી મટીને સ્વદેશી બની ગયા. અહીં જમાલિકુમાર પ્રભુને વંદન કરીને બેઠા.
"तएणं समणे भगवं महावीरे जमालिस्स खत्तियकुमारस्स तीसेय महति-महालियाए इसि. जाव धम्मकहा जाव परिसा पडिगया ॥"
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જમાલિકુમાર આદિ મેટી અષિ પર્ષદામાં ધર્મોપદેશ આપે.
જ્યાં વીતરાગ પ્રભુની વાણીની ધારા છૂટે ત્યાં શું બાકી રહે? પ્રભુની વાણું સાંભળતા અનાદિકાળના કર્મના કચરા ધોવાઈ જાય. રાગ-દ્વેષ-મેહ-ક્રોધાદિ શત્રુઓ ભાગી